નેત્રંગ ખાતેના ચકચારી બનાવમાં 14 વર્ષની સગીરા ઉપર 4 દીકરીના પિતાએ વિશ્વ મહિલા દિવસની આગલી રાત્રે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનામાં દીકરી સાથે બળજબરી કરતા પિતા જોઈ જતા બેશરમ થઈ બળાત્કારી અને તેના ભાઈ સહિત પરીવારની મહિલાઓ ભોગ બનનાર દીકરીના પિતા ઉપર ટૂટી પડ્યા હતા અને માર માર્યો હતો અને ધમકીઓ આપી હતી.
આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા તેની કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વરના ડીવાયએસપીએ જાતે તપાસ સંભાળી પ્રથમ મુખ્ય બળાત્કારી મુકેશ ભરવાડને પકડી ત્યારબાદ બીજા દિવસે ભરત ભરવાડને ઝબ્બે કરી ભરૂચ પોકસો કોર્ટ અને ભરૂચ જેલમાં રીમાન્ડ માટે તજવીજ કરતા કોર્ટે બન્ને ઇસમોના રીમાન્ડ ના મંજુર કર્યા હતા.
તા. 7 માર્ચના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામા મુકેશ રાજા ભરવાડે એક સગીરવયની છોકરીને સોશીયલ મીડીયાના માધ્યમથી મેસેજ કરી દબાણ કરી બોલાવી અને સગીરા ઉપર જબરદસ્તી કરી, બળજબરી પુર્વક તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરતા શોધખોળ કરતા ભોગ બનનારના પિતાએ દીકરીને દુષ્કર્મીના સકંજામાંથી છોડાવતા સગીરાના પિતાને પછાડી માર માર્યો હતો. આ બનાવની નેત્રંગ પો.સ્ટેશનમાં બળાત્કાર તથા મારામારી તથા એટ્રોસીટી એકટ મુજબની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલીક અલગ અલગ પોલીસ માણસોની ટીમો બનાવી મુકેશ ભરવાડને અરેસ્ટ કરી બીજા દિવસે તેના ભાઈ ભરત ભરવાડને પકડી જેલભેગા કરી ગુનાનો ભેદ ઉકેલવા પુરાવા એકત્રીત કરવા એફ.એસ.એલ.ની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી હતી. ટુંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે તેવું ચિરાગ દેસાઈ ડીવાયએસપી અંકલેશ્વરએ જણાવ્યું હતું.