હાલ ગુજરાત ના અમદાવાદ માં ફ્લાવર શૉ ચાલી રહ્યો છે. અને SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલી નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળા ના મહાવિદ્યાલ રોડ પાર રહેતા ભાવનાબેન પટેલ નથી કોઈ ફાર્મિંગનું ભણ્યા કે નથી કોઈ તાલીમ લીધી પણ બસ ફૂલ છોડ ઉગાડવાનો શોખ થી ધાબાપર નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા.
ઘરમાં તેલની ડબ્બો ખાલી થાય કે કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંગ્સના બોટલ, ઘરના કુકર તપેલા જે ખરાબ થયા હોય કાન થયા હોય પેન્ટ, પાર્સ ફાટી ગયા હોય તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ને જેમાં માટી ભરી ને તેમાં છોડ રોપી ને જેની માવજત કરતા નિયમિત પાણી આપતા અને જે ફૂલ સુકાઈ ગયા હોય એને માટી માટી સાથે મિક્સ કરીને ખાતર પણ જાતે બનાવતા અને એકદમ ઓર્ગેનિક ફૂલવાડી બનાવી.
આજે કોઈ ધાબા પાર એક ફ્લાવરશો ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લગતા રાજપીપળા માં ભાવનાબેન પટેલ નું ઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ભાવનાબેન પટેલ ના ફ્લાવર શો ને જોવા મોટી સંખ્યા માં સાગા સબંધીઓ આવે છે. જરૂર પડે સલાહ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તે મફતમાં આપે છે. આમ એક ગૃહિણી ધારે તો શું ના થાય એ આજે ભાવનાબેને કરી બતાવ્યું અને ભલભલા ગાર્ડનિંગ નો કોર્ષ કરનારા તજજ્ઞોને પણ પાછળ પાડી દીધા છે.