- SOU પાસે ફૂડકોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાતાં પ્રવાસીઓ લારી ગલ્લાના નાસ્તાના ભરોસે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોળીની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધે તેવી આશા સેવાઈ છે. અત્યારથી 31 માર્ચ સુધી વ્યુઇંગ ગેલેરીની ટિકિટો ઓનલાઈન બુક થઈ ગઈ છે.પ્રવાસીઓની સંખ્યામાં વધારાના સમયે જ ફૂડ કોર્ટમાં રૂપિયા 40ની ચા અને 60માં કોફી તથા 50ના બે સમોસા વેચવા છતાં કોન્ટ્રાક્ટરોને ભાડૂં પોસાતું ન હોવાથી ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાઈ છે.
હવે પ્રવાસીઓએ નાસ્તો કે જમવાનો પ્રશ્ન ઉભો થયો ગરુડેશ્વર કે રાજપીપલા જમવા જવું પડે છે. સ્ટેચ્યુ પરિસરમાં પાણી સિવાય કાંઈ મળતું નથી. બહાર નીકળતા સ્થાનિકોની દુકાનોમાં નાસ્તો મળી રહેતાં પ્રવાસીઓને રાહત થઈ હતી.એટલે કેવડિયા માં જમવા માટે સારા રેસ્ટોરન્ટ પણ બને એવી બધા પ્રવાસીઓની માંગ છે.