The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 135

જંબુસર તાલુકાના અણખી ગામે થી ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનો કરાયો પ્રારંભ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ ભાજપના સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારોમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ યુવા ભાજપ મોરચા દ્વારા યુવા પ્રમુખ રૂષભ પટેલની અધ્યક્ષતામાં જંબુસર તાલુકાના અણખી  ગામેથી બાઇક રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ બાઈક રેલી ભરૂચ જિલ્લાના પાંચેય વિધાનસભા તબક્કાવાર ફરી સ્વાતંત્ર સેનાની શાહિદ પરિવાર તેમજ ફ્રન્ટ લાઇન  કોરોના વોરિયર્સ ના ઘરના આંગણાની માટી કળશમાં લઇ પ્રદેશ યુવા પ્રમુખ આગામી ૨૬મી એપ્રિલ ના રોજ નેત્રંગ ખાતે પ્રદેશની બાઈક યાત્રા લઈને આવનાર છે જેને કળશ અર્પણ કરી જિલ્લાના સ્વાતંત્ર સેનાની,શહીદ પરિવાર કોરોના વોરિયર્સસો ને દેશ માટે આપેલી સેવાઓ અને બલિદાનોને યાદ કરી સન્માન આપવામાં આવનાર હોય ભરૂચ યુવા ભાજપ દ્વારા અણખી ગામે થી બાઇક રેલી કાઢવામાં આવી હતી.આ બાઇક રેલીમાં યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, ધર્મેન્દ્ર પુષ્કર્ણા, શક્તિસિંહ પરમાર જયદીપ પટેલ, પાર્થ પટેલ, ભાવિક પટેલ, અમિત રબારી સહિતના જંબુસર તાલુકાના યુવા મોરચાના સદસ્ય અને મોટી સંખ્યામાં યુવાવર્ગ  ઉપસ્થિત રહી બાઈક રેલીને સફળ બનાવી હતી.

CNG ના ભાવ વધારાથી ભરૂચ રીક્ષાચાલકો પરેશાન,જાયે તો જાયે કહાંની પરીસ્થીતી!(VIDEO)

ગુજરાત ગેસે સી.એન.જી ગેસના ભાવમાં એક સાથે 6.45 રૂપિયા વધારી નાખતા ભરૂચ રીક્ષા ચલાવી પેટીયુ રળતા ચાલકોની જાયે તો જાયે કહાંની પરીસ્થીતી નીર્માણ થતા તેમની મુંઝવણ વધી છે. હવે CNG ની સવારી પણ સામાન્ય માણસો ને મોંઘી જ પડશે.

સી.એન.જી.ના ભાવમાં રૂ,૬.૪૫ વધી જવા પામતા ભરૂચમાં ગત રાત થી રીક્ષા ચલાવી પેટીયું રળતા ચાલકો ગાડીનો હપ્તો ભરવા, ઘર ચલાવવા રીક્ષાભાડામાં કેટલો વધારો કરશે ? અને શું આ ભાવ વધારાથી પ્રજા રીક્ષામાં બેસસે જેવા સવાલો ના પગલે તમામ રીક્ષા ચાલકોની સ્થીતી જાયે તો જાયે કહાં જેવી નિર્માણ થવા પામી છે.

આ અંગે જયભારત રીક્ષા એસોશિયેસનના પ્રમુખ આબીદ મીર્જાએ જણાવ્યું કે સી.એન.જી. ગેસ ગુજરાતમાં જ બને છે તો ગુજરાતમાં ભાવ વધારો કેમ ? ગુજરાત સરકારે રીક્ષાચાલકોને ધ્યાને રાખી તાત્કાલીક સી.એન.જી.ના ભાવમાં સુધારો કરી ઓછો કરવો જોઇએ અને સાથે એમ પણ જણાવ્યું કે જો આગામી ત્રણ દિવસમાં આ ભાવ વધારો પાછો નહીં લેવાય તો ભરૂચ નહી પણ ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ સહિત તમામ એસોશિયેસન પ્રમુખો સાથે મળી ગાંધીનગર ખાતે ધરણાં યોજી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરશે.

ભરૂચ જિલ્લાના સરકારી તબીબોની હડતાળ 3જા દિવસે પણ યથાવત (VIDEO)

  • ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિલ્લામાં વિવિધ પડતર માંગણીઓ નહીં સ્વીકારમાં આવતા સરકારી તબીબોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી.

ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ સરકારી તબીબો પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ નહિ આવતા ગત તારીખ-4થી એપ્રિલથી હડતાળ  પર ઉતર્યા છે જે હડતાળમાં ભરૂચ જિલ્લાના વર્ગ 1 અને 2ના 90 તબીબો પણ જોડાયા છે ભરૂચ જિલ્લાના પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ સરકારી તબીબો એન.પી.એનની 2017થી ચુકવણી,પ્રમોશન સહીત 18 માંગણીઓ સ્વીકાર નહિ આવતા વિરોધ નોંધાવ્યો હતો.

આજરોજ  ત્રીજા દિવસે તબીબોએ સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલી કાઢી હતી અને વિરોધ કર્યો હતો. તબીબોની હડતાલને લઈ જિલ્લામાં આરોગ્યની સેવાઓ,ઓપીડી, પોસ્ટમોર્ટમ, ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ છે જેને પગલે દર્દીઓ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

દેડીયાપાડા શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ખાતે બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીની હાલત લથડી

  • શાળાના સંચાલકો તેમજ ખાખીએ માનવતા મહેકાવી

દેડીયાપાડા ખાતે આવેલ શ્રી.એ.એન બારોટ વિદ્યાલય ખાતે ધોરણ 10 SSC પરીક્ષા કેન્દ્રમાં કુલ 18 બ્લોક છે, જે પૈકી વિજ્ઞાન વિષયની પરીક્ષા દરમિયાન ચાલુ પરીક્ષાએ માલસામોટ ગામની વિદ્યાર્થીની વસાવા સુરમીલાબેન ની અચાનક તબિયત લથડતા, તાત્કાલિક હાજર સંચાલકો દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવવી પડી હતી, ત્યાર બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી તથા સંચાલક યોગેશ ભાલાણી અને પરેશ સાયોદિયા, તેમજ GRD બહેનો અને 108 ના કર્મચારીઓની મહેનતથી વિદ્યાર્થીને એમ્બ્યુલન્સ માંજ સારવાર આપીને,ચા બિસ્કીટ આપી પુનઃ પરીક્ષા ખંડમાં બેસાડી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

આમોદમાં પવિત્ર નવરાત્રી અને રમઝાનના તહેવારો ટાણે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

  • નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ.

આમોદ નગરમાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો તેમની પડતર માંગણીઓને લઈને પ્રતીક ઉપવાસમાં જોડાયા છે.ત્યારે નગરમાં ચારે તરફ ગંદકીને કારણે લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.આમોદ પાલિકાના શાસકો એક તરફ પ્રમુખ ઉપપ્રમુખની વિરુદ્ધ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે રાજકીય સોગઠાબાજી વ્યસ્ત બન્યા છે.

બીજી બાજુ સફાઈ કામદારો પ્રતીક ઉપવાસમાં જોડાઈ સફાઈ કામગીરી બંધ કરી સંપૂર્ણ હડતાળમાં જોડાયા છે.જેથી આમોદ નગરમાં મુકેલી કચરપેટીઓ પણ છલકાઈને કચરો રસ્તા ઉપર ઉડી રહ્યો છે.તેમજ બજારમાં લોકો પણ સડેલા શાકભાજી સહિતની વસ્તુઓ રસ્તા ઉપર નાંખતા હોય કચરાના ઢગલાથી જાણે ઉકરડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.અને અસહ્ય ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે નગરજનોમાં ગંભીર રોગચાળો ફેલાઈ તેવી દહેશત ફેલાઈ ગઈ છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર જંબુસરને આવેદનપત્ર અપાયું

જંબુસર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે જંબુસર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલ ગેસના બોટલ ખાદ્યતેલ સહિતના ભાવો સતત બે વર્ષથી ખાદ્યતેલમાં દોઢગણું દવામાં ૬૦ ટકા તથા મસાલામાં ૩૦ ટકા જેટલો ભાવ વધારો થતો રહ્યો હોય  સામાન્ય જનતાને જીવવું દુષ્કર બની ગયું છે મધ્યમ વર્ગ મહેનત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હોય  અને તેમાં મોંઘવારીએ માઝા મૂકી છે જેને લઇ જનતાની પડખે કૉન્ગ્રેસ આવી અને ઠેર ઠેર  મોંઘવારી મુદ્દે પ્રદર્શન આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે  જે અંતર્ગત આજરોજ મહંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત  જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્ચાર્જ મામલતદાર જંબુસર એ  ડી પટેલને  ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની અધ્યક્ષતામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું  જેમાં તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ અગ્રણી પ્રભુદાસ મકવાણા શહેર પ્રમુખ જાવેદ તલાટી વિપક્ષનેતા સાકીરભાઇ મલેક સહિત ઉપસ્થિત રહ્યાં હતા..

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપા સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે  લાખો શિક્ષિત નવયુવાનો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે તથા મોંઘવારીએ માઝા મૂકી છે સામાન્ય અને ગરીબ લોકોને જીવવા ફાંફાં પડે છે  રેશનિંગનું અનાજ ગરીબોને મળતું નથી પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે  મોંઘવારી કાબૂમાં લેવા ગુજરાતની ભાજપા સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે. સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. સરકારી કર્મચારીઓ પૈસા આપ્યા સિવાય કોઈ પણ કામો થતાં નથી. પ્રજા લાચારી ભોગવી રહ્યાં છે જગતનો તાત ગણાતા ખેડૂતો માથે હાથ દઈ બેઠા છે. નર્મદા નહેરનું પાણી જરૂરિયાત હોય ત્યારે છોડવામાં આવતુ નથી. સમયસર સિંચાઇનું પાણી ન મળવાને કારણે ખેતીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડુતોના દેવા માફ કરવા માગણી આવેદનપત્રમાં જણાવી છે.આવેદનપત્ર આપવા જંબુસર શહેર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચમાં લેબર કોન્ટ્રાકટારો પાસે બોગસ ચલણ આપી ૨૨ લાખ પડાવતા પટાવાળા સામે થઈ ફરીયાદ

  • લેબર કોન્ટ્રાક્ટરોને બોગસ સિક્કાવાળા ચલણ આપી લાયસન્સ અપાવી રૂપિયા ઉઘરાવ્યાં

ભરૂચની લેબર કમિશ્નર કચેરીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં એક પટાવાળાએ કચેરીમાં આવતાં લેબર કોન્ટ્રાક્ટરોને ભોળવી તેમના રૂપિયા તે ભરી દેશે કહીં 41 કોન્ટ્રાક્ટરો પાસેથી કુલ 22.11 લાખ ઉઘરાવી લીધાં હતાં. બાદમાં લેબર કોન્ટ્રાક્ટરોને બોગસ સિક્કાવાળા ચલણ આપી તેમને લાયસન્સ અપાવી દીધાં હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ભરૂચ શહેરની બહુમાળી બિલ્ડીંગ ખાતે આવેલી લેબર કમિશ્નર કચેરી ખાતે છેલ્લાં પાંચ વર્ષથી બિપીન રમેશ વસાવા આઉટ સોર્સિંગ પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ઉપરાંત કોન્ટ્રાક્ટમાં કામ કરનારા કામદારોની સંખ્યા મુજબ તેમની પાસેથી ચલણ ભરવાના રૂપિયા મેળવી તે જમા કરાવી દેશે તેવું આશ્વાસન આપી 41 લેબર કોન્ટ્રાક્ટરો પાસેથી કુલ 4100થી વધુ શ્રમજીવીઓના કુલ 22.11 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતાં. તેમજ તેમને સહિં સિક્કાવાળા રૂપિયા ભર્યાના ચલણ પધરાવી દીધાં હતાં. દરમિયાનમાં લેબર કમિશ્નર કચેરીના મદદનીશ લેબર કમિશ્નર જયેશ અમૃતલાલ મકવાણાના ધ્યાનમાં મામલો આવતાં તેમણે તપાસ કરાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તેમણે તુરંત ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મદદનીશ લેબર કમિશ્નર જયેશ મકવાણા પાસે બે કોન્ટ્રાક્ટરોની રિફન્ડની અરજી આવી હતી. જેમાં કોન્ટ્રાક્ટરોએ ચલણ જોડાણમાં આપ્યું હતું. જેમાં એક ચલણ પર બેન્કનો ક્લિયરિંગનો તેમજ બીજા ચલણ પર બેન્કનો ટ્રાન્સફરનો સિક્કો લાગેલો હોઇ તેમણે તપાસ કરાવતાં બન્ને સિક્કા બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જેન પગલે તેમણે છેલ્લાં એક વર્ષના સ્ટેટમેન્ટ તપાસતાં 41 લેબર કોન્ટ્રાક્ટરોના રૂપિયા જમા કરાયેલાં ચલણ ફાઇલમાં હતાં. જોકે, બેન્કમાં તેમના રૂપિયા જમા ન થયાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે તાકિદે એક્શનમાં આવી કાર્યવાહી કરી હતી.

ભરૂચ એસ.પી.ની બદલી થતાં વિદાય સમારંભ સાથે નવા એસ.પી.નો આવકાર સમારંભ યોજાયો(VIDEO)

ભરૂચ જિલ્લા એસ.પી. રાજેંન્દ્રસિંહ ચુડાસમાની બદલી થતાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ કવાટર્સ ખાતે વિદાય સમારોહ યોજાયો. તો નવ નિયુક્ત એસ.પી. ડો.લીના પાટિલને આવકારવામાં આવ્યા હતા.ત્રણ વર્ષ આંઠ મહિના અને આંઠ દિવસ સુધી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સેવા બજાવનાર એસ. પી.આર.વી.ચુડાસમાને અદકેરું અભિવાદન સાથે સપરિવાર વિદાય આપવામાં આવી હતી.

BHARUCH

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ડી.ડી.ઓ. યોગેશ ચૌધરી,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,જિ.પં. પ્રમુખ અલ્પાબેન પટેલ,પાલિકા પ્રમુખ અમીત ચાવડા, કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત જિલ્લાના ભાજપાના હોદ્દેદારો અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રસિદ્ધ કલાકાર અભેસિંગ રાઠોડ અને રાધાબેન વ્યાસનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ તરફ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની ભરૂચ ખાતે બદલી થતાં તેઓના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ યાદોના સંભારણા સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા આર.વી.ચુડાસમાને અને એલ.સી.બી.પી આઇ જયવીરસિંહ ઝાલાને પણ સુરત ખાતે બદલી થતાં સન્માન સાથે વિદાય આપી આગામી દિવસોમાં પણ તેઓ ખુબ પ્રગતીના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થીત મહાનુભવોએ વિદાય લેતા પોલીસ અધિકારી આર.વી.ચુડાસમાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કરેલા પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો હતો.કાર્યક્રમનું સફળ સંચાલન પરિમલ રાણાએ કર્યું હતું.

ઐતિહાસિક ધરોહરની ફરી ટીક ટીક શરૂ કરવા સાથે ભરૂચ શહેરમાં સંભળાશે ટન ટનના ટકોરા

  • ઇનર વ્હિલ કલબ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત ટાવર ઘડિયાળનું નવીનીકરણ કરાયું
  • ડિજિટલ GPS બેઝ ઘડિયાળ ભરૂચ પ્રયાગરાજના સમય સાથે ચાલી દેશના તમામ રેલવે સ્ટેશન મુજબ એકરૂપ સમય દર્શાવશે

ભરૂચ રેલવે સ્ટેશનની ઐતિહાસિક ટાવર ઘડિયાળ ઇનર વ્હિલર કલબની 6 મહિનાની મહેનતે આજે વર્ષો બાદ ફરી કાર્યરત થઈ છે. હવે શહેરીજનોને ટકોરા સાથે સમયની જાણ કરશે. ભારતનું બીજું પ્રાચીન શહેર ભરૂચની ઐતિહાસિક ઓળખ તેનું ટાવર ઘડિયાળ રેલવે સ્ટેશન હતું. જોકે 50 થી 60 વર્ષ પહેલાં ટકોરા સાથે સમય સુચવતી રેલવે ટાવર ઘડિયાળનો અવાજ સમયના વહેણમાં દબાઇને બંધ થઈ ગયો હતો.

છ મહિના પહેલા ભરૂચની હેરીટેજ ઓળખને ફરી જીવંત કરવા ઇનર વ્હીલ કલબના પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેકટ ચેરમેન પીલુંબેન જિનવાલા અને તેમની ટીમે આ ભગીરથ કાર્ય ઉપાડી લીધું હતું. વેસ્ટન રેલવે સાથે 6 મહિનાથી ચાલતા પ્રસ્તાવ અને દોડધામ બાદ રેલવે ટાવર ઘડિયાળને ફરી શરૂ કરવા ગ્રીન સિગ્નલ મળી ગયો હતો. મુંબઈથી ટીમ બનાવી 6 ફૂટનો ડાયામીટર ધરાવતી ઘડિયાળનું ડાયલ જૂનું હેરિટેજ જ રાખી તેને ડિજિટલ જીપીએસ બેઝ કરાઈ હતી. ઘડિયાળ હવે 10 વર્ષ બાદ સાચો સમય બતાવવા સાથે દર 15 મિનિટે ટકોરા અને દર કલાકે ટન ટનનો અવાજ કરી ભરૂચમાં પોઝિટિવ ઉર્જા પણ પ્રસરાવશે.

આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ટાવર ઘડિયાળનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઇનર વ્હીલની ટીમ, ભરૂચ સ્ટેશન અધિક્ષક ડી.કે. રાજુલ સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું. રેલવે ટાવર ઘડિયાળનો લુક લંડનના બેન ટાવર ઘડિયાળ જોવો રાખવાનો પ્રયાસ કરાયો છે. આ ટાવર ઘડિયાળનું ડિજિટલાઈઝેશન કરાયું છે. જે GPS બેઝ સમય સારણી કરશે. પ્રયાગરાજના સમય સાથે ભરૂચની ઘડિયાળ દેશના તમામ રેલવે સ્ટેશનને એકરૂપ સમય મુજબ ચાલશે.

ઉલ્લેખનીય છે આજ પ્રમાણે ભરૂચ શહેરની વિસરાયેલ ઓળખસમા વિકટોરીયા ટાવરને પણ પુન: પ્રસ્થાપીત કરી ઘડીયાળને ટકટક શરૂ કરાય તે ઇચ્છનીય છે.

શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ વાગલખોડના કાલિદાસ ઝવેરભાઈ રોહિતનું કરાયું સન્માન

  • વડોદરા રોહિત સમાજ દ્વારા વાગલખોડ શાળાના શિક્ષક કાલિદાસ રોહિતનું સન્માન કરવામાં આવ્યું

લાલ ભવન વડોદરા ખાતે વડોદરા રોહિત સમાજના તેજસ્વી તારલા અને સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ ના સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિત નુ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું. આજ રીતે તેજસ્વી વિદ્યાર્થી અને સમાજને મદદરૂપ થનાર વ્યક્તિ તેમજ સરપંચ જિલ્લા પંચાયતના સભ્યોનુ પણ સમ્માન કરવામાં આવ્યું હતું આ આયોજન વડોદરા રોહિત સમાજના પ્રમુખ રોહિતકુમાર એમ પટેલ તથા મુકેશ ભાઈ મકવાણા બાબુભાઈ વાઘેલા નટવરભાઈ પરીખ સોમાભાઈ રોહિત તથા કારોબારી સભ્યો  દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુણવંતરાય એચ  પરમાર પ્રભુદાસ મકવાણા નિષેધ મકવાણ સવારના અગ્રણીઓ ડોક્ટરો, એન્જિનીયરો હાજર રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!