નાયબ જિલ્લા ચૂટંણી અધીકારીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે ૧૨મા રાષ્ટ્રિય મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ જિલ્લાની જુદી-જુદી શાળા કોલેજનાં ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ ભરૂચ તાલુકામાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.એસ.એસનાં સંકલનમાં વાગરા, અંક્લેશ્વર અને હાંસોટ ખાતેના સબ સેંન્ટરોમાં ખાતે પણ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને કિટ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા.
નાયબ જિલ્લા ચૂંટ્ણી અધિકારી શ્રીમતી એસ.એમ.ગાંગુલી, મામલતદાર રોશની પટેલ તથા ચૂટણી શાખાનાં પ્રતિનિધિઓ, શાળા કોલેજના શિક્ષકો, જે.એસ.એસ.નાં લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર, રિસોર્સ પર્સનો તથા નિયામક ઝયનુલ આબેદીન સૈયદ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્મ સફળ બનાવ્યો હતો. જિલ્લામા જયારે જયારે ચૂંટ્ણી યોજાય ત્યારે ૧૦૦% મતદાન થાય તે મુજબની સમાજમાં જાગૃતિ લાવવા આપણે સૌએ પ્રયત્નો કરવાની પ્રેરણા આપતા આવા પ્રોગ્રામ કરવા જરૂરી થઈ ગયા છે.