ભરૂચ જીલ્લામાં આજે ગાઢ ધુમ્મસભર્યું વાતવારણ જોવા મળ્યું હતું જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી.

ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો વધતાની સાથે સવારથી જ વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું હતું. આજે વહેલી સવારે હાઇવે સહિતના માર્ગો ઉપર ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. જેના કારણે વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો. તો વાહનચાલકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને પગલે રાજ્ય સહિત ભરુચ જીલ્લામાં ઠંડીનું જોર ઘટી ગયું હતું જેને પગલે લોકોને ઠંડીનો અનુભવ થયો ન હતો પરંતુ હાલ રાજ્યમાં ઠંડી પાડવાની આગાહીને પગલે બુધવારની વહેલી સવારે ભરુચ શહેર સહિત જીલ્લામાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું વાતાવરણમાં ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ભરૂચ શહેરમાં વહેલી સવારે ધુમ્મસ્યા વાતાવરણને પગલે લોકોએ શિયાળાની કડકડતી ઠંડીની સિઝનનો અનુભવ કર્યો હતો.સમગ્ર જિલ્લો ધુમ્મસને કારણે હિલ્સ સ્ટેશનમાં ફેરવાયો હતો લોકોએ ધુમ્મસ્યા વાતાવરણ વચ્ચે પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.જ્યારે ધુમ્મસને પગલે ખેતીમાં ભેજનું પ્રમાણ વધતાં ખેડૂતોએ ઘઉં જેવા પાકમાં ફાયદો થવાની ધારણા સેવી છે. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી. વાહનચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઇવે ૪૮ અતિવ્યસ્ત માર્ગ છે. જ્યાં વિઝિબ્લિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઉભો કરે છે. ધુમ્મસના પગલે હાઇવે પર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here