ભરૂચ:ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂપડામાં લાગી આગ

0
86

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂપડાપટ્ટીમાં આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

આ અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂપડાઓ આ આગની લપેટમાં આવી ગયા હતા. જેને સ્થાનિક ઝુપ્ડાવાસીઓએ પાણીની ડોલો નાંખી આગ ઓલવવા પ્રયાશો કર્યા હતા પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે જેને પગલે ઝૂપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા સાથે ઘરમાં રાખેલા રૂપિયા પણ બળી ગયા હતા.

જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.આ આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here