The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 165

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનના સ્ટોપેજ્થી સરદાર પટેલની કર્મભૂમિ આણંદ જ વંચિત

  • કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં જ સ્ટોપેજ નહીં

કેવેડિયા કોલોની જવા માટે અમદાવાદ સહિત જનતાને લાભ મળ તે માટે 1 વર્ષ અગાઉ જનશતાબ્દી એકસપ્રેસ શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે પહેલા દિવસે માત્ર સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ સમાં નડિયાદ અને આણંદ રેલ્વે સ્ટેશન પર માત્ર સ્વાગત કરવા પુરૂતું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. હરખ પદુડા નેતાઓ સ્વાગત કરીને સંતોષ માન્યો હતો. પરંતુ કાયમી સ્ટોપેજ ન અપાતા સરદાર પટેલ વતનને ભારે અન્યાય કરવામાં આવ્યો હતો.જેને લઇને બંને જિલ્લામાં ભારે નારાજગી વ્યકત કરી હતી.

ત્યારબાદ ખેડા જિલ્લા ભાજપના નેતાઓ નડિયાદ ખાતે જનશતાબ્દી સ્ટોપેજ અપવા માટે સતત સક્રિય રહ્યાં હતા.તેના ફળ સ્વરૂપે આખરે રેલ્વે તંત્ર જુકીગયું હતું. નડિયાદ સ્ટેશન ખાતે 9મી માર્ચે જનશતાબ્દી ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતાં સરદાર પ્રેમિઓ ખુસીવ્યાપી ગઇ છે.જયારે આણંદ એટલે સરદાર પટેલની કર્મભૂમિ ખાતે સ્ટોપેજ આજે પણ આપવામાં આવ્યું નથી.આણંદ જિલ્લાના નેતાઓ રેલવે કોઇ જ વજન ન પડતાં પાંગળા સાબિત થયા છે.

આગામી 9મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદના સ્ટેશને ઉભી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઇચ્છુક નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપાઈ છે.ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ 9મી માર્ચથી જનશતાબ્દિ ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહીત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે.

 

 

દહેજ : બેન્જો કેમ લિમિટેડના નવા પ્લાન્ટમાં સપ્લાય પાઈપલાઈન ઉપર સીડી પડતા લીકેજના કારણે લાગી આગ

  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામ રાહતનો શ્વાસ લીધો

દહેજ સેઝ-2માં આવેલી બેન્જો કેમ લિમિટેડ કંપનીમાં નિર્માણ પામી રહેલા નવા પ્લાન્ટનો RCC સ્લેબ તૂટી પડ્યો હતો. જેના પગલે ઘટનામાં એસિડ અને હોટ ઓઇલની લાઈન બ્રેક થતા આગ ફાટી નીકળી હતી.

દહેજ જીઆઈડીસી સેઝ 2માં આવેલી બેન્જો કેમ લિમિટેડ કંપનીમાં હાલ કાર્યરત પ્લાન્ટની બાજુમાં નવા પ્રોજેક્ટ હેઠળ નવો પ્લાન્ટ બની રહ્યો છે. આજે શનિવારે સવારે નવા પ્લાન્ટનો આર.સી.સી. સ્લેબ ઉપર સીડી પડતા આગ લાગી હતી. જેથી દોડધામ મચી ગઇ હતી. સ્લેબ તૂટીને બાજુમાં કાર્યરત પ્લાન્ટની એસિડ અને હોટ ઓઇલની લાઈન ઉપર પડતાં બંન્ને પાઈપલાઈનો તૂટતા આગ ભભૂકી ઉઠી હતી.

કંપનીમાં હોટ ઓઈલના લીધે આગ અને એસિડના લીધે ધુમાડાઓ નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આગના પગલે નજીકમાં આવેલા લખીગામના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાનો કોલ ફાયર, જીપીસીબી, ફેકટરી ઇન્સ્પેકટર અને દહેજ પોલીસને અપાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગણતરીના સમયમાં આગ ઉપર ફાયર ફાઈટરોએ કાબુ મેળવી લઈ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

નેત્રંગ : પ્રકૃતિ રમ્ય મોટા માલપોર ગામે કરાયું ખેડૂત તાલીમ શિબિરનું આયોજન

નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામે ખેતીવાડી વિભાગ દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ખેડૂત તાલીમ અંતર્ગત તેલીબીયા વર્ગના પાકોની ખેતી પદ્ધતિ તેમજ ખેડૂતોને રોગ જીવાત નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ   આઇ ખેડૂત પોર્ટલ પર ચાલી રહેલ ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ જગૃતિ આવે એ માટે કુદરતના ખોળે વશેલું પ્રકૃતિ રમ્ય મોટા માલપોર ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.  તાલુકા પંચાયત નેત્રંગના વિસ્તરણ અધિકારી યોગેશ પવાર તેમજ ગ્રામ સેવક અને મોટા માલપોરના  ઉપસરપંચ મીઠુબેન વસાવા માજી સરપંચ મોતી વસાવા ગામના ઉત્સાહી  ખેડૂત ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવી હતી.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

ડીઝલના અભાવે આમોદ પાલિકામાં વાહનો ધૂળ ખાઈ રહ્યા છે!

  • કચરાપેટીમાં કચરો છલકાઈ ગયો હોવા છતાં ડીઝલના અભાવે ખાલી કરાતી નથી.
  • સફાઈ કામદારો નિત્ય ક્રમ મુજબ કામ કરે છે પરંતુ ડીઝલના અભાવે કચરાપેટી ઉપાડાતી નથી.

આમોદ પાલિકાની હાલત સાવ કફોડી બનતાં ડીઝલના અભાવે વાહનો પાલિકાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે.પાલિકાના વાહનો ચલાવતા કર્મચારી પણ શાસકો પાસે ડીઝલની ભીખ માંગી રહ્યા છે પરંતુ હાલ આમોદ પાલિકામાં શાસકોના અંદરોઅંદરના ડખાને કારણે આમોદ નગરમાં વિકાસનું કોઈ કામ થતું નથી તેમજ હાલમાં પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા પાલિકાના શાસકો તેમનો ડખો નિપટાવવા માટે ફરી રહ્યા છે ત્યારે આમોદ પાલિકાના સાધનો ડીઝલના અભાવે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પા, ટ્રેકટર,કચરાપેટી ઉઠાવવાનું કન્ટેનર, શબવાહીની,ગટર સાફ કરવાનું જેટકો મશીન સહિતના વાહનો ડીઝલના અભાવે બંધ હાલતમાં પડ્યા છે.

આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરે મીડિયાને કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો જ્યારે આમોદ પાલિકાના સફાઈ કામદારના પ્રતિનિધિ મનહર સોલંકીએ જણાવ્યું હતું કે પાલિકાના સફાઈ કામદારો અમે ઉપવાસ ઉપર હોવા છતાં નિયમિત સફાઈ કરે છે પરંતુ આમોદ પાલિકમાં ડીઝલના અભાવે વાહનો બંધ હાલતમાં છે નગરના જે તે વિસ્તારમાં મુકેલી કચરા પેટીઓ કચરાથી ભરાઈ ગઈ છે.તેમજ કચરાપેટી ઉઠાવતું કન્ટેનર પણ ડીઝલના અભાવે બંધ છે છતાં સફાઈ કામદારો નિયમિત સફાઈ કરીને પોતાની કર્તવ્યનિષ્ઠા બજાવી રહ્યા છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

જાણો સેવાનાં નામે લુંટાતા લોકોની જાગૃતિ માટે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ જનહિતમાં શું કહ્યું!

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા ના વિસ્તારમાં કેટલીક લેભાગુ કંપની કે ટ્રસ્ટ દ્વારા સહાયના નામે આદિવાસીઓને લૂટવાનું કામ જોર શોર થી ચાલી રહ્યું છે, સવાલ એ છે કે આ સમગ્ર કારસ્થાન કોના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે..?

મળતી માહિતી મુજબ એક ગામ અને વિસ્તારમાં એક બે બોર સસ્તા ભાવે ઉતારી આપી ને લોકોનો વિશ્વાસ કેળવે છે અને આખરે લાખો રૂપિયા ભેગા કરીને થઇ જાય છે ફરાર..!

નર્મદા જિલ્લામાં આવાં કીસ્સાઓ કાયમ બનતાજ રહે છે, ક્યાં શુધી અભણ અને અજ્ઞાન આદિવાસીઓ સહાય કે મદદના નામે લુંટાતા રહશે? તંત્ર અને જીલ્લા પોલીસ માટે પડકાર….

સામાજિક અગ્રણી એવા માજી ધારાસભ્ય મોતિલાલ વસાવા દેડીયાપાડાએ જનહિતમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો.

જેમાં લખ્યું કે, આથી દેડીયાપાડા તાલુકાનાં ખેડુત ભાઈઓને જણાવવાનું કે દેડીયાપાડા તાલુકામાં કેટલાક લોકો વિવિધ સંસ્થાઓના નામે તેમજ ભાજપ સિવાયની કેટલીક રાજકીય પાર્ટીનાં આગેવાનો દશ કે પંદર હજાર રૂપિયા ભરી ખેડૂતોને ખેતીનાં બોર મોટર કરી આપવાની જાહેરાતો કરે છે. ૧ બોર કરવા માટે ૩૦૦ ફુટનો ખર્ચ ૩૦ હજારથી ૩૫ હજાર રૂપિયા થાય છે. તો ઉપરની રકમ આપવાની છે તે એવી ભારત સરકાર કે ગુજરાત સરકારની કોઈ યોજના નથી અને જો હોય તો સરકારશ્રીનો પરિપત્ર અથવા જાહેરાત કે પછી સોસિયલ મિડિયા પર આવેલ સિંચાઇ કે ખેતીવાડી વિભાગની જાહેરાત આ બધી વિગતોની ચકાસણીની કર્યા પછી જો તમને યોગ્ય લાગે તો તમે જે રકમ આપો છો તેની રેવન્યુ સ્ટેમ્પ વાળી રસીદ મેળવવાનો આગ્રહ રાખો કે અમે આ પાર્ટી કે સંસ્થાને આ કામ માટે રકમ આપી છે. નહીં તો આવા ઘણા બધા છેતરપિંડીનાં ગંભીર બનાવો બને છે. તો આવી યોજનાઓનો લાભ લેતા પહેલા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગ્રામ સેવક કે તલાટી પાસેથી માહિતી મેળવી લેવી જરૂરી છે.

“જનહિતમાં જારી”,

મોતિલાલ વસાવા

માજી.ધારાસભ્ય,દેડીયાપાડા

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

અંકલેશ્વર : રેઇન લાઇફ સાયન્સ કંપનીમાં થયેલ રૂપિયા 3.70 કરોડ ઉપરાંતના કેમિકલ ચોરી મામલે વધુ એક ઝડપાયો

GIDC પોલીસે આરોપીની કસ્ટડી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી.

અંકલેશ્વર GIDC માં આવેલ રેઇન લાઇફ સાયન્સ કંપનીમાં થયેલ રૂપિયા 3.70 કરોડ ઉપરાંતના કેમિકલ ચોરી મામલે વધુ એક આરોપી કોર્ટ સમક્ષ હાજર થતા GIDC પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .

અંકલેશ્વર ખાતે આવેલ રેઇન લાઇફ સાયન્સ કંપનીમાંથી એન્ટ્રોવેસ્ટેટીન કેલ્શિયમ ટ્રાય હાઇડ્રેડ નામનો કેમિકલ પાઉડર કિંમત રૂપિયા 3 કરોડ 70 લાખ 21 હજારની ચોરી અંગેની ફરિયાદ GIDC પોલીસ મથકમાં ઓગસ્ટ 2020 માં નોંધવા પામી હતી .

આ મામલે પોલીસે અગાઉ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પંરતુ મૂળ અમરેલીના રહેવાસી અને હાલ રાજકોટના 47 ગણેશપાર્ક સોસાયટીમાં રહેતો આરોપી મયુર ચંદ્રકાંત સાદરાણીનાઓ ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થયા હતા . જેઓ ગત તારીખ 04 માર્ચ 2022 ના રોજ અંકલેશ્વર ખાતે હાજર થતા કોર્ટે આરોપી મયુરનો કબ્જો GIDC પોલીસ મથકને સોંપતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

તા.૧૩મી માર્ચ આહવાના આંગણે આવી પહોંચશે ડાંગ દરબાર’ની શાહી સવારી

  • ઐતિહાસિક અને ભાતિગળ એવા “ડાંગ દરબાર”ના પારંપરિક લોકમેળાની શાહી સવારી, આગામી તા.૧૩મી માર્ચે આહવાના આંગણે આવી પહોંચશે.

“કોરોના કાળ” દરમિયાન સને.૨૦૨૧ના વિરામ બાદ ફરી એકવાર ડાંગને આંગણે ભાતિગળ લોકમેળાની ભવ્ય ઉજવણીનુ જિલ્લા વહીવટી તંત્રે આયોજન હાથ ધર્યુ છે. ડાંગ દરબારની પરંપરા અનુસાર આ વર્ષે તા.૧૩ થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન “ડાંગ દરબાર”નો લોકમેળો યોજાશે. જેનુ ભવ્ય ઉદ્દઘાટન તા.૧૩/૦૩/૨૦૨૨ના રોજ રાજયપાલની ઉપસ્થિતિમા કરાશે.

આ ઉદ્દઘાટન સમારોહની સાથે સાથે ડાંગના માજી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા સહિત તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવાનો કાર્યક્રમ, અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ થશે. ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ તા.૧૩ થી ૧૬ માર્ચ સતત ચાર દિવસો સુધી, આહવાના રંગ ઉપવનના તખ્તે સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર રજુ થશે, જ્યારે આહવા નગરના આંગણે વિવિધ ચીજવસ્તુઓ અને ખાણીપીણીની સેંકડો દુકાનો, સ્ટોલ્સ, અને પ્રજાજનોના મનોરંજન અર્થે ચગડોલ સહિતના નવીન આકર્ષણો પણ ઉમેરાશે. સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય જાણકારી સાથેના માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સ પણ લોકમેળાનુ આકર્ષણ બનશે.

સાંસદ મનસુખભાઇ વસાવાએ પાટવલીના ગુમીના ફળિયામાં આગ લાગવાના ઘટના સ્થળની લીધી મુલાકાત

  • સાંસદ મનસુખભાઇ વસાવા સહિત અન્ય પદાધિકારીઓના હસ્તે અસરગ્રસ્ત ગુમીના ફળિયાના ૧૧ જેટલા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ્સનું વિતરણ કરાયું

નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકાના પાટવલીના ગુમીના ફળિયામાં તા. ૨ જી માર્ચ, ૨૦૨૨ ના રોજ  આકસ્મિક રીતે અચાનક આગ લાગવાની બનેલી ઘટનાથી ૧૧ જેટલા પરિવારોના કાચા ઘરો સળગી ગયા હતાં. જેની ગઇકાલે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ મુલાકાત લઇને આ પરિવારોને આશ્વાસન આપ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના  હસ્તે જીવનજરૂરી ચીજવસ્તુઓ-સામગ્રી ઉપરાંત જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળ ગુમીના ફળિયાના ૧૧ જેટલા પરિવારોને  જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ્સ આપી હતી.

આ પ્રસંગે   પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ  સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

દેડીયાપાડા : પત્રકાર સર્જન વસાવાને પ્રશંસા એવોર્ડ-2022 થી કરાયા સન્માનિત

  • આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં સંસ્થાપક ડૉ. ટી. એમ. ઓનકાર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશ ને  માટે અન્યાય, શોષિત, વંચિતો ગરીબોની અભિવ્યક્તિ નો અવાજ મીડિયાના માધ્યમ થી તંત્ર સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા સેવાભાવી સામાજિક સંસ્થા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ, શૈક્ષણિક કીટ, તેમજ નાની મોટી મદદ કરી જરૂર સામગ્રીઓ આપવાનું કાર્ય એક બખૂબી પણે કરી રહ્યા છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગારદા નાં યુવા પત્રકાર એવા સર્જન વસાવા એ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેઓ લોકશાહી નો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગત ની દુનિયા માં બેસ્ટ પત્રકારત્વનું બિરુદ આપી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં IHRPC નાં સંસ્થાપક ડૉ. ટી.એમ. ઓંનકાર દ્વારા (APPRECIATION AWARD)

“પ્રશંસા એવોર્ડ- 2022” થી નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમના આ સન્માન ને પગલે સમાજ અને તાલુકા, જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં સંસ્થાપક ડૉ. ટી.એમ. ઓંનકાર દ્વારા ભરૂચ ખાતે (APPRECIATION AWARD) પ્રશંસા એવોર્ડ – 2022 એનાયત કરવામાં આવ્યો હતો, અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ના સંસ્થાપક ડૉ. ટી.એમ.ઓનકાર, નેશનલ જનરલ સેક્રેટરી શ્રી.હરસુખ દેલવાડિયા, નેશનલ મેનેજર નિહાલખાન, પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન જયદીપ પટેલ, કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન ઈશ્વર વસાવા તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી કર્યો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

  • ભરૂચ, અંકલેશ્વર અને વાલિયાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને સર્કલ ઓફિસરને જાહેરમાં અપશબ્દો બોલવાની ઘટનાના એક્શન રિએક્શન હવે ગંભીર આવી રહ્યાં છે. સાંસદ માફી માંગેની માંગ સાથે સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ ગઈકાલે ગુરૂવારે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. તેમજ આજે શુક્રવારે માસ સીએલ પર ઉતરી ગયા હતા. જેની સાથે જ ભરૂચ જિલ્લામાં પણ આજે ભરૂચ, અંકલેશ્વર અને વાલિયામાં મહેસુલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા. જેના પગલે આજે કામકાજ અર્થે આવેલા કેટલાય અરજદારો અટવાયા હતા.

અત્રે નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવાના વણી વિલાસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા પામ્યો હતો. જેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા. ભરૂચ, અંકલેશ્વર અને વાલિયાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી. મહેસૂલી કર્મચારીઓ સામુહિક રજા ઉપર ઉતરી જતા આજે કામ કાજ અર્થે આવેલા કેટલાય અરજદારો અટવાઈ ગયા હતા. આ સાથે જ સાંસદ મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!