નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશા માંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે. આ આદિવાસી બહેનો દ્વારા બનાવેલ હેન્ડ વોલેટ, હેન્ડ બેગ,પેન સ્ટેન્ડ, બેલ્ટ, ટુર બેગ,કેપ,મોબાઈલ પોકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે હાથે ગુંથીને બનાવે છે.
વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલ સમોટ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે. આ મહિલાઓ ને હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનની મદદ થી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.આ બહેનોએ બનાવેલ વસ્તુઓને માર્કેટમાં લોકો સુધી પહોચાડવા માટે આ ફાઉન્ડેશન એકતા મોલ, ફર્ન હોટેલ, સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સોવિનિયાર શોપ શરૂ કરાવીને આ મહિલાઓ જ આ દુકાનો પર બેસી વેચાણ કરાય છે અને આજે ઉત્પાદન થી લઈને વેચાણ સુધીની કામગીરી પણ આ આદિવાસી મહિલાઓ જ કરે છે.આ કાર્ય થી મહિલાઓ પગભર બની છે અને આર્થિક રીતે સદ્ધર પણ થઈ છે.