The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 137

કિલીમંજારો માઉન્ટનું 5895 મીટર ઊંચું શિખર સર કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહિલા નેત્રંગની

તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહિલા તરીકે સીમા દિલીપ ભગતે સિધ્ધિ હાંસલ કરી છે. ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો.

ડો. બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મ દિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે બંધારણની યાદમાં ડૉ. આંબેડકરનું ભારત નામનું પુસ્તક પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું. તાંઝાનિયા દેશમાં,માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત આવેલો છે. ઊંચાઈ ની દ્રષ્ટિ એ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ પર્વતમાળા છે. જે લગભગ 5,895 મીટર (19,340 ફૂટ) છે. કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહીલા સીમા દિલીપ ભગતે અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.

બીજી તરફ બધાથી કઇક અલગ કરવાની ભાવના દાખવતી સીમા બહેને ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો. રસપ્રદ બીજું એ પણ છે કે ડો. બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મ દિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે બંધારણની યાદમાં ડૉ. આંબેડકર નું ભારત નામનું પુસ્તક પણ પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.

ઝઘડીયા પોલીસ સ્ટેશનનો ૧ બાઇક ચોરીનો ગુનો શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ

ભરૂચ પોલીસ અધિક્ષક તરફથી છલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને એક બાઇક ચોરીનો એક વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

અંક્લેશ્વર શહેર પો.સ્ટે વિસ્તા૨માં બનતા મિલક્ત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂં અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવેલી. જે આધારે મહાવીર ટર્નીંગ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા. દરમ્યાન ગડખોલ પાટીયા તરફથી એક ઇરામો નંબર પ્લેટ વગરનું ટુ – વ્હીલર સાઇન બાઇક લઈને આવતા તેને સાઇડમાં રોકી રસદર ઇસમ પાસે ટુ – વ્હીલર સાઇનના આર.ટી.ઓ માન્ય કાગળો / વાહન માલીક બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ નહી આપતા જેથી બાઇકના એન્જીન તથા ચેસીસ નંબર ઇ – ગુજ્કોપ મોબાઇલ પોકેટ કોપમાં સર્ચ ક ૨ તા બાઇકના RTO -૨ જી.નં GJ-16-BJ-2513 નો નિક્ળતા આ સાઈન બાઇકના માલીક તરીકે ભોપીન્દ્રભાઇ વસાવા રહે . કુલવાડી ઝઘડીયા ના હોવાનું બહાર આવ્યું હતું.

જેથી ઝઘડીયા પોલીસ મથકે ખાતે આ બાઇક બાબતે તપાસ કરાવતા બાઇક ચોરી થયેલ હોવાનું જણાતા આ બાઇકની કિ.રૂ આશરે ૨0,000 / – ગણી આરોપી ધ્રુવ ઉર્ફે ગોલુ મનોજભાઈ મીણા ઉ.વ .૨૧ રહે મ.નં ૧૭૯ હિતેશનગર સીવીલ હોરપીટલ સામે ભરૂચ તા.જી. ભરૂચ મુળ રહે. ૧૨ નવી બરતી દીપીકા ટોકીઝ પાસે નાગદા ( એમ.પી )ની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.

DGPએ ગુજરાતના 88 PIની કરી સાગમટે બદલી

  • આગામી દિવસોમાં PSIની પણ બદલી કરવામાં આવશે

રાજ્યમાં એક જ શહેરમાં 3 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય અથવા વહીવટી કારણોસર રાજ્યના 88 PIની સામુહિક બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 PIની બદલી કરવામાં આવી છે. રાજ્યના PIની બદલી કરીને તેમના જિલ્લા પણ ફેર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યના DGPએ અલગ અલગ જિલ્લાના 88 પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલી કરી છે. આજે PIની બદલી આવી છે, તે બાદ એક જ શહેર કે જિલ્લામાં 3 વર્ષથી વધુ સમય ફરજ બજાવી હશે તે PSIની પણ બદલી કરવામાં આવશે. આ ઉપરાંત IPS અધિકારીઓની પણ ટૂંક સમયમાં બદલી થવાની શકયતા છે.

પોષણ પખવાડીયા અંતર્ગત નંદેલાવ ખાતે આયુર્વેદ અને હોમીયોપેથી શીબીર યોજાઇ

ગુજરાતમાંથી કુપોષણ દુર કરી બાળકોને સ્વસ્થ અને ઉજજવળ ભવિષ્ય મળે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા પોષણ પખવાડીયું ઉજવવામાં આવે છે. જે અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીંગર અનેજિલ્લા આયુર્વેદીક અધિક્ષક ભરૂચના માર્ગદર્શન મુજબ ભરૂચના નંદેલાવ ગામ ખાતે આજે આયુર્વેદ અને હોમિયોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આયુષની વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે એમોનીયા નિર્મુલન માટે આહારનું વૈવિધ્ય ઉપર વ્યાખ્યાન તથા આયુષ સારવાર નિદાન કેમ્પનું આયોજન હોમીયોપેથી દવાખાના નબીપુર, પરીયેજ,સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિર થકી ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ અને હોમિયોપેથી ટીમ દ્વારા સગર્ભા,ધાત્રી બહેનો,કુપોષિત બાળકોને એમોનીયા વિષે માર્ગદર્શન અપાયું હતું. સાથે નંદેલાવ આંગણ્વાડીના બાળકોને ચેકઅપ કરી તેમને જરૂરી દવા પણ વિનામુલ્યે આપવામાં આવી હતી.

આ શિબિરમાં ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જીલ્લા આયુર્વેદ અધિકારી વૈદ. વસંત પ્રજાપતિ, ડો. જયદીપ તલાટી, ડૉ. કેતન પટેલ, ડૉ રૂપલ તલાટી, વૈદ.ક્રિષ્નાબેને સેવા આપી હતી.

ભરૂચ પોસ્ટ ઓફીસ બે દિવસ રહેશે બંધ !(VIDEO)

ભરૂચમાં પોસ્ટ કર્મીઓની હડતાળ બાદ સિસ્ટમ અપગ્રેડ ના કારણે તમામ નાંણાકીય કામગીરી બંધ રહેશે. પહેલા હડતાળ અને હવે માર્ચ એન્ડિંગના પગલે પોસ્ટમાં કામકાજ બે દિવસ બંધ રહેતા લોકો સહિત સિનિયર સિટીઝનો મુંઝવણ્માં મુકાયા હતા.

આ અંગે એક મુલાકતમાં ભરૂચ પોસ્ટ સર્કલ ના પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ આર.બી.ઠાકોરે જણાવ્યું કે પોસ્ટ ઓફિસમા માર્ચ એન્ડીંગ બાદ પહેલી એપ્રિલ થી બે દિવસ સુધી સિસ્ટમ અપગ્રેડ ના કારણે નાંણાકીય કામગીરી બંધ રહેશે અને ભરૂચ સહિત સમગ્ર દેશમા આ પ્રિક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન સેવા કેસ ડીપોઝીટ અને કેસ વિડ્રૉલ સેવા બંધ રહેશે પણ જેમની પાસે એટીએમ કાર્ડ હોય તેઓ એટીએમ સુવિધા નો લાભ લોકો લઈ શકશે. તેમ જણાવવા સાથે સિનિયર સિટીઝનોને નાહકનો ધક્કો ન ખાવા અપીલ કરી હતી. એક બાજુ હાલ થયેલ પોસ્ટ કર્મચારીઓની બે દિવસની હડતાળ અને હવે નવા નાંણાકીય વર્ષના પ્રારંભે જ બે દિવસ નાંણાકીય સુવિધા બંધ સાથે રવિવારની રજા જેથી પોસ્ટ ના ગ્રાહકોને તેમજ પેન્સન ધારકોને હાલાકી પડશે તે નક્કી છે.

ભરૂચ સિવિલ હોસ્પીટલના ૬૦ કોન્ટ્રાકટ કર્મીઓને પરત લેવાની માંગ સાથે કર્યા ધરણાં(VIDEO)

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના નાકરાણી અને એમ.જે.સોલંકી ના કોન્ટ્રાક્ટ માં 7 વર્ષ ઉપરથી ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓને કોન્ટ્રાકટ પૂરો થતા નવા કોન્ટ્રાકટમાં ન સમાવી અચાનક છુટા કરી દેવાતા ઘરના ચુલાની ચિંતાએ જાણેકર્મચારીઓ પર આભ તૂટી પડ્યું.

કોરોના જેવી મહામારી હોઈ કે કોઈ પણ જીવલેણ બીમારીઓ આવી પરિસ્થિતિમાં પણ ખંત પૂર્વક ફરજ બજાવેલ 60 જેટલા કર્મચારીઓને કોઈ પણ ભૂલ વિના માત્ર કોન્ટ્રાકટ પૂરો થતાં  છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં નિરાશા છવાઇ છે.

કર્મચારીઓને છુટા કરાતા આજરોજ વાલ્મિકી સમાજ ના આગેવાનો ધર્મેશભાઈ મહિડા,દિનેશ સોલંકી, ધર્મેશ સોલંકી તેમજ સિવિલ હોસ્પિટલ માંથી છુટા કરાયેલ કર્મચારીએ ભેગા મળી ભરૂચ સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. એસ.આર.પટેલ તેમજ આર.એ.પી.એલ ના ગોપી મેખિયાને રૂબરૂ મળી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ માં કામ કરતા કર્મચારીઓ ને છુટા કરેલ છે. તેમને ફરીથી ફરજ પર લઈ લેવા વિનંતી કરી હતી. પરંતુ તેમને પણ ૭ દિવસનો સમય માંગી વાતને ટાળતા તમામ કર્મચારીઓ સિવિલ પટાંગણમાં જ ધરણા પર બેઠા હતા અને ધર્મેશ સોલંકીની રાહબરી હેઠળ પોતાની વ્યથાની  લેબર કમીશ્નરને પણ રજૂઆત કરી હતી.

કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવેલ બંધ એલાન માં કેવડિયા સજ્જડ બંધ

સોશ્યલ મીડિયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નાયબ કલેકટર નિલેશ દુબે નાં આદિવાસી સમાજ ની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થતાં આદિવાસી સમાજ દ્વારા ગુજરાત માં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

કેવડીયા વિસ્તારનાં ગામોમાં લોકો રાજકીય પક્ષાપક્ષી છોડી સમાજ ની એકતા માટે રોડ પર ઉતરી નિલેશ દુબે હાય હાય ‌ના નારા લગાવ્યા અને પુતળા દહન કરી , તેમની ઉપર કાનુની કાર્યવાહી, ગુજરાત સરકાર તેમને‌ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તત્કાલ હટાવવા ની માંગ કરી રહ્યાં હતાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માં કામ ‌કરતા તમામ કર્મચારીઓ કેવડિયા બંધ માં જોડાયાં અને શનિ-રવિવાર તમામ કામો નો ‌બહિષ્કાર કરી રહ્યા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ!

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દેડીયાપાડા ની તમામ પ્રાથમિક શિક્ષકો, કર્મચારીઓએ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી, જૂની પેન્શન યોજના અમલમાં લાવવા કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ડે મનાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યો તમામ સંવગૅના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે ૧ એપ્રિલ ને શુક્રવાર ના રોજ જુની પેન્શન યોજના ચાલુ કરવા માટે  બ્લેક ડે ના કાયૅક્રમમાં  ફરજ ઉપર સૌએ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવીને  કાયૅક્રમને  વેગવંતો બનાવી, કર્મચારીઓના હકકની તમામ બાબતો સરકાર સુધી પહોંચાડવાની છે.

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘએ જૂની પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને મળે તે માટે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. તેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી,” જૂની પેન્શન યોજના અમારો હક છે ” તેવા ચિત્રો પ્રદર્શિત કરી, જૂની પેન્શન યોજના લાગુ કરો ના ગગનભેદી નારાઓ લગાવી બ્લેક ડે ઉજવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

દેડીયાપાડા કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

દેડીયાપાડા તાલુકા કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા “કાર્યક્રમ તાલુકા કુમાર શાળા ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ નર્મદાના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, તાલુકા પંચાયત દેડીયાપાડાના પ્રમુખ તારાબેન રાઠોડ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ દક્ષાબેન વસાવા, દેડીયાપાડા ગ્રૂપ ગ્રામ પંચાયત ના સરપંચ વર્ષાબેન વસાવા, ઉપસરપંચ જેશલભાઈ રોહિત, તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારી દેશલે, બી.આર.સી.કો. તેજશભાઈ વસાવા, સી.આર.સી. ગ્રૂપ શાળાના મુખ્ય શિક્ષક ,અન્ય શાળાના મુખ્ય શિક્ષક,એસ.એમ.સી સભ્ય, ઉપસ્થિત રહી પરીક્ષા પે ચર્ચા તાલુકા કક્ષાનો કાર્યક્રમ  નિહાળ્યો હતો.

તેમજ તાલુકા કન્યા શાળાની બાળાઓ દ્વારા બજારમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  કન્યાઓએ  પરીક્ષા પે ચર્ચા અંતર્ગત સુત્રોચાર  કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. આ પ્રભાતફેરીમાં તાલુકા કન્યાશાળાના આચાર્ય, સ્ટાફ ગણ અને ધોરણ ૬ થી ૮ ની કન્યાઓ જોડાઈ હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!