- 8 દુકાન અને એક ફ્લેટ સીલ કરાયો
ભરૂચ નગર પાલિકા દ્વારા 20 હજાર જેટલા બાકીદારો પાસેથી રૂ. 7 કરોડના બાકી વેરાની વસુલાત સામે હવે મિલકતો સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ભરૂચ નગર પાલિકાની વેરા વસુલાતની ટીમોએ આજે શનિવારે શહેરમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી બાકી મિલકત વેરા સામે સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું હતું.
જેમાં શહેરના ડ્રિમ લેન્ડ પ્લાઝામાં 221થી 227 નંબરની 7 દુકાનો પાસેથી બાકી રૂ. 66 હજાર ઉપરાંતની વસુલાતમાં મિલ્કતોને સીલ મારી દેવાયું હતું. અપ્સરા એપાર્ટમેન્ટની એક દુકાનના રૂ. 58 હજાર અને ફ્લેટનો 75 હજાર વેરો બાકી હોઈ બંન્ને મિલકતને પણ સીલ કરી દેવાઈ હતી.
નોંધવું રહ્યું છે કે સિલિંગમાં કોમર્શિયલ મિલકતો સાથે રહેણાંક મિલકતનું પહેલા પાણી જોડાણ અને તે નહિ હોય તો મિલકત સીલ કરવાની કામગીરી કરાશે. આ સિલિંગથી બચવા મિલકત ધારકોએ તેમનો બાકી વેરો ભરપાઈ કરી દેવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.