ગઇ તા .૦૭ / ૦૩ / ૨૦૨૨ ના રોજ ‘ સી ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કસક સર્કલ પાસે ફરીયાદી કચ્છ સ્ટેશનરીમાં ફાઇલ લેવા ગયેલ ત્યાંથી ફરીયાદી કસક સર્કલ પાસે આવેલ ઘરડા ઘર પાસે જતા હતા તે વખતે અજાણ્યા રીક્ષા ચાલકે ફરીયાદીને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રીક્ષામા બેઠેલા પાછળના સીટ ઉપર બેસેલ બે અન્ય ઈસમોએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીનુ ગળુ દબાવી ફરીયાદીના ખિસ્સામાંથી રૂપિયા ૪૯,૫૦૦/ – કાઢી લઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વોડાફોનના સ્ટોર પાસે રીક્ષામાંથી ઉતારી આ ત્રણેય ઇસમ રીક્ષા લઈને ભાગી જતા ત્રણેવ વિરૂદ્ધ સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પામી હતી.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક ગુનો ડીટેકટ કરવા તથા આરોપીઓની શોધખોળ કરવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સુચના આપવામાં આવતા ભરૂચ સી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ભરૂચ શહેરના રાજ્ય સરકારના મહત્વકાંક્ષી Video integration & State Wide Advance Security પ્રોજેકટના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા શંકાસ્પદ ઓટો રીક્ષા આટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ – 16 – Y – 0957 જણાઈ આવેલ હતી.જે રીક્ષાની વધુ તપાસ માટે ઓટો રીક્ષાના આર ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ – 16 – Y – 0957 ને સરકારના ઈ – ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટ – કોપ મોબાઇલમાં સર્ચ કરતા વાહન બાબતે વધુ તપાસ કરતા જે બાબતે સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા આ ઓટો રીક્ષા વાહન ચાલક અંકલેશ્વર ખાતે રહેતા મકસુદ યાકુબ પટેલ રહે- સુરતી ભાગોળ હાઉસીંગ બોર્ડ અંકલેશ્વર જી ભરૂચની હોવાનું જાણવા મળેલ તે અને તેની સાથે અન્ય બે ઇસમોએ ભેગા મળીને આ લુંટની ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળ્યું હતું.
દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ કે આ ઓટો રીક્ષા લઈ ૩ આરોપીઓ અંક્લેશ્વર થી ભરૂચ તરફ આવવા નિક્ળ્યા છે. જેના આધારે ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર ખાનગી રાહે વોચમાં રહી ઉપરોકત નંબર વાળી ઓટો રીક્ષા આવતા જેને રોકી લઇ ઓટો રીક્ષા સાથે ત્રણેય ઇસમો કાદર ઉર્ફે બટકો અબ્દુલ શેખ ઉ.વ -૫૪ રહે – મુસ્લીમ સોસાયટી કોસંબા ઓવરબ્રીજ નીચે કોસંબા તા – માંગરોલ જી – સુરત, મકસુદ ચૂકુબ પટેલ રહે – સુરતી ભાગોળ હાઊસીંગ બોર્ડ અંકલેશ્વર તા- અંક્લેશ્વર જી – ભરૂચ, મહમંદ રીઝવાન ઉર્ફે સોહેલ અબ્દુલ વહાબ ખલીફા રહે હાલ બાબુભાઈના મકાનમાં બગીચાની પાસે યાવજગામ તા જી ભરૂચ મુળ રહે – લીંબડી ચોક દરગાહ પાસે તા.જી.ભરૂચ ને મુદ્દામાલમાં એક ઓટો રીક્ષા અંદાજીત કિંમત રુપિયા ૩૫,૦૦૦/-, એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા ૬૦૦૦/-, એક નોકીયા કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા ૫૦૦૦/-, એક આઈટેલ કંપનીનો સાદો કી પેડ વાળી મોબાઇલ જેની અંદાજીત કીંમત રૂપીયા ૫૦૦/- અને રોક્ડા રૂ. ૨૬૦૦૦/- સાથે ઝડપી પાડયા હતા.હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા છે.