The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 136

હાંસોટ તાલુકાના ઈલાવ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો

હાંસોટ તાલુકાની આર. કે. વકીલ હાઈસ્કૂલ ઈલાવ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી.સ્વાગત પ્રવચન હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશભાઈ જોષીએ કર્યું હતું.પધારેલ તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

આ પ્રસંગે બિરલાના માધુર સિંધાલ,અર્પણા કિશોરે, અરુણગોસ્વામી,રાજદીપસિંહ પરમાર, રિંકલ પરમારની ઉપસ્થિતમાં 118 છોકરીઓ પ્રથમને 5000 દ્વિતીય 3000 તૃતીય 2000 આવનાર દીકરીઓને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.વધુમાં હાઈસ્કૂલના સમગ્ર પરિવાર, પ્રાથમિક વિભાગ પરિવાર, મંડળના સભ્યો,જોઈન્ટ સેક્રેટરી, હાંસોટ તાલુકાના કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ,સાહોલ શાળા શિક્ષક નિલેશકુમાર સોલંકી, ઈલાવના ગૃપાચાર્ય દિપકભાઈ સોલંકી, ઈલાવ આશ્રમશાળાના આચાર્ય સુરેશભાઈ, બાલોતા શિક્ષિકા રીટાબેન પટેલ તેમજ બેંક ઓફ બરોડાના ઉર્મિલાબેન પણ હાજર રહ્યા હતા.આભારવિધિ રિંકલબેન પરમારે કરી હતી.

ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલી નું કરાશે આયોજન(VIDEO)

  • જંબુસરના અણખી ગામે થી બાઈક રેલીનો થશે પ્રારંભ.
  • ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભામાં આગામી ચાર દિવસમાં યાત્રા ફરશે.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ  તેમજ ભાજપ સ્થાપના દિનની ઉજવણી અંતગર્ત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૬ થી ૯ એપ્રિલ ચાર દિવસીય બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા તેની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ભાજપ સ્થાપના દિન ની ઉજવણી અંતગર્ત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૬ થી ૯ એપ્રિલ એમ ચાર દિવસીય ભરૂચ જીલ્લા ની પાંચ વિધાનસભા માં બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન ભાજપ કાર્યાલય ખાતે યુવા પ્રમુખ ઋષભ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં યુવા પ્રમુખ ઋષભ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ૬ એપ્રિલ થી ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે થી બાઈક યાત્રાનો પ્રારંભ થશે જે વિવિધ મંડલોમાં ચાર દિવસ ફરશે અને આ યાત્રાની પુર્ણાહુતી ઝાડેશ્વર ખાતેના સાંઈ મંદિર ખાતે કરવામાં આવશે.આ યાત્રામાં ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની,શહીદ પરિવાર તેમજ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સના ઘર આંગણની માટી કળશમાં લઈ પ્રદેશ યુવા પ્રમુખ આગામી ૨૬ મી એપ્રિલના રોજ નેત્રંગ ખાતે પ્રદેશની બાઈક યાત્રા લઈને આવનાર છે જેને આ કળશ અપર્ણ કરવાનો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.

આ પ્રસંગે યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,યુવા મોરચાના કોષાધ્યક્ષ વિજય પટેલ,યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણ,યુવા મારોચાના મીડિયા કન્વીનર વિરલ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા આદિવાસી સમાજે આપ્યું આવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો.જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી. દરમિયાન ગુજરાત સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા હતા. નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા બાદ મામલો થાળે પડશે એવી તંત્રની ધારણા ખોટી પડી છે.

નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવાની માગ સાથે કેવડિયા બચાઓ આંદોલન સમિતિના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટી સંખ્યામાં હાજર આદિવાસી આગેવાનોએ નર્મદા કલેકટરને રજુઆત કરી હતી. મહારાષ્ટ્રના આગેવાનોએ ચીમકી આપી હતી કે જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નહિ નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર રસ્તા રોકો આંદોલન કરીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આદિવાસી સમાજ સાથે છે કે નિલેશ દુબે સાથે એની ચોખવટ કરે.

સરકાર આદિવાસી સમાજની અનદેખી કરી નિલેશ દુબેને છાવરે છે, સરકાર કાયદાને ઘોળીને પી ગઈ છે. જ્યારે ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહિ મળે તો આખો આદિવાસી સમાજ રોડ પર ઉતરી પડશે.નર્મદા જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન થાય છે એની માટે વહીવટીતંત્ર અને પોલીસ જવાબદાર છે. જો આદિવાસીઓ કાયદાની ઉપરવટ જાય તો લાઠીચાર્જ કરાય અને ન્યાય માટે આગળ આવે તો ફરિયાદ લેવાતી નથી. જેથી ઉપસ્થિત આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી.

ભરૂચ જિલ્લા પંચાયત આયોજિત આંતર તાલુકા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ -૨૦૨૨નું થયું સમાપન(VIDEO)

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે ગત તા. ૨જી થી ૪થી એપ્રીલ ૨૦૨૨ સુધી ભરૂચ જિલ્લા પંચાયત આયોજીત આંતર તાલુકા ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આજે સમાપન પ્રસંગે ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી અને તમામ રનરર્સઅપ ખેડાલીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયત આયોજીત આંતર તાલુકા ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨ પોલીસ હેડક્વાટર્સ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.તા.૪થીના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત વાગરા ને જિલ્લા પંચાયત શિક્ષણ શાખાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. આ મેચમાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના રમતવીરોએ પ્રતિસ્પર્ધી ટીમને ૧૪.૧ બોલામાં ૧૨૮ રન ખડકી પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.

વિજેતા ટીમને કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ડી. સુમેરા, ડીડીઓ યોગેશ ચૌધરી, પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભવઓના હસ્તે ટ્રોફી અને મેડલ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થીત તમામ મહાનુભવો અને જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વિજેતા ખેલાડીઓને વધાવી અભિનંદન પાઠવ્યા હતા.

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે નવનિર્મિત બાસ્કેટબોલ,ટેનીશ કોટ,વોલીબોલ ગ્રાઉન્ડનું કરાયું ઉદ્દધાટન

  • ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના સહયોગથી રૂપિયા દોઢ કરોડના માતબર ખર્ચે નવનિર્માણ કરાયું.

ભરૂચ શહેરની જનતામાં ખેલકૂદ ક્ષેત્રે રૂચી વધે તેમજ જિલ્લાના રમતવીરો રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવે તે હેતુસર સાથે તમામ સુવિધા એક જ સ્થળે મળી રહે તેવા આશયથી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પ્રયત્નો થકી પોલીસ હેડક્વાટર્સ ખાતે નવનિર્માણ પામેલ બાસ્કેટ બોલ અને ટેનીશ કોટ, વોલીબોલ ગ્રાઉન્ડનું આજ રોજ ઉપસ્થીત મહાનુભવોના હસ્તે ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ પોલીસ હેડકવાટર ખાતે ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના રૂપિયા દોઢ કરોડ જેટલી માતબર રકમના સહયોગથી નવનિર્માણ કરવામા આવેલ બાસ્કેટ બોલ / ટેનીસ કોર્ટ અને વોલીબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ ભરૂચ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ડી. સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યઅનુદાતા જે . એસ . નાયક -એમ. આર. એફ. લીમીટેડ દહેજ,ઓ.એન.જી.સી પેટ્રોએડીસન્સ લીમીટેડ(ઓપાલ)દહેજ,બિરલા ગ્રાસીમને  યોગેશ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ અને રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોલીસ અકધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, અવાનારા સમયમાં ભરૂચ જિલ્લાના પોલીસ યુવાનો અને જિલ્લાના તમામ રમતવીરો આ ગ્રાઉન્ડનો સારી રીતે ઉપયોગ કરી રમતગમત ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવે એવા શુભાષય થી આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે અને આ તકે તમામ સહયોગ કરનાર દાતાઓનો ભરૂચ જિલ્લા અને જિલ્લા પોલીસ વતી આભાર માનું છું કે જેમણે માતબર યોગદાન આપી રમતવીરોને મોટીવેશન પુરૂ પાડ્યું છે.

નેત્રંગના ધારીયા ધોધમાં મોતને ભેટેલા બે હરિભક્તિની સ્મશાનયાત્રામાં જનમેદની ઉમટી

ઉબેર ગામના બે યુવાનો ધારી ધોધમાં ડૂબી ગયાં હતાં તેમની સ્મશાન યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી.અને આખું ગામ હિબકે ચઢ્યું હતું ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.

નેત્રંગના ધારીયા ધોધ ઉપર જંબુસર તાલુકાના ઉબેર ગામના હરિભક્તો સ્વામિનારાયણ મંદિરે   આત્મીય સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગયાં હતાં જ્યાં કરજણ નદીમાં મિત્રો ન્હાવા પડયાં હતા  તે દરમ્યાન નાહવા પડેલો એક મિત્ર અચાનક ડૂબવા લાગ્યો હતો કે ડૂબતા સાથી મિત્રને  બીજા બે મિત્રો બચાવવા પડ્યા હતા  તે સમયે અચાનક બૂમાબૂમ થતા વાતાવરણ તંગ બની ગયું હતું  જંબુસર તાલુકાના ઉબેર ગામના વતની વિશાલભાઈ પરમાર અને રાકેશભાઇ પઢિયારનાઓ નું  પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ઠાકોર વિપુલભાઈ બચી જવા પામ્યો હતો તે યુવકને નેત્રંગ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે નેત્રંગ પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી બન્ને યુવકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી  સદર બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગામમાં શોકની કાલિમા છવાઈ હતી અને બંન્ને યુવકોના પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું  કુબેરના વાડીફળિયામાં વિશાલભાઈ પરમાર તથા મોટા ચકલા ફળિયામાં રાકેશભાઈ પઢિયારની લાશ આવતા જ પરિવાર હૈયાફાટ રૂદન કરતાં નજરે પડ્યાં હતા બન્ને જીગરી દોસ્તોની અંતિમ વિધિ સ્મશાનયાત્રા એકસાથે  ઉબેર ગામમાં નીકળી હતી તે સમયે ગ્રામજનો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં  નવયુવાનોની સ્મશાનયાત્રામાં આખું ગામ આક્રંદ કરતું હિબકે ચડયું હતું અને ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાને નકારતા સી.આર.પાટીલ

ગુજરાતમાં જે રીતે રાજકીય પક્ષો સક્રિય થયા છે તે જોતા કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપના અધ્યક્ષ સી.આર, પાટીલે રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે ની શક્યતાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે ભાજપ સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતમાં યોજાવાની શક્યતા છે.ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના 200 દિવસ પૂરા થવાના અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કલું કે કોઇપણ રાજ્યમાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની રહે છે. કોઇપણ રાજકીય પક્ષ તેમના પર દબાણ ન કરી શકે. અમને એવા કોઇ સંકેત મળ્યા નથી કે ચૂંટણી પંચ આ વખતે વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે.

ભાજપ દ્વારા આવી કોઈ માંગણી કરવામાં આવી નથી. અમને આ માટે કોઇ કારણ દેખાતું નથી, રાજ્ય સરકાર તેનું કામ સારી રીતે કરી રહી છે અને તે તેનો કાર્યકાળ પૂર્ણ કરશે.પંજાબની ચૂંટણીમાં જોરદાર જીત બાદ આમ આમા આદમી પાર્ટીએ ગુજરાતમાં પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો.જેમાં પંજાબના નવા સીએમ ભગવંત માન પણ તેમની સાથે સામેલ થયા હતા, આ દરમિયાન ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી. આ સંદર્ભે જ્યારે ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલને પૂછવામાં આવ્યું કે શું ભાજપ આપ ને એક પડકાર તરીકે જુએ છે તો તેમણે કહ્યું કે ભાજપ હંમેશા લોકોના સંપર્કમાં રહ્યો છે અને સત્તામાં રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રહેશે.

આમોદના નાહીયેર ગામે અતુલભાઈ પુરોહિતના કંઠે સુંદરકાંડનો પાઠ યોજાયો

આમોદ તાલુકાના નાહીયેર ગામે હઠીલા હનુમાન મંદિરે આજ રોજ હીર-દેવી ક્લાવૃંદ તરફથી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરાના યુનાઇટેડ વે ના પ્રસિદ્ધ ગરબા ગાયક શ્રી અતુલભાઈ પુરોહિતના મધુર કંઠ દ્વારા સુંદરકાંડનું લોકોને શ્રવણ કરવામાં આવ્યું હતું.અતુલ પુરોહિતના સુમધુર કંઠથી ગવાયેલા સુંદરકાંડ ઉપર લોકો ભક્તિમાં તરબોળ બન્યા હતાં.તેમજ પ્રસિદ્ધ ગરબા ગાયકે લોકોની માંગણીને માન આપી સ્વ કંઠે ગરબા પણ ગાતાં લોકો ઝૂમી ઉઠયા હતાં. સુંદરકાંડનો આજુબાજુના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ભક્તિમાં તલ્લીન બન્યા હતાં.અને સુંદરકાંડ બાદ આરતી કરી લોકોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો.

આ પ્રસંગે હીરલ પટેલે જણાવ્યું હતું કે નાહીયેર ગામ ખાતે હઠીલા હનુમાન મંદિરે હીર-દેવી ક્લાવૃંદ તરફથી સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો હતો.જેમાં લોકોને ઘણો આનંદ થયો હતો.અતુલભાઈ પુરોહિત દ્વારા ગરબા પણ ગવડાવતા લોકોને ખૂબ આનંદ થયો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

જંબુસરથી નેત્રંગ ધારિયા ધોધમાં ન્હાવા ગયેલા 3 પૈકી 2નાં મોત(VIDEO)

નેત્રંગના ઘણીખૂટ ગામે કરજણ નદી પર આવેલાં રમપમ ધોધથી ઓળખાતા ધારીયા ધોધ ઉપર વિકેન્ડ માણવા આવેલાં બે યુવાનો ડૂબી જતાં મોત ને ભેટ્યાં હતા. જયારે અન્ય ડૂબતા યુવકને બચાવી લેવાયો હતો. આ યુવકની તબિયત વધારે લથડતાં અંકલેશ્વર ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

રવિવારે જંબુસર તાલુકામાં ઊબેર ગામનાં લોકો નેત્રંગ ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરે આત્મીય સ્નેહ મિલનમાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ રવિવારે સાંજે સાત વાગ્યા બાદ ચાલું થવાનો હતો. ગામથી વેહલા આવી જતાં નેત્રંગ નજીક ધાણીખૂંટ ગામે આવેલા કરજણ નદી પરના રમપમ ધોધની મુલાકાતે ગયા હતા. જ્યાં નાહવા પડેલાં સાથી મિત્રો સાથે અચાનક આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશને જાણ થતાં નેત્રંગ પોલિસે સ્થળ ઉપર દોડી જઈ તપાસ કરી હતી. અન્ય એક યુવક ને 108 મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ બાદ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ રેફર કરાયો હતો. જ્યારે વિશાલ પરમાર અને રાકેશ પઢિયારને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યાં હતાં.

નદીથી નજીક રહેતા હસમુખ વસાવાએ કહ્યુંકે નદીથી નજીક મારુ ઘર આવેલું છે, અંદાજે ત્રણેક વાગ્યે નદી પાસેથી જોરથી બૂમો સંભળાતી હતી, કુતૂહલવશ શું થયું તે જોવા હું દોડતો ગયો, મારી ફળિયાના લોકો પણ દોડ્યા. નજીક જોયું તો માણસોનું ટોળું હતુ. બે જણ નદીમાં ડૂબી રહ્યાં હતા. કંઈ પણ વિચાર્યા વગર અમે નદીમાં ઝંપલાવી એકાદ કલાકની મહેનત બાદ બે જણને પાણીની બહાર કાઢ્યા હતા. યુવાનોએ ખૂબ પાણી પી લીધું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,નર્મદા ઉપનગર-ભરૂચ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની કરાઇ ઉજવણી(VIDEO)

ચૈત્ર સુદ એકમ અર્થાત વર્ષ પ્રતિપદા દિન.સૃષ્ટિનો પ્રથમ દિવસ બ્રહમાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું એટલે હિન્દુ ધર્મ માટે નવા વર્ષની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રતિ વર્ષ આ ઉત્સવ મનાવે છે અને સ્વયંસેવક રાષ્ટ્ર અને ઘર્મના રક્ષણના સંકલ્પ સાથે કામની શરૂઆત કરે છે આ અવસરના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,નર્મદા ઉપનગર- ભરૂચ ધ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉત્સવની ઉજવણીના ઉપક્રમે ભરૂચ નગરના કાર્યવાહ કલ્પેશભાઇનું વકતવ્ય રાખવામાં આવ્યું હતું.

તેમણે હિન્દુ સમાજનો પરંપરાગત ઉત્સવ છે.સાચા અર્થમાં હિન્દુ સમાજનું નવું વર્ષ ચેત્ર સુદ એકમનો દિવસ છે. આજથી યુગાબ્દ બદલાય છે હિન્દુ સમાજમાં આજના દિવસનું અનેરૂ મહત્વ છે તેમ જણાવી કલ્પેશભાઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું શું કામગીરી કરે છે તેનો હેતુ સમજાવ્યો હતો.તેમણે ઉમેર્યું કે આપણા ભારત વર્ષમાં નવા વર્ષે સંકલ્પ લેવાની પરંપરા છે પોતાના રાષ્ટ્રના અને ધર્મના રક્ષણ માટે પ્રત્યેક ધટક સમર્પણ માટે તૈયાર રહે તો જ ધર્મ અને રાષ્ટ્ર ટકી શકે છે.

આ વેળાએ ભરૂચ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સીપાલ ખાસ ઉપસ્થિત રહી ભારતીય સંસ્કૃતિ વિષે પોતાનું મનનીય વકતવ્ય રજૂ કર્યું હતું.વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જયોતિ પ્રભાત શાખાના મેદાન ખાતે સ્વયંસેવકો ધ્વારા પથ સંચલન ,યોગા જેવી વિવિધ પ્રવૃતિઓ થકી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નર્મદા ઉપનગરના કાર્યવાહ નિશાંત પ્રજાપતિ,સ્વયંસેવક ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!