ભરૂચ તાલુકાના વેસદડા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લીમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપી ને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
ભરૂચ જિલ્લામાં લવજેહાદની ધટનાઓમાં વધરો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકશમાં આવી છે. જેમાં આદિલ પટેલનામના એક મુસ્લીમ યુવાને પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી ઇન્સ્ટાઆઇડી ઉપર “આર્ય પટેલ” હિન્દુ નામ ધારણ કરી પોતાની ઓળખ છુપાવી અને કોલેજીયન યુવતી સાથે છેતરપીંડી આચરી, યુવતીનો પીછો કરી તેની મરજી વિરૂધ્ધ તેને બ્લેકમેઇલ કરી તેની સાથે વારંવાર શારીરીક અડપલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકીઆપી રૂ. ૫૦,૦૦૦/- ની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરીયાદ નોંધાવા પામી હતી.
જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે બળાત્કાર,છેતરપીંડી અને બ્લેકમેઇલીંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરીયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી ઝણકાટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી તપાસ હાથ ધરતા ચાવજ ખાતે થી આ ગુનાના ૨૫ વર્ષીય આરોપી આદીલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.