The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 126

1 મે ના રોજ સુરત ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે

  • ભરૂચના ચંદેરિયામાં ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક મળી

ભરૂચ જીલ્લાના ચંદેરિયા ખાતે બિટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે.1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.

બિટીપીના સંરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા, બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, ચૈતર વસાવા, રાજપીપલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં બિટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બિટીપીના સંરક્ષક છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી, એસટી, ઓબીસી, માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી.ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે.ભાજપે ગુજરાતમાં એસ.સી, એસટી, ઓબીસી અને માયનોરીટી સાથે જે ખરાબ કૃત્ય કર્યું એ કોઈ દિવસ ભુલાશે નહિ.

ભાજપે રામ નવમીના દિવસે હિંદુ-મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે.ભાજપે હાલ 811 કરોડના જનતાના રૂપિયે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે, અગાઉ પણ મફત અનાજના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા. ભાજપ અધિકારીઓ, પોલીસ અને લશ્કરને ચઢાવી લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે. અમે આપ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે અને અમારા મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરી છે, સીટોની વહેચણી આગામી સમયમાં નક્કી થશે.

ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીના રહેણાંક મકાનમાંથી પાંચ જુગારીયાઓ ઝડપાયા

ગરૂડેશ્વર પી.એસ.આઈ એમ.બી ચૌહાણ સ્ટાફના માણસો સાથે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીમાં મકાન નં.૧૧ દિલીપકુમાર લક્ષ્મણભાઇ રાવળ ના ઘરમા પેહલા માળ ઉપર કેટલાક ઇસમોને ભેગા કરી પૈસા વડે પત્તા પાનાથી નાણાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી મળતા જે બાતમી અંગે સુચનાથી ખાનગી રાહે ખરાઇ કરાવતાં જુગારની પ્રવૃતિ ચાલુ હોવાની ખાતરી થઇ હતી.

આ જગ્યાએ રેઈડ કરતા (૧) દિલીપભાઇ લક્ષ્મણભાઇ રાવળ રહેવુજ રેસીડેન્સી મકાન,૧૧ તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ પોતાના અંગત ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં પહેલા માળના રૂમમાં પકડાયેલ ઇસમો (૨) નિલેશભાઇ ભગાભાઇ ડામોર (3) પરેશભાઇ ઇશ્વરભાઇ તડવી ઉવ.૩૫ (૪) રતિલાલ વિલભાઇ તડવી (૫) સતિષભાઇ ઇશ્વરભાઇ તડવી નાઓન ભેગા કરી લાઇટના અજવાળામાં પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી તેઓની અંગ ઝડતી માંથી મળી આવેલ કુલ્લે રૂ. ૪૯,૫૦૦/ તથા દાવ પરના રોકડ રૂપીયા.૨૧૦/- મળી કુલ્લે રૂપીયા,૪૯,૭૧૦/- તથા પત્તા પાના સાથે મળી આવી ગુનો કરવા બદલ તેઓના વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર થવા કાર્યવાહી કરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

દેડીયાપાડા- મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર વેપારીઓને લુટતી રાજ્ય બહારની ટોળકી ઝડપાઇ

દેડીયાપાડા મોવી હાઇવે પર મોડી રાત્રે સનસનાટી ભરી બે લાખ મતાની લૂંટની ઘટનાએ ચકચાર જગાવી છે. જેમાં પણગામ પાસે કપાસ પડેલા ટેમ્પાને અટકાવી ડ્રાઇવરના ગળા ઉપર ચપ્પા જેવા હથિયારની અણીએ લૂંટારુ ટોળકીએ ધાક ધમકી આપી સોનાની ચેન, મોબાઇલ ફોનઅને રોકડા દોઢ લાખ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની મતા લૂંટી ટોળકી ફરાર થઈ જતા લૂંટની ફરિયાદ એડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ આદરી સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી નર્મદા પોલીસે  મુદ્દામાલ રિકવર કર્યો છે.

પત્રકાર પરિષદમા આપેલી માહિતી અનુસાર દેડીયાપાડા હાઇવે ઉપર તા.૧૭/૦૪/૨૦૨૨ ના રોજ લુટનો બનાવ બન્યો હતો. જેમાં ફરીયાદી અક્ષયભાઇ પુરષોત્તમભાઈ દેસાઈ ( રહે. વડોદરા )તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ આઇસર ટેમ્પામાં હાટ મોઇદા (મહારાષ્ટ્ર) ગામથી કપાસ ભરીને કલેડીયા તા.સંખેડા જવા સારૂ નીકળેલા અને ટેમ્પો અક્કલકુવા પહોચ્યો હતો.ત્યાથી ડ્રાઇવર ઇસ્તીયાકઅલી મકરાણી (રહે. રાજમોવી ) બદલાયેલ. અને ક્લીનર સાથે રાત્રે નવેક વાગે નીકળેલ. રાત્રે આશરે સાડા બારવાગે એડીયાપાડા-મોવી હાઇવે પર ઉપર આવેલ. પણગામ પાસે આવતા હાઇવે પર મોડી રાતે ૩ અજાણ્યા આરોપીઓ મોટરસાયકલ ઉપર આવેલા. અને ટેમ્પો રોકી મોટર સાયકલ આડી મુકી અટકાવેલ. એક આરોપી ડ્રાઇવર સાઇડ ચડી ગયેલો અને ફરીયાદી અક્ષયભાઇના ગળા ઉપર ચપ્પા જેવું હથિયાર બતાવી ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેન (૧ તોલાની) કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૪,૦૦૦/- અને પાકીટમાં રાખેલ રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- તેમજ ડ્રાઇવરનો મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની લુટ કરી નાસી ગયેલ.

ઇસ્તીયાકઅલીને ફરીયાદીને લુટી લેવાનું જણાવેલ અને તે માટે શાહબુદ્દીને તેના બનેવી મોઇનુદ્દીન મકરાણીને તૈયાર કરેલ. ત્યાર બાદ ફરીયાદી ડ્રાઇવર સાથે અક્કલકુવાથી નિકળેલ ત્યારે ટેમ્પાની પાછળ મોટર સાયકલ લઇને મોઇનુદીન તેના બીજા મિત્રો સાજીદ મકરાણી અને અબ્દુલ રહેમાન મકરાણી જે તમામ રાજમોવી ગામના છે તેઓએ પીછો કરેલ ત્યારબાદ ડ્રાઇવરે આઇસર ટેમ્પો એડીયાપાડા- મોવી હાઇવે ઉપર આવતા મોટર સાયકલ ઉપર આવેલ આરોપીઓએ ઇશારો કરતા ટેમ્પો રોકી દીધેલ અને લુટની ઘટનાને અંજામ આપેલ. આ ગુનામાં તાત્કાલીક કાર્યવાહી કરી સંડોવાયેલ આરોપીઓને અટક કરવામા આવેલ છે. અને તેમની પાસેથી લુટમા ગયેલ રૂ.૧,૫૦,૦૦૦/- તથા સોનાની ચેન અને ૨ મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે.હવે તમામ આરોપીઓના રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે અને ગુનામાં વાપરેલ હથિયાર તેમજ મોટર સાયકલ કબજે કરવા કાર્યવાહી કરવામાં આવશે તેમ નર્મદા જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભાજપ તારા રાજમાં કટોરો અમારા હાથમાંના નારા સાથે આઉટ સોર્સીંગ કર્મીઓએ કલેકટરાલય ખાતે માંગી ભીખ

  • ભરૂચ સિવિલ હોસ્પીટલના આઉટ સોર્સિંગ કર્મીઓને છૂટા કરી પરત ના લેવાતા કલેકટરાલય ખાતે ભીખ માંગી કરી ગાંધીગીરી

આજે બુધવારે સિવિલ સંકુલમાંથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે નીકળી ભરૂચ સિવિલ હોસ્પીટલના આઉટ સોર્સીંગ કર્મીઓએ કલેકટરલય ખાતે પહોંચી ત્યાં ભીખ માંગી પોતાનો સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ સિવિલના કોરોના વોરિયર્સોએ બુધવારે ગાંધીગીરી કરી હતી. તેમને કોઇ કારણ વિના જ નોકરીમાંથી છુટા કરાતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી જ ભીખ માંગી વિરોધ પ્રદર્શીત કરતા રેલી સ્વરૂપે કલેકટરાલય ખાતે પહોંચી પટાંગણમાં બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ભાજપા સરકારની બેવડી નીતિ ઉજાગર કરવા કર્મીઓ દ્વારા “ભાજપ તારા રાજમાં કટોરો અમારા હાથમાં”ના નારા સાથે કલેકટરાલય પટાંગણમાં જ બેસી ભીખ માંગી હતી. સાથે જ જ્યાં સુધી નોકરીપરત નહી મળે ત્યા સુધી ગાંધીગીરી ચાલુ રાખવાની જાહેરાત પણ કરી હતી.

અત્રે એ નોંધવું રહ્યું કે, તેઓ દસ વર્ષથી નોકરી કરતા હોવા છતાં રાતો રાત છુટા કરાતા તેઓ છેલ્લા ૨૦ દિવસથી પોતાની લડત ચલાવી રહ્યાં છે.પરંતુ કોઇ પરિણામ ના મળતા તેમણે વિરોધ થકી ગાંધીગીરી ચાલુ રાખી છે.

શાળાનો ફિ વધારો અને ડોનેશન પ્રથા બંધ કરવા ભરૂચ આમ આદમી પાર્ટીએ રેલી સાથે આપ્યું આવેદન

પ્રાઈવેટ સ્કૂલની ફિ વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ બાબત રેલી કાઢી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં ઉલ્લેખાયું કે, ગુજરાતમા શિક્ષણનો બેફામ વેપાર થઈ રહયો છે. ખાનગી શાળાઓની મનમાની સામે ગુજરાતનો વાલી લુંટાઈ રહયો છે. આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનારી પાર્ટી છે. દિલ્લી અને પંજાબમા આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાના ફિ વધારા ઉ૫૨ તેમજ ડોનેશન ઉ૫૨ પ્રતિબંધ મુકયો છે. આમ આદમી પાર્ટીની સ૨કારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બુટ–મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકયો છે.ત્યારે ગુજરાતની જનતાને પણ આ હકક મળવો જોઈએ.

કોરોના પછી લોકોની આવકમા અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંઘવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલમાં ફિ વધારો પાછો ખેંચવામા આવે,ડોનેશન પ્રથા બંધ ક૨વામાં આવે, ડોનેશન માંગના૨ ઉ૫૨ કાર્યવાહી ક૨વામા આવે, પુસ્તકો , યુનિફોર્મ , નોટબુક, બુટ– મોજા વગેરે કોઈ ચોકકસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઈવેટ સ્કૂલોની મનમાની બંધ ક૨વામા આવે, પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફનુ શોષણ બંધ ક૨વામા આવે, FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે. ગુજરાતની જનતા આશા, અપેક્ષા અને વિશ્વાસનું નેતૃત્વ કરતા પક્ષ તરીકે જનતા વતી આમ આદમી પાર્ટીની આ માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે પ્રદર્શન ક૨વામા આવશે ની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

વાગરા ખાતે બ્લોક હેલ્થ મેળાનો ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે શુભારંભ

ગામડાઓમાં રહેતા લોકો સ્વાસ્થય અંગે જાગૃત થાય અને વિના મૂલ્યે પોતાની સારવાર કરાવી શકે તે માટે સરકાર ઘ્વારા બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું છે. જેના ભાગ રૂપે વાગરા એપીએમસી ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ મેળાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ વાગરા તાલુકાના આગેવાન પદાધિકારીઓ, ડૉક્ટર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લોક હેલ્થ તાલુકા મેળાઓનો  આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના નવેય તાલુકાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ હવે ઘર આંગણે જ મળી રહેશે. રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ  આરોગ્યલક્ષી  સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે. સરકાર છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

હેલ્થ મેળામાં લોકોને એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર માટેની સુવિધાઓ ઊંભી કરતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ તમામ વિભાગોની મુલાકાત લઈ આરોગ્ય કર્મીઓ અને તબીબોની કામગીરીને બિરદાવી હતી.

આ કેમ્પમાં હેલ્થ આઈડી, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમાં પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ.એન.ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેનો અંદાજે ૫૩૮ થી વધુ વ્યક્તિઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો.

રાજપીપલા જિલ્લા જેલ ખાતે સજા ભોગવતાં તમામ બંદિવાનોએ નિહાળી બોલીવુડ ફિલ્મ દશવી

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન અને રાજપીપલા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક કે.ટી.બારીયાની રાહબરી હેઠળ તાજેતરમાં રાજપીપલા જિલ્લા જેલ ખાતે  જીલ્લા જેલમાં સજા ભોગવતાં તમામ બંદિવાનોએ બોલીવુડ ફિલ્મ “ દશવી “ ફિલ્મ પ્રોજેક્ટર મારફતે સહુ કોઈએ નિહાળી હતી.

અત્રે  એ ઉલ્લેખનીય છે કે, જેલમાં રહીને અભ્યાસ કરવા અંગેની હમણાં જ રીલીઝ થયેલ બોલીવુડ ફિલ્મ “ દશવી “ દ્વારા જેલમાં કેવી રીતે શિક્ષણ મેળવું તેમજ જેલમાં જ શિક્ષા કેળવવા અંગેની જીજ્ઞાશા થાય અને શિક્ષાનું સિંચન કરી જ્યારે સમાજમાં પાછા ફરે ત્યારે એક સારા નાગરીક બને અને સમાજમાં પુન:વર્સન થાય તે હેતુસર આ ફિલ્મ રાજપીપળા જીલ્લા જેલના તમામ બંદિવાનોએ નિહાળી હતી. દશવી “ ફિલ્મ જોઇ તમામ બંદિવાનોમાં શિક્ષા કેળવવા અંગેની વધુ જીજ્ઞાશા જોવા મળી હતી.

આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના સ્ટાફ બાબુભાઇ એન.તડવી, સૌરભભાઇ વસાવા અને કાનજીભાઇ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં  હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

નેત્રંગ તાલુકાના કોયલીમાંડવી ગામે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો

આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોયલીમાંડવી ગામે આરોગ્ય વિભાગ દ્વારા “બ્લોક હેલ્થ મેળો” યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસીંગભાઈ વસાવા, ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના આર.સી.એચ.ઓ ડો. અનિલભાઈ વસાવા, બાળવિકાસ સમિતીના ચેરમેન વર્ષાબેન દેશમુખ, નેત્રંગ તાલુકાના અગ્રણી પ્રકાશભાઈ ગામીત વગેરે ખૂબ મોટી સંખ્યામાં તાલુકા ભરમાંથી લોકો હાજર રહ્યા હતા. મહાનુભાવો ધ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આર.સી.એચ.ઓ ડો. અનિલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને હવે ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ રહેલો છે. આ  આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકશે. તા. ૧૮ થી તા. ૨૨ મી એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન તાલુકાકક્ષાએ યોજાનારા બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ હેલ્થ મેળામાં ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, દંત ચિકિત્સક, આયુર્વેદા, હોમિયોપેથી, જનરલ ઓપીડી, પીએમજે કાર્ડ, ટેલિમેડીસીન અને સ્ક્રીનીંગ એમ દરેક વિભાગએ આરોગ્યલક્ષી સ્ટોલ મુક્યા હતા. આ મેળામાં ૪૭૦ લોકોએ લાભ લીધો હતો. જેમા લોહીની તપાસ, ટેલીમેડીસીન, જનરલ ઓ.પી.ડી, ટેન્ટા, સ્ત્રી રોગ, ટી.બી, આયુષ્યમાન, હેલ્થ કાર્ડ તથા અન્ય રોગોના વ્યક્તિઓએ તબીબી સેવાનો લાભ લીધો હતો. આરોગ્યમેળામાં એલોપેથીક, આર્યુવેદિક અને હોમિયોપેથીક તબીબોએ તપાસ કરી જરૂરી દવા આપી સારવાર કરી હતી.

ભરૂચમાં રાઘવ કોમ્પલેક્ષમાં આવેલ ભંગારની દૂકાનમાં એલ.સી.બી.ના દરોડા

  • ગેસના બોટલો, સ્ટેનલેસ સ્ટીલની નાની મોટી પ્લેટો તથા વાલ્વ વિગેરે મળી કુલ કિ.રૂ.૨૮,૫૭૦/- ના શંકાસ્પદ મુદામાલ સાથે એકને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ

જીલ્લામાં વાહન ચોરી અને સાદી ચોરીઓને અટકાવવાના હેતુથી જીલ્લામાં આવેલ ભંગારના ડેલાઓ ચેક કરવા સ્પેશિયલ ડ્રાઇવ આપી, આ ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ દ્વારા ભંગારીયાઓ ચેક કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ગઇ કાલ તા.૧૮/૦૪/૨૦૨૨ ના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી આધારે ભરૂચ શહેરમાં ભોલાવ ફાટક પાસે રાઘવ કોમ્પલેક્ષમાં આવેલ ભંગારની દુકાનમાં તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન દુકાનમાંથી બીલ કે અન્ય પુરાવાઓ વાગરના ગેસના બોટલો, સ્ટેનલેસ સ્ટીલની નાની મોટી પ્લેટો , વાલ્વ નંગ-૧૩ તથા લોખંડના સળીયા, કોપરના તાર વિગેરે ભંગાર મળી આવતા આદર જથ્થો શંકાસ્પદ ગણી કુલ કિમત રૂપીયા.૨૮,૫૭૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવા સાથે આરોપી નાથુલાલ પ્યારચંદ ગોલીવાલ રહેવાસી.રાજીવનગર મકાન નં.૧૫ આશ્રય સોસા.પાસે ભરૂચ સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

સાયબર ક્રાઇમના ભોગ બનનારના રૂ.૨,૪૮,૭૮૦/- પરત મેળવી આપતી ભરૂચ સી ડિવીઝન પોલીસ

ભરૂચ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદાર બહેને એક ધાર્મીક ટીવી ચેનલ ઉપર “ઇસ યુગકા સમાધાન” નામની જાહેરાત જોયેલ જેથી અરજદાર બહેનને સોસાયટીના કુતરાઓથી હેરાનગતી થતી હોય જેથી તેમાં જણાવેલ સંપર્ક નંબર ઉપર ફોન કરતા અરજદારને વિધી કરવાના તથા તેમના પુત્ર તેમજ પતિ ઉપર સંકટ દુર કરવાના બહાને અરજદાર પાસેથી કુલ ૨,૮૪,૭૮૦/- રૂપીયા ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ વધુ રૂપીયાની માગણી કરતા અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતા અરજદાર દ્વારા ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

જેથી ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ અરજદારે બેંક ઓફ બરોડા ઇલ્હાબાદ (યુ.પી) બ્રાંચના બેંક એકાઉટમાં રૂપીયા ટ્રાન્સફર કરેલ જે એકાઉટને બેંકમાં ઇમેલ કરી તાત્કાલિક ડેબીટ ફ્રિઝ કરાવેલ જેથી સામાવાળાની અમુક રકમ બ્લોક થઇ ગયેલ જેથી સામાવાળા નાઓએ અત્રેના પોલીસ મથક નો સંપર્ક કરી અરજદારના ખાતામાં કુલ રૂ.૨,૪૮,૭૮૦/- બેંક એકાઉન્ટમાં પરત કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે .

ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેન્કમાંથી માહીતી માટે ફોન આવેતો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાં જઇ માહીતી મેળવવી અને જોજરૂર જણાય સાઈબર ક્રાઈમ સેલ ભરૂચ અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

error: Content is protected !!