રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,નર્મદા ઉપનગર-ભરૂચ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની કરાઇ ઉજવણી(VIDEO)

0
93

ચૈત્ર સુદ એકમ અર્થાત વર્ષ પ્રતિપદા દિન.સૃષ્ટિનો પ્રથમ દિવસ બ્રહમાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું એટલે હિન્દુ ધર્મ માટે નવા વર્ષની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રતિ વર્ષ આ ઉત્સવ મનાવે છે અને સ્વયંસેવક રાષ્ટ્ર અને ઘર્મના રક્ષણના સંકલ્પ સાથે કામની શરૂઆત કરે છે આ અવસરના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,નર્મદા ઉપનગર- ભરૂચ ધ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉત્સવની ઉજવણીના ઉપક્રમે ભરૂચ નગરના કાર્યવાહ કલ્પેશભાઇનું વકતવ્ય રાખવામાં આવ્યું હતું.

તેમણે હિન્દુ સમાજનો પરંપરાગત ઉત્સવ છે.સાચા અર્થમાં હિન્દુ સમાજનું નવું વર્ષ ચેત્ર સુદ એકમનો દિવસ છે. આજથી યુગાબ્દ બદલાય છે હિન્દુ સમાજમાં આજના દિવસનું અનેરૂ મહત્વ છે તેમ જણાવી કલ્પેશભાઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું શું કામગીરી કરે છે તેનો હેતુ સમજાવ્યો હતો.તેમણે ઉમેર્યું કે આપણા ભારત વર્ષમાં નવા વર્ષે સંકલ્પ લેવાની પરંપરા છે પોતાના રાષ્ટ્રના અને ધર્મના રક્ષણ માટે પ્રત્યેક ધટક સમર્પણ માટે તૈયાર રહે તો જ ધર્મ અને રાષ્ટ્ર ટકી શકે છે.

આ વેળાએ ભરૂચ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સીપાલ ખાસ ઉપસ્થિત રહી ભારતીય સંસ્કૃતિ વિષે પોતાનું મનનીય વકતવ્ય રજૂ કર્યું હતું.વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જયોતિ પ્રભાત શાખાના મેદાન ખાતે સ્વયંસેવકો ધ્વારા પથ સંચલન ,યોગા જેવી વિવિધ પ્રવૃતિઓ થકી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નર્મદા ઉપનગરના કાર્યવાહ નિશાંત પ્રજાપતિ,સ્વયંસેવક ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here