ગુજકોસ્ટ, ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર – DSC, ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવાસી અધિક કલેક્ટર જે. ડી.પટેલ, અતિથિવિશેષ વિઠ્ઠલભાઈ પટેલ, નગરપાલિકા ભરૂચ પ્રમુખ અમિતભાઈ ચાવડ, E.I. નિશાંત દવે, દિનેશભાઇ પંડ્યા ઉપસ્થિત રહી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વૈજ્ઞાનિક રીતે દીપપ્રાગટ્ય(KMnO4 + ગ્લીસરીન) અને વિજ્ઞાન ચાલીસા દ્વારા થઇ. આ પ્રસંગે ધ કરમાડ સાર્વજનિક હાઇસ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી ઉસ્માનભાઈ પટેલ રચિત “પરમ ની પરબ, વિજ્ઞાનમય કાવ્યસરિતા” અને સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન, ભરૂચના બી.એડ. ના તાલીમાર્થીઓ દ્વારા સંકલન કરવામાં આવેલ પુસ્તક “અવકાશની સફરે” નું વિમોચન કરવામાં આવ્યું.
સાયન્સ કાર્નિવલમાં વિવિધ સ્પર્ધા જેવી કે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન, ટીએલએમ પ્રદર્શન, જાતે પ્રયોગ કરો સ્પર્ધા, ઓરીગામી વર્કશોપ, સાયન્સ મોડેલ મેકિંગ વર્કશોપ, ચિત્ર સ્પર્ધા, ppt પ્રેઝન્ટેસન સ્પર્ધા વિગેરે મુખ્ય હતા. આ પ્રસંગે ચિત્ર શિક્ષક મહેશભાઇ દ્વારા તૈયાર કરેલ ecosystem આધારિત ચિત્રપ્રદર્શન હતું અને સેલ્ફીઝોન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા.
કાર્નિવલમાં પોપ્યુલર લેકચર સીરિઝ અંતર્ગત UPL university ના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ લોખંડવાલાએ વ્યાખ્યાન આપી વિજ્ઞાનના વિવિધ પાસાઓની સફર કરાવી હતી.
સમગ્ર કાર્યક્ર્મ માટે માર્ગદર્શન અને પ્રેત્સાહન ચેરમેન કિર્તિબેન જોશીએ પૂરા પાડ્યા હતા. સંચાલન અને આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો- ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ અને NCSC કો- ઓર્ડિનેટર ડો. નિલેષ ઉપાધ્યાયએ કર્યું હતું.