ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે ગત તા. ૨જી થી ૪થી એપ્રીલ ૨૦૨૨ સુધી ભરૂચ જિલ્લા પંચાયત આયોજીત આંતર તાલુકા ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આજે સમાપન પ્રસંગે ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી અને તમામ રનરર્સઅપ ખેડાલીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પંચાયત આયોજીત આંતર તાલુકા ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨ પોલીસ હેડક્વાટર્સ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.તા.૪થીના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત વાગરા ને જિલ્લા પંચાયત શિક્ષણ શાખાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. આ મેચમાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના રમતવીરોએ પ્રતિસ્પર્ધી ટીમને ૧૪.૧ બોલામાં ૧૨૮ રન ખડકી પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.
વિજેતા ટીમને કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ડી. સુમેરા, ડીડીઓ યોગેશ ચૌધરી, પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભવઓના હસ્તે ટ્રોફી અને મેડલ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થીત તમામ મહાનુભવો અને જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વિજેતા ખેલાડીઓને વધાવી અભિનંદન પાઠવ્યા હતા.