The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 180

ભરૂચ : પાનોલીના ૧૭ વર્ષીય વિકૃત સગીરે પ વર્ષની બાળકીને પીંખી નાખી આચર્યું દુષ્કર્મ

  • સગીર વયના નરાધમએ આ અગાઉ પણ એક બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા.
  • ૧૭ વર્ષીય સગીર બાળકે પ વર્ષની સગીરાને વેલેન્ટાઈન ડે ના દિવસે ભોગ બનાવી..
  • અંકલેશ્વર રૂરલ પોલીસે ૧૭ વર્ષીય સગીર સામે બળાત્કાર અને પોસ્કો ગુનો દાખલ કર્યો.

ભરૂચ જિલ્લામાં પણ માસુમ બાળકીઓ હવે સુરક્ષિત રહી નથી. આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના પાનોલી પંથકમાંથી સામે આવ્યો છે જેમાં ૧૭ વર્ષીય વિકૃત કિશોરે પાંચ વર્ષની માસૂમ બાળકીને પોતાના ઘરે લાલચાવી લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા પોલીસે વિકૃત નરાધમ સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

અંકલેશ્વર પંથકના પાનોલીના એક ગામમાં એક જ ફળીયામાં રહેતા એક ૧૭ વર્ષીય કિશોરે એક ૫ વર્ષીય માસુમને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં પીડીત ૫ વર્ષીય બાળકીની માતાએ આ વિકૃત કિશોર વિરૂધ ફરીયાદ નોંધાવી છે.

જેમાં બાળકી બહાર રમતી હતી ત્યારે આ ૧૭ વર્ષીય વિકૃત માનસીકતા ધરાવતા ૧૭ વર્ષીય કાર્તિકે તેને પટાવી, ફોસલાવી,લલચાવી પોતાના ઘરે લઈ જઈને તેના ઉપર ક્રુરતા પૂર્વક દુષ્કર્મ આચરી બાળકીને છુટી મુકી આ વિકૃત કિશોર ભાગી છુટ્યો હતો. બાદમાં છોકરીની માતાને આ અંગે જાણ થતાં તેણે આ કિશોર વિરૂધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

જેના પગલે અંકલેશ્વર તાલુકા પોલીસે પણ ૧૭ વર્ષીય કિશોર કાર્તિક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે આ ૧૭ વર્ષીય કાર્તિક આ અગાઉ પણ એક છોકરીની છેડતી કરી હોવાના આક્ષેપોમાં ચર્ચાયો હતો. આ કેસમાં પોલીસે ભોગ બનનાર પ વર્ષીય બાળકીને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પીટ્લ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરાઇ હોવાના તેમજ બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાના એહવાલ મળી રહ્યા છે.

ભરૂચ : નબીપુર વિસ્તારમાંથી દેશી તમંચા સાથે ૧ આરોપી ઝડપાયો

ભરૂચ જિલ્લામાં અગ્નિ શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સબંધિત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા અંગે તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા એસ.ઓ.જી.ભરૂચનાની સુચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ બાતમી આધારે નબીપુર વિસ્તારમાંથી સુનીલભાઈ છગનભાઈ રાઠવા રહે-કનલવા તા.કવાંટ જિ-છોટાઉદેપુરનાને નબીપુર નેશનલ હાઈવે નં.૪૮ બ્રીજ નજીકથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના બારબોર તમંચા નંગ-૧, કિ.રૂ.૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ કરી રહેલ છે.

ઝઘડિયા: વણાકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર દીપડો દેખાતાં સ્થાનિકોમાં ફફડાટ

  • શિકારની શોધમાં વણાકપોરથી જરસાડ ગામ જવાના રસ્તે દીપડો આંટો મારતો દેખાયો

ઝઘડિયા તાલુકાનાં વણાકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર ઉપર શિકારની શોધમાં આંટાફેરા કરતાં દીપડાને પગલે વાહન ચાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઝઘડીયા તાલુકામાં વન્ય પ્રાણીઓ દેખાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના વણાકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર શિકારની શોધમાં આંટાફેરા મારતા દીપડાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે સોમવારની રાતે અવિધા ગામથી જરસાડ જવાના જાહેર માર્ગ ઉપર શિકારની શોધમાં લટાર મારતો દીપડો દેખાતા કાર ચાલકે કાર થોભાવી પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો.

આ કદાવર દીપડાના આંટાફેરાને પગલે ગ્રામજનો સહિત વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ઝઘડીયા વન વિભાગ પાંજરું ગોઠવી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

દેડીયાપાડા : રાલ્દા બસ સ્ટેન્ડ પાસેથી ૨૦૧.૧૭૦ કિલો ગાંજા સાથે ૫ ઝડપાયા

  • પોલીસે સૂકા ગાંજા સહીત રપ,૨૧,૨૦૦/ નો મુદામાલ ઝડપી પાડ્યો

દેડીયાપાડા પોલીસ ટીમને બાતમી મળી હતી કે એક સ્કોર્પીયો ગાડીમાં પાંચ ઇસમો આવે છે જેમની પાસે ગાંજાનો મોટો જથ્થો છે.

જેથી દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાગબારા થી દેડીયાપાડા રોડ ઉપર સાગબારા તરફ થી એક સીલ્વર કલરની સ્કોર્પીયો, GJ-23-CA-5 આવતા તેમાં તપાસ કરતા પોલીસટીમને તેમાંથી સેલોટેપ વીટાળેલ બંડલો નંગ-૩૯ માં કુલ વજન ૨૦૧.૧૭૦કિ.ગ્રામ સુકા ગાંજાની કિ.રૂ.૨૦,૧૧,૮૦૦/- તથા સ્કોર્પીયો ગાડી GJ-23-CA-5 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૯૦૦૦/- અને આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા તે તમામ કુલ કિ.રૂ. રપ,૨૧,૨૦૦/- ના સુકા ગાંજા સાથે પાંચ આરોપી મદન જબરારામ રાજપુરોહીંત રહે.નીમ્બાવાસ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન ) તથા જલારામ ભાગીરથ બીઝોઇ રહે.દેવડગામ તા.ભીનમાલ જિલ્લો.ઝાલોર (રાજસ્થાન) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ આપનાર આરોપી બાબા રહે.તુની રાજમુરી આંદ્રપ્રદેશ પ્રદેશની અટકાયત કરી હતી જયારે આ વનસ્પતિ જન્ય માદક પદાર્થ મંગાવનાર આરોપી લાલા રામ ચૌધરી રહે.ભોરડ તા.આહેર જિલ્લો-જાલોર (રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરાયો છે.

જેમાં પકડાયેલ આરોપીઓના વિરૂધ્ધમાં એન.ડી.પી. એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ગુનાની આગળની વધુ તપાસ એસ.ઓ.જી.નર્મદાએ  હાથ ધરેલ છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ:ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂપડામાં લાગી આગ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂપડાપટ્ટીમાં આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

આ અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂપડાઓ આ આગની લપેટમાં આવી ગયા હતા. જેને સ્થાનિક ઝુપ્ડાવાસીઓએ પાણીની ડોલો નાંખી આગ ઓલવવા પ્રયાશો કર્યા હતા પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે જેને પગલે ઝૂપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા સાથે ઘરમાં રાખેલા રૂપિયા પણ બળી ગયા હતા.

જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.આ આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ભરૂચ : શેરપુરા ખાતે બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ

ભરૂચના શેરપુરા વિસ્તારમાં ગત 31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતમાં એક્ના મોત ની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી બે લકઝરી બસને આગના હવાલે કરી દીધી હતી. આ ઘટના બાદ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું. ફાયરબ્રીગેડે આગ ઉપ્પર કાબુ મેળવ્યો ત્યાર સુધીમાં બંનેવ વાહનો કાટમાળમાં પરિવર્તિત થઇ ગયા હતા. આ ઘટના અકસ્માતમાં એક સ્થાનિકના મોત બાદ બની હતી.

આ ઘટનાના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે પોલીસે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

મામલાની તપાસમાં એ ડિવિઝન પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ સહીત ૮ લોકોની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસની સત્તાવાર યાદીમાં જણવ્યા અનુસાર ગત તારીખ ૩૧ જાન્યુઆરી 2022ના રોજ શેરપરા ગામના પાટીયા પાસે રાત્રીના આશરે ૯ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં એક સ્થાનિકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ખાનગી બસ તેમજ તે ખાનગી ટ્રાવેલ કંપનીની અન્ય બસમાં ટોળાએ તોડફોડ કરી બન્નેવ બસોને સળગાવી ડ્રાઇવરને માર માર્યો હતો.

ઘટના સંદર્ભે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તોડફોડની ઘટનામાં સંડોવણી સ્પષ્ટ થતા પ્રારંભે ઝુબેરભાઇ ઐયબુ ભાઇ અહમદભાઇ પટેલ, સઇદભાઇ અહમદભાઇ ઇસશાભાઇ પટેલ,ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ વલીભાઇ પટેલ, સાદીકભાઇ યાકુબભાઇ અહમદભાઇ પટેલ અને મોહસીન યાકુબભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ રહેવાસી શેરપુરા,ભરૂચ. આ 5 આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે જે અંતર્ગત પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ સહીત વધુ ત્રણની ધરપકડ કરી છે. નદીમ શેરપુરા ગામના વતની અને સ્થાનિક અગ્રણી પણ છે. ધરપકડ કરાયેલા વધુ ૩ આરોપીઓના નામ પટેલ નદીમ અહમેદ ઉફેભીખી અબ્દુલ હક, પટેલ ઇલ્યાસ વલી અને સફયાન અબ્દુલ ઉઘરાદાર ત્રણેય રહેવાસી શેરપરુા ગામ તા.જી.ભરૂચ હોવાનું બહાર આવ્યું છે.જે તમામ્ની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સી.એસ.સી. દ્વારા ફાઉન્ડેશન વીક ની ઉજવણી કરાઇ

ભરૂચ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી/એઇડ્સ(BDNP+) સંસ્થા દ્વારા માતૃત્વ સંસ્થા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી/ એઇડ્સ(GSNP+) ના ૨૦ માં ફાઉન્ડેશન દિવસ ની ઉજવણી અંતર્ગત ભરૂચ સી.એસ.સી. દ્વારા ભરૂચ ના પીએલ એચ.આઈ. વી. જોડે ફાઉન્ડેશન વીક ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં કુલ ૬ સપોર્ટ ગ્રુપ મિટિંગ, લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ,યોજનાઓ ના લાભ લેવા માટે લગતા પુરાવાઓ, ડિસ્કોડન્ટ દંપતી નું એચ.આઈ.વી પરિક્ષણ, બાળકો અને વિધવા બેહનો માટે ન્યુટ્રીશન કીટ, યુવાઓ સાથે કેક કટિંગ, તેમજ મિટિંગો માં અલગ અલગ થીમ અનુસાર પીએલ એચ.આઈ.વી. ને સમજાવવા માં આવ્યા હતા.

સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીએ બોર્ડ પર પહાડ દોરી કરી આત્મહત્યા

  • ઉમરપાડામાં વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
  • ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખીને જીવન ટૂંકાવી નાખ્યું

સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.  ઝંખવાવની  શાંતિનિકેતન હાઈસ્કૂલની આ ઘટનામાં  વિદ્યાર્થીએ  બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખ્યું અને બાદમાં તુરંત  જ જિંદગી ટૂંકાવી નાખી હતી. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. અને પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિધાર્થી ભણતરના ભારથી દબાયેલો હોવાની વાત સામે આવી છે.

બારમાં ધોરણના વિધાર્થીની આ રીતે કરાયેલી આત્મહત્યા બાદ શાળાના શિક્ષકો અને વિધાર્થી આલમમાં સોંપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વિધાર્થીએ શા માટે શાળામાં આત્મહત્યા કરી છે ? તેના કારણો અને તારણોની ખૂટી કડી પોલીસ મેળવી રહી છે.

દેડીયાપાડાના રાલદા ખાતે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરી માં વેઠ !

  • હલકી ગુણવત્તાનું મટરીયલ વાપરતા માલુમ પડતા જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું

દેડીયાપાડા નાં બેસણા ગ્રામ પંચાયત ના રાલદા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરી ચાલી રહી છે, જેમાં હલકી કક્ષાનું મટરીયલ વાપરતા હોવાનું માલુમ પડતાં તેમજ જે કામ થયું છે તે પણ હલકી કક્ષાનું કામ થયા હોવાનું માલુમ પડતા, અધિકારૂએ જાત નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.

જેમાં દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા, મનરેગાનાં જવાબદાર અધિકારી, માજી વન મંત્રી મોતીલાલ વસાવા, તથા ગ્રામજનોએ સ્થળ તપાસ કરી કામ બંદ કરાવીને કામ વ્યવસ્થિત કરવાના સૂચનો કર્યા હતા અને  અત્યારે કામ સારી ગુણવત્તામાં થાય અને એનો ઉપયોગ લોકોને થાય તેના માટે ખાસ ધ્યાન આપવાનું જણાવવામાં આવ્યું હતું.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

  • દેડીયાપાડા તાલુકો સતત ત્રણ વર્ષથી ચેમ્પિયન રહ્યું છે.

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમતની શરૂઆત જિલ્લા શિક્ષણ સમિતિ નર્મદાના અધ્યક્ષ શાંતાબેન વસાવાએ ટોસ ઉછાળી ને કરી હતી. અને તા.૧૨-૨-૨૨ નાં રોજ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં પાંચ તાલુકાઓ જેમ કે દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા, ગઢેશ્વર, અને નાંદોદ ની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી, ફાઇનલમાં ગરુડેશ્વર અને સાગબારા વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી,

જેમાં સાગબારા ની મહિલા ટીમ વિજેતા રહી હતી, અને આ મેચ શકુબેનની આગેવાનીમાં સાગબારા ની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું, તારીખ ૧૩,૨,૨૦૨૨ ના દિવસે શિક્ષક ભાઈઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી ,અને ફાઇનલમાં નાંદોદ અને દેડીયાપાડા તાલુકા આવ્યા હતા. દેડીયાપાડા તાલુકાના શિક્ષકોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ચેમ્પિયન બની હતી, દેડીયાપાડા તાલુકો સતત ત્રણ વર્ષથી ચેમ્પિયન રહ્યું છે.

નર્મદા જિલ્લા સંઘ પ્રમુખ સુરેશ ભગત, મંત્રી ફતેસિંહભાઈ અને ટીમે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી, નર્મદા જિલ્લામાં સૌપ્રથમ મહિલા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માટે શિક્ષકોએ નર્મદા જિલ્લા સંઘના હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા હતા, અને  ટુર્નામેન્ટમાં માજી ધારાસભ્ય હર્ષદભાઇ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદાએ હાજર રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!