The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 166

ભરૂચ : નકલી ભારતીય ચલણી નોટો અને નકલી માર્કશીટો બનાવવાનું કૌંભાડ ઝડપાયું, બે ની અટકાયત

ભરૂચ એસ.ઓ.જી ટીમે નકલી ભારતીય ચલણી નોટો બનાવવાના તેમજ મોટા પ્રમાણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા આઇ.ટી.આઇ. તેમજ વીર નર્મદ યુનિવર્સીટીની નકલી માર્કશીટો બનાવવાના કૌંભાડનો પર્દાફાશ કરી બે આરોપીઓની અટકાયત કરી છે.

ભરૂચ એસ.ઓ.જી ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ બાતમી આધારે એસ.એફ.૬૯,ઓમકાર-૨,કોમ્પલેક્ષ લોર્ડસ પ્લાઝા હોટલની બાજુમાં જુનો નેશનલ હાઈવે નંબર-૮ અંકલેશ્વર ખાતે /તાં ૦૦1૩૫1૦૪ ના નામથી સચીનભાઈ પ્રેમાભાઈ ખારવા તથા તેનો મિત્ર રાહુલકુમાર નરેન્દ્રભાઈ પરમારનાઓ પોતાની ઓફિસમાં જોબ પ્લેસમેન્ટના ઓથા હેઠળ બજારમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ તથા યુનિવર્સીટી તથા /0૦૦૦ કોર્ષના બનાવટી સર્ટીફિકેટો બનાવી આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પોતે તથા તેઓના મળતીયા મારફતે કરી તેના બદલામાં મોટી રકમ મેળવે છે.

જે આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા ઓમકાર-૨ કોમ્પલેક્ષમાં બાતમીવાળી દુકાન તથા પોતાના રહેણાંક મકાનમાંથી આરોપીઓ સચીનભાઈ પ્રેમાભાઈ ખારવા રહે-૨૮૮,રામનગર સોસાયટી હાંસોટ જી.ભરૂચ અને રાહુલકુમાર નરેન્દ્રભાઈ પરમાર રહે-એ/૨૯, હરીઓમ નગર રેસીડેન્સી અંદાડા તા.અંકલેશ્વર જી.ભરૂચ એ એક બીજાના મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા માટે નાપાસ થયેલ વિદ્યાર્થીઓના પાસ થયાના નકલી સર્ટીફિકેટસ ગેરકાયદેસર રીતે બનાવી આપી તેમજ રૂપીયા ૫૦ તથા ૧૦૦ ના દરની ભારતીય બનાવટની અલગ અલગ સીરીઝ નંબરની નકલી ચલણી નોટો બનાવી તેનો ખરા તરીકે બજારમાં ઉપયોગ કરવાના હેતુ માટે પોતાના કબજામાં રાખતા પકડાય જવા પામ્યા છે. આ અંગે પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ : ૬૦ મહીલાઓના ૬ જૂથને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ.૬ લાખના અપાયા ચેક

  • માજી મંત્રી ખુમાનસિંહ વાંસીયા અને ચીફ ઓફીસરના હસ્તે કરાયું ચેક વિતરણ
  • સ્વસહાય જૂથની ૬૦ બહેનોને રૂપિયા ૬ લાખના ચેક અર્પણ

ભરૂચમાં સેવાની ભેખ ધારી માજી મંત્રી ખુમાનસિંહ વાંસીયા સંચાલીત હરસિદ્ધિ કો-ઓ.ક્રેડીટ સોસાયટી.લી.અને ભરૂચ નગરપાલીકા સાથે ગુજરાત અર્બન લાઇલીહૂડ મીશન અ ગાંધી નગરના સંયુક્ત ઉપક્રમે સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત હરસિદ્ધિ કો-ઓ-ક્રેડીટ સોસાયટી લી. દ્વારા આજરોજ સ્વસહાય જૂથની ૬૦ બહેનોને રૂપિયા ૧ લાખ કેખે જુદાજુદા ૬ જૂથોને રૂપિયા ૬ લાખનું ધીરાણ સ્વરોજગારલક્ષી વિવિધ આર્થીક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરવા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર દરશથ ગોહિલ, હરસિદ્ધિ કો-ઓ-ક્રેડીટ સોસાયટી લી.ના ચેરમેન ખુમાનસિંહ વાંસીયા તથા પાલિકાના સમાજ સંગઠક કલ્પનાબેન અને ચૈતાલી વાઘેલા,મેનેજર ,એસ.એમ.આઈ.ડીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આયોજના અંતર્ગત અપાતી સહાય ઉપર કોઇ વ્યાજ લેવામાં આવતું નથી. વગ્ર વ્યાજે પોતાના પગભર બનશેની આશા વ્યક્ત કરવા સાથે સહાય મેળવનાર મહિલા જૂથોએ સંસ્થા તેમજ સરકારનો આભાર માન્યો હતો.

જંબુસર : સ્વીપ અંતર્ગત એચ.એસ હાઇસ્કુલ ખાતે પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ

જંબુસર શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાનમાં જાગૃતિ લાવવા  સ્વીપ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન  જંબુસર મતદાન અધિકારી અને નાયબ કલેકટર એ કે કલસરિયા મતદાર નોંધણી અધિકારી અને ઇન્ચાર્જ મામલતદાર  જંબુસર જે ડી પટેલ  અને નાયબ મામલતદાર જે ડી તાપીયાવાલા ના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.

જેમાં જંબુસર તાલુકાની  જુદી જુદી શાળાના કુલ ૨૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વધુ ને વધુ લોકો મતદાન અંગે જાગૃતિ આવે અને મતદાનનું મહત્ત્વ સમજાય  તે માટે પોસ્ટર ચિત્ર દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે  મામલતદાર જંબુસર હાજર રહ્યાં હતાં સ્પર્ધા સફળ નિવડે તે માટે શાળા આચાર્ય હિનાબેન ગામીત તથા ચિત્રશિક્ષક આર જી પટેલ મદદનીશ શિક્ષક કમલેશ પટેલે જહેમત ઉઠાવી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસર : સરદારપુરા અને ડોલિયામાં પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ

જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયા ગામે ૨૨  દિવસથી પાણી પુરવઠા દ્વારા પાણી પહોંચતું ન હોય ગ્રામજનોએ લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય ધ્યાને લઇ ગ્રામ્ય જનતામાં આક્રોશ ફેલાયો.

હજુ તો ઉનાળાની શરૂઆત થાય છે ત્યાં તો પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે. ઉત્તર બારા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ તાલુકાના ખાનપુર ડોલિયા વાંસેટા સરદારપુરા નડિયાદ કલકના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે.પરંતુ ડોલિયા અને સરદારપુરામાં છેલ્લા વીસ દિવસ ઉપરાંતથી ત્યાં ણી પૂરવઠો પહોંચી શક્યો નથી ડોલિયા ગામની ૭૦૦ અને સરદારપુરા ગામની ૪૫૦ જેટલી વસ્તીને પીવાનું પાણી પહોંચતું નથી દરેકની જરૂરિયાત પાણી જળ એ જ જીવન છે.

ત્યારે ડોલીયા અને સરદારપુરા ગામે પાણી છેલ્લા બાવીસ દિવસથી મળતું ન હોય જે અંગે  સરદારપુરાના ડેપ્યુટી સરપંચ કિશોરભાઇ પઢિયાર  તથા ડોલિયા  સરપંચ પિંકલ બેન મકવાણા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠાને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે  તેમ છતાંય આજદિન સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી  કે અધિકારીએ રૂબરૂ મુલાકાત કરેલ નથી  તેમને લેખિતમાં એમ પણ જણાવેલ છે કે લાઇનમેન પોતાના મનસ્વી રીતે કામ કરે છે  અને પાણી માટે ટેન્કરો ફાળવવાની રજુઆત કરે છે તેમ છતાંય પાણીનું ટેન્કર આવેલ નથી  ગ્રામ્ય જનતા પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે  તેમ જણાવ્યું હતું અને આ બન્ને ગામોના પાણીનો યક્ષ પ્રશ્ન  હોય તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી  વહેલી તકે આ પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે  પાણી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે તેમ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

બંન્નેવ ગામોમાં છેલ્લા ૨૨ દિવસથી પાણી પુરવઠો પહોંચતો ન હોય અમારા પ્રતિનિધિએ પાણી પુરવઠા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ બી પટેલની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારે ઓછા પ્રેશરથી પાણી મળતું હતું  અને શુક્રવારથી સદંતર પાણી મળતું બંધ થયું છે  જે અંગે છ કિલોમીટરની લાઈનમાં પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે  અને બે દિવસમાં બંન્ને ગામોમાં પાણીપુરવઠો મળતો થઈ જશે તેવી કવાયત ચાલુ છે  તથા પાણી ટેન્કર પહોંચાડવા અંગે જણાવ્યુ હતુ કે ટેન્કરની એજન્સીની નિમણૂક કરવાની હોય છે  તે ટેન્ડર મંજુરી હેઠળ છે.

જે કલેક્ટર દ્વારા મંજુરીની કાર્યવાહી કરવાની થાય છે  હાલમાં ગ્રામ પંચાયત પાસે પોતાનું ટેંન્કર હોય તો હેડવર્કસ પરથી પાણી ભરી જઈ શકે છે.આ સહિત હયાત જે પાઇપલાઇન નાંખેલી છે જે વ્યક્તિદીઠ પંચાવન લીટર પ્રતિદિનની ડિઝાઈન કરેલી હતી  જે ઘણી જગ્યાએ જર્જરિત થઈ હોય  જે બદલવા અંગે સુધારણા યોજના હાલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે  એજન્સી નક્કી થયેથી ઉક્ત કામગીરી હાથ ધરવામાં આવનાર છે  જેનાથી આગામી સમયમાં વ્યક્તિ દીઠ પ્રતિદિન સોલિટર મુજબની ડિઝાઇન હેઠળ કરવામાં આવેલ છે  તેમ જણાવેલ હતું.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

કેન્દ્ર સરકારના ઈન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી અમે ભારત હેમખેમ પરત ફર્યા છીએ: ક્રિષા માંગુકીયા

યુક્રેનથી સુરત પરત ફરેલી ક્રિષા માંગુકીયાએ કહ્યું હતું કે, હું યુક્રેન ટેર્નોપિલ શહેરમાં આવેલી ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભયના માહોલ વચ્ચે ભારત પરત ફરવા ખુબ પ્રયાસો કર્યા. સુરતમાં રહેતાં માતાપિતા ખુબ ચિંતિત હતાં. આજે માતાપિતા અને પરિવારને મળતાં મારી ખુશીનો પાર નથી.

વધુમાં ક્રિષાએ જણાવ્યું કે, યુદ્ધના માહોલમાં ફસાઈ જતા એક સમય એવું લાગ્યું કે, ભારતમાં જીવિત પરત ફરીશું કે નહિ..? યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય દુતાવાસ દ્વારા સિટી છોડવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેથી બસ દ્વારા અમે બોર્ડર પર પહોચ્યાં, પરંતુ ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહીને આગળ જવા માટે યુક્રેનની આર્મી દ્વારા સુચના આપવામાં આવતી હતી. તમામ વિદ્યાર્થીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અમે ૨૦ કિ.મી ચાલીને બોર્ડર પર જઇ ઇન્ડિયન એમ્બેસીને જાણ કરતા એમણે સહાય કરી હતી. જેથી અમે સુરક્ષિત વતન પરત ફર્યા છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અણીના સમયે મદદ મોકલીને ભારત આવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. જે બદલ તેમણે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

સુરત જિલ્લાના ૩૫ વિદ્યાર્થીઓની યુક્રેનથી સુખદ વતનવાપસી

  • સહીસલામત માદરેવતન પહોંચતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
  • વાલીઓએ હર્ષાશ્રુ સાથે મીઠાઈ વહેંચી: જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પુચ્છગુચ્છ આપી સ્વાગત કર્યું

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે ભારતના વિદ્યાર્થીઓ, નાગરિકોને હેમખેમ વતન લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત આજરોજ સુરતના ૩૫ વિદ્યાર્થીઓની વતનવાપસી થઈ હતી. સંતાનો સાથે સુખદ મિલન થતા પરિવારના સભ્યોએ હર્ષના આંસુઓ સાથે મીઠાઈ વહેચીને સરકારનો આભાર માન્યો હતો.

અમદાવાદ ખાતેથી બસ મારફતે સુરત સરકીટ હાઉસ ખાતે સાંજે ૪.૪૫ વાગે આવી પહોચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સર્વ નાયબ કલેકટર (પ્રોટોકોલ) અનિલ ગોસ્વામી, જમીન સુધારણાના નાયબ કલેકટર એમ.એમ. પટેલ, ડિઝાસ્ટર મામલતદાર કે.એમ.ઢિમર, અડાજણ મામલતદાર કલ્પનાબને પટેલે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી અને સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પ્રશાંત ટાંક પોતાના ૨૩મા જન્મદિવસે સ્વગૃહે સુરક્ષિત આવી પહોચતા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી. પ્રશાંતે પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું, “યુક્રેનમાં અચાનક ફાટી નીકળેલી યુદ્ધની પરિસ્થિતિથી ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમા સતત યુદ્ધ ચેતવણીની સાયરન વાગતી હતી. ભારતીય દુત્તાવાસ તરફથી મળતી સુચના મુજબ યુક્રેનની સરહદ વટાવવી આવશ્યક હતી, જેથી અમે સૌ જરૂરી સામાન લઈ આશરે ૧૫ કિમીનું અંતર પગપાળા કાપ્યું હતું. પરંતુ ઘરે પરત ફરવાની આશામાં થાક અનુભવાયો ન હતો. અંતે પોલેન્ડની શેની સરહદથી ભારતમાં સ્‍થિત યુક્રેનના રાજદૂત અને યુક્રેન સ્‍થિત ભારતના રાજદૂતના પરસ્‍પર સહયોગથી ‘ઓપરેશન ગંગા’ અન્‍વયે એર ઇન્‍ડિયાની ખાસ ફલાઇટ દ્વારા સહીસલામત મુંબઈ અને ત્યાંથી ખાસ વાહનમાં સુરત આવી શક્યા છીએ, જેનો ખુબ આંનંદ છે.’ વધુમાં પ્રશાંતે સહીસલામત વતનવાપસી થતાં જન્મદિનની ખુશી વ્યક્ત કરતા ભારત અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

ચાસવડ ગામના મહિલા સરપંચને પણ ભરૂચ જિલ્લાકક્ષાના ગરીબ મેળામાં અપાઈ સહાય!

હાલ ચાસવડ ગામના સરપંચ જશુબેન વસાવાને ત્રણ વર્ષ પૂર્વેની મળવા પાત્ર બાકી માનવ કલ્યાણ યોજના હેઠળ બ્યુટીપાર્લર માટેની સહાય આ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી છે.

ગરીબોના ઉત્થાન માટે રાજ્ય સરકાર વિવિધ સહાયો આપી રહી છે, તા. 25 ફેબ્રઆરી શુક્રવારે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના હાલના સરપંચ અને તાલુકા ભાજપના પ્રમુખના પત્ની જશુબેન મનસુખભાઇ વસાવાએ તેઓના સરપંચ બન્યા પહેલાના ૩ વર્ષ પૂર્વે ભરેલ ફોર્મની બ્યુટીપાર્લર નો કોર્ષ કર્યા બાદની સહાય આ ગરીબ કલ્યાણ મેળામાં 9274 રૂપિયાની આપવામાં આવી હતી. આ નેત્રંગ તાલુકામાંથી 103 લોકોને ગરીબ કલ્યાણ મેળામાં સહાય મેળવી હતી. આ ગરીબ કલ્યાણ મેળાઓમાં જે જરૂરિયાત મંદ લોકો છે,જેમણે અગાઉ પણ જે ફોર્મ ભર્યા છે તેમને કોરોના ના પગલે મઓકુફ રખાયેલા ગરીબ કલ્યાણ મેળા હાલમાં શરૂ કરાતા યોજાયેલ આ ગરીબ કલ્યાણમેળામાં સહાય અર્પણ કરાઇ કરી સરકારે પારદર્ષીતાનો દાખલો બેસાડયો છે.

દેડીયાપાડા : પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય મહેશ વસાવા

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ થયા હતા.

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ગુમાની ફળિયામાં આદિવાસી પરિવારોના કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક બાદ એક મકાનોને આગે ચપેટમાં લેતા ઘાસ, લાકડા, વાંસ, ધાન્ય અને સરસમાનને લઈ આગ જલ્દીથી ફેલાતા વિકરાળ બની હતી. દેડીયાપાડામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોય મદદ માટેનો કોલ રાજપીપળા પાલિકાને કરાયો હતો. પાલિકાના ફાયર ફાઈટરો પોહચે તે પેહલા 18 જેટલા મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.  આગથી 18 પરિવારોના ઘર સાથે જ ધન, ધાન્ય, સોના ચાંદી નાં ઘરેણાં, પશુધન અને ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ જતા સામી હોળી એ જ પરિવારોને બેઘર બનવાનો વારો આવ્યો છે.

આ ઘટનાની જાણ દેડિયાપાડાના ધારા સભ્ય મહેશભાઈ વસાવા ને થતાં આજ રોજ તમામ પરિવારો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ અનાજ ની કિટો તેમજ પૈસા ની સહાય કરી હતી.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ જિલ્લાનાં દરેક તાલુકાઓમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ

નાયબ જિલ્લા ચૂટંણી અધીકારીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે ૧૨મા રાષ્ટ્રિય મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ જિલ્લાની જુદી-જુદી શાળા કોલેજનાં ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભાગ લીધો હતો.

 

આ કાર્યક્રમ ભરૂચ તાલુકામાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.એસ.એસનાં સંકલનમાં વાગરા, અંક્લેશ્વર અને હાંસોટ ખાતેના સબ સેંન્ટરોમાં ખાતે પણ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને કિટ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા.

નાયબ જિલ્લા ચૂંટ્ણી અધિકારી શ્રીમતી એસ.એમ.ગાંગુલી,  મામલતદાર રોશની પટેલ તથા ચૂટણી શાખાનાં પ્રતિનિધિઓ, શાળા કોલેજના શિક્ષકો, જે.એસ.એસ.નાં લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર, રિસોર્સ પર્સનો તથા નિયામક ઝયનુલ આબેદીન સૈયદ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્મ સફળ બનાવ્યો હતો. જિલ્લામા જયારે જયારે ચૂંટ્ણી યોજાય ત્યારે ૧૦૦% મતદાન થાય તે મુજબની સમાજમાં જાગૃતિ લાવવા આપણે સૌએ પ્રયત્નો કરવાની પ્રેરણા આપતા આવા પ્રોગ્રામ કરવા જરૂરી થઈ ગયા છે.

દેડીયાપાડા : રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાઇ ફરિયાદ

  • એમ.ડી.એમ.સંચાલકને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા વિરસિંગભાઈ વસાવાને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા દેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે

દેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે વિરસિંગભાઈ તારસિગભાઈ વસાવા ફરજ બજાવી રહ્યાં છે તેઓ તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ તેમના નાના ભાઈ જયસિંગભાઈ વસાવા સાથે પોતાની મોટર સાયકલ પર દેડીયાપાડા બજાર કામે જતાં હતાં તે સમય દરમિયાન તેમના ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તામાં આરોપી મહેન્દ્રભાઈ માકતભાઈ વસાવા ફરિયાદીને મળેલ હતો અને તેના હાથમાની લાકડી લઈ આવીને ફરિયાદીની ફેટ પકડી બોલાચાલી કરીને  કહેવા લાગેલ કે ગામની સ્કુલમાં છોકરાઓને ખવડાવવા આવતો નહિ અને સ્કુલની આજુબાજુમાં ફરકતો નહિ અને ગામની સ્કુલમા મધ્યાહન ભોજન સંચાલકની નોકરી કરવા આવ્યો તો ઢોર માર મારીશ અને ગામના કોઈ પણ કામો કરતો નહિ બાકી તારૂ મોતજ છે અને રસ્તામા ગમે ત્યારે એકલો મળતો ના એકલો મળ્યો તો જાનથી મારી નાખીશ તેમ કહે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા દેડીયાપાડા પોલીસે આરોપી મહેન્દ્રભાઈ  માકતાભાઈ વસાવા રહે.રીગાપાદર,તા.દેડીયાપાડા, જિ.નર્મદા વિરુદ્ધ  પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટરમાં આઈ.પી.સી.ની કલમ-૩૨૩,૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!