The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 127

ભરૂચના ભાજપની મહિલા કોર્પોરેટરના પતિએ 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકા હેમાલી રાણાનો પતિ કર્તવ્ય રાણાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અગાઉ પણ દારૂના વેપલામાં ઝડપાયેલા કોર્પોરેટરના પતિ કર્તવ્ય એ હવે 2 લોકોને અંગત અદાવતે ચપ્પુ મારી દીધું છે. જેમાં એક યુવાનની હાલત ગંભીર છે. આ મામલે એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતે બે યુવાનો પર શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કર્યો છે. બંને યુવાનો પૈકી પ્રિયંક મહંતની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આઈ.પી.સી. 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના ભાજપના મહિલા કાઉન્સીલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણા તેના કારનામાંથી ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને તેની સામે કાયદાનો સિકંજો કસાયો છે. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJP ના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી.

શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પીડ બ્રેકર અને લાઇટ મૂકવાની માંગ સાથે રંગ સીટી ચાવજના રહીશોએ આપ્યું કલેકટને આવેદન

વારંવાર થતા અકસ્માત નિવારવા રંગ સીટી સોસાયટીના રહીશોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી મુખ્ય માર્ગ ઉપર સ્પીડ બ્રેકર અને લાઇટની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

રંગ સીટી સોસાયટી ચાવજના ૧૦૭ મકાનોના રહીશોએ આવેદનમાં જણાવ્યું કે તા .17/ 04/2022 ને રવિવારે સાંજે અંદાજિત 8:00 વાગ્યાના સમયે સ્પીડ બ્રેકર અને રોડ લાઇટના અભાવના કારણે અમારી રંગ સીટી સોસાયટીમાં રહેતું દંપત્તિ દુઃખદ અને ગંભીર અકસ્માતનું ભૌગ બનેલ છે, કે જેમાં ભારતીબેન ઉમેશભાઈ પટેલનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થયું છે અને ઉમેશભાઇ જયન્તીભાઈ પટેલ ગંભીર રીતે ઈજા પામેલ છે. તો આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે અને ગણતરીના દિવસોમાં જ રંગ સીટી સોસાયટીની બહાર આવેલ ભરૂચ-પાલેજ રોડ ઉપર કે જ્યાં S. N.P.S સ્કૂલ પણ આવેલ છે ત્યાં અલગ અલગ જગ્યાએ ત્રણ થી ચાર સ્પીડ બ્રેકર મૂકી આપવા અપીલ કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે આ અગાઉ ઉપરોક્ત અકસ્માત સિવાય પણ ઘણા બધા નાના નાના અકસ્માતો સંભવિત સ્થળ ઉપર થઇ ચૂકેલ કારણે અમારા દ્વારા સ્પીડ બ્રેકર અને રોડ લાઇટ ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામપંચાયત-ચાવજ માં તેમજ અમારી સોસાયટીના બિલ્ડરને પણ વારવાર માંગણીઓ કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કે અમારા બિલ્ડર દ્વારા અમારી માગણીઓ સંતોષવામાં આવેલ નથી.જેથી સત્વરે આ વ્યવસ્થા ગોઠવવા આદેશ અપાય તેવી માંગ કરી છે.

અંક્લેશ્વરના કાપોદરાની શિવદર્શન રેસીડન્સીમાં બાયોડીઝલ ના રો મટીરીયલ્સ સાથે બે ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લામા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ ઉત્પાદન, વેચાણ કરતા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરેલ હતા.

દરમ્યાન ગઇકાલ તા-૧૮/૦૪/૨૦૨૨ ના રોજ એલ.સી.બી ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળેલ કે  નેશનલ હાઇવે નં -૪૮ પર અંકલેશ્વર થી સુરત જતા ટ્રેક ઉપર આવેલ હોટલ  પલ્સ પાછળ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની સીમમાં શિવદર્શન રેસીડન્સીમાં નવા બનતા એક મકાનમાં ગેરકાયદેસર બાયોડીઝલ ઉત્પાદન સારૂ રૉ મટીરીયલ (જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી જથ્થો) નો સંગ્રહ કરી રાખેલ છે.

જે હકીકત આધારે એલ.સી.બી ટીમ દ્વારા રેઇડ કરતા નવા બનતા મકાનમાં શંકાસ્પદ પ્રવાહી તથા અન્ય બાયોડીઝલ ઉત્પાદન અંગે ઉપયોગી સાધન સામગ્રી મળી આવી હતી. જેથી એફ.એસ.એલ અધિકારી તેમજ મામલતદાર અંક્લેશ્વરને સ્થળ ઉપર બોલાવી આ જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી ભરેલ મળી લોખંડના ૦૫ બેરલ જેમાં ૧૦૦૦ લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી કિ ૩.૬૦,૦૦૦ / – તથા સંગ્રહ કરવા સારૂ રાખેલ પ્લાસ્ટીકની મોટી ટાંકી જેમાં આશરે ૧૦ લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી કિં રૂ .૬૦૦ / – તથા ત્રણ નાની ખાલી ટાંકી તેમજ બાયોડીઝલ બહાર કાઢવા માટે ડીઝલ ફીડીંગ પંપ વીગેરે સાધન સામગ્રી સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.

આ  શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ૧૦૧૦ લીટર જેની કી.રૂ.૬૬,૬૦૦૪ તથા તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ કિં રૂ.૧,૧૯,૪૦૦ /- નો મુદ્દામાલ જ્પ્ત કરી અને સ્થળ ઉપરથી પકડાયેલ બન્નેવ આરોપી મહેશ ઉર્ફે ઘુઘો રાજાભાઇ મેવાડા (ભરવાડ) રહેવાસી ૨૭૮, ડાહ્યાપાર્ક લંબે હનુમાન રોડ લાભેશ્વર વરાછા, સુરત શહેર અને લાલજી ઉર્ફે લાલો કાનાભાઇ મેવાડા રહેવાસી મ.નં.- ૨૩૮ ડાહ્યાપાર્ક , લંબે હનુમાન રોડ લાભેશ્વર સુરત મુળ રહેવાસી ગામ – સીમરણ તા . સાવરકુંડા જી.અમરેલી તથા આ જથ્થો આપનાર ઇસમ યોગેશભાઇ રહેવાસી.સુરત વિરૂધ્ધમાં અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

અંક્લેશ્વરના અડોલ ગામેથી ૧ને ઝડપી પાડતા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ થી ગુના શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.

દરમ્યાન ગઇકાલ તા૧૮/૦૪ /૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બીની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતી. ત્યારે બાતમી મળેલ કે અંક્લેશ્વર તાલુકાના અડોલ ગામે રહેતા મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવા રહે- અડોલ તા – અંક્લેશ્વર જી – ભરૂચ પાસે કેટલાક શંકાસ્પદ મોબાઇલ ફોન છે જે વેચાણ કરવા સારૂ ફરી રહેલ છે. જે હકીકત આધારે એલ.સી.બી ટીમે વોચ તપાસમાં રહી બિલ કે આધાર પુરાવા વગરના જુદી-જુદી કંપનીના ચાર મોબાઇલ ફોન સાથે મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પોલીસે આરોપી પાસે મળી આવેલ શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ -૦૪ ની કુલ કી.રૂ .૧૩,૨૦૦/- ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરી મહેશ ઉર્ફે કોલો ની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા દોઢેક વર્ષ અગાઉ તેના એક સાગરીત મહેશ ઉર્ફે મોના કાન્તીભાઇ વસાવા રહે – અડોલ તા – અંક્લેશ્વર જી – ભરૂચ સાથે મળી અંક્લેશ્વર તાલુકાના હરીપુરા ગામેથી રાત્રીના સમયે કેટલાક મકાનો માંથી ચોરી કરી મોબાઇલ ફોન મેળવેલાની કબુલાત કરેલ તેમજ એક મકાનમાંથી સોના-ચાંદી ના દાગીના ની પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.

જેથી એલ.સી.બી.એ કબ્જે કરવામાં આવેલ મોબાઇલ ફોન તથા પકડાયેલ મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવાને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપ્યો હતો. સાથે મહેશ ઉર્ફે મોના કાન્તીભાઇ વસાવા રહે – અડોલ તા – અંક્લેશ્વર જી – ભરૂચને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.

આમોદના કાછીયાવાડ ખાતે ગાયત્રી મંદિરે ૨૨ મો પાટોત્સવ ઉજવાયો

આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંદિરના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવાં આવ્યું હતું.ગાયત્રી પરિવારના બહેનોએ વેદ ઋચાઓ સાથે મહાયજ્ઞનું સંચાલન કર્યું હતું.વિશ્વ શાંતિ તેમજ એકવીસમી સદીના ઉજ્જવળ ભવિષ્ય માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાયજ્ઞ દરમિયાન હિન્દૂ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનમાં આવતા ૧૬ સંસ્કારોની પણ જાણકારી આપવામાં આવી હતી.તેમજ બાળકના ગર્ભાધાન સંસ્કાર,નામકરણ  સંસ્કાર,વિદ્યારંભ સંસ્કાર વિગેરનું પણ સિંચન કરવામાં આવ્યું હતું.ગાયત્રી પરિવાર તરફથી યોજાયેલા મહાયજ્ઞમાં અનેક નવદંપતિ સહિત આવેલા મહેમાનોએ પૂજન તેમજ આહુતિનો લાભ લીધો હતો.ત્યાર બાદ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.

  • વિનોદ પરમાર, ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે AHP ના જિલ્લા મહામંત્રીએ નોંધાવી FIR

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના FB પેજ ઉપર મુકાયેલી એક પોસ્ટથી વિવાદનો મધપૂડો છંછેડાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. ભગવાન શ્રી રામનું કાર્ટૂન દોરી લખેલી પોસ્ટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

મુસ્લિમ સમાજના FB પેજ ઉપર શ્રી રામના ફોટા સાથે લખાણ સાથે ટોળું દર્શાવી લખાણ લખાયું છે કે, મેરા મંદિર ઇધર હે… હોગા . હમેં પેમેન્ટ મસ્જિદ જાને પર મિલેગી.’ આ પોસ્ટ સામે ભરૂચના આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ AHP ના જિલ્લા મહામંત્રી જસવંત ગોહિલે FIR નોંધાવી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, આ પોસ્ટ થી હિન્દુઓની લાગણી દુભાઈ છે. ભગવાન શ્રી રામનું કાર્ટૂન દોરી મંદિર-મસ્જિદના નામે લોકોને ભડકાવવાનું પોસ્ટ થકી કૃત્ય કરાયાનો આક્ષેપ કરાયો છે. જેને લઈ સોશિયલ મીડીયા પેજ ઉપર પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

ભરૂચ મહાદેવ નગર પાલિકા ગાર્ડનમાં હિંચકે બેસતા રોકતા ગાર્ડ પર હૂમલો

ભરૂચના શક્તિનાથ રેલવે ગરનાળા પાસે આવેલા મહાદેવ નગરમાં રહેતાં 59 વર્ષીય ગણેશ રમણ રાણા કલેક્ટર કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત તેમના ઘર પાસે આવેલાં નગરપાલિકાના ગાર્ડનની પણ દેખભાળ અને રાખે છે.

રાત્રે તેઓ ગાર્ડનનો દરવાજો બંધ કરતાં હતાં. દરમિયાનમાં ગઇકાલે રાત્રીના સમયે તેઓ ગાર્ડનનો દરવાજો બંધ કરવા જતાં નજીકમાં જ રહેતાં ધ્રુવિલ કાયસ્થ તેમજ બીજા શખ્સો બાળકોના હિચકા પર બેસી મસ્તી કરતાં હોઇ ગણેશભાઇએ તેમને બાળકોના હિંચકા પર ન બેસવા કહેતાં ધ્રુવિલ સહિત રાજ કાયસ્થ, પ્રકાશ ઉર્ફે મુન્નો કાયસ્થ, પ્રથમ કાયસ્થ તેમજ પ્રશાંત કાયસ્થ નામના પાંચ શખ્સોએ તેમના પર હૂમલો કરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

UPL કંપની પાસે ટેમ્પામાંથી ઉલાલા અને પનાના પાઉડર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

  • ચોરી કરેલ પાઉડર મુદામાલ કિ.રૂ. ૧૭,૧૬,૧૨૦/-નો સંપુર્ણ મુદામાલ રીકવર કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ગત તા ૧૧/૦૪/૨૦૨૨ ના રોજ UPL – 1 ના ગેટ નંબ૨-૨ પાસે પાર્ક કરેલ આઈસર ટેમ્પો નં GJ -16 -AU -4009 માં પાનોલી ખાતે આવેલ સાવરીયા ગોડાઉન NKD ખાતેથી ઉલાલા અને પનાના પાઉડર ભરેલ ૪૯૩ બોક્ષ જેના એક બોક્ષમાં ૬ કિ.ગ્રા પાવડર હતો જે ટેમ્પો UPL કંપનીના ગેટ પાસે પાર્ક કરેલ હતો.આ ટેમ્પામાંથી રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ પાઉડરના ૪૯૩ બોક્ષમાંથી ૪૨ બોક્ષ ચોરી થતા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પો.સ્ટાફ દ્વારા જગ્યા ઉપર જઈ કંપનીના ગેટ ઉપરના સીસીટીવી ફુટેજ મેળવી અને સીસીટીવી ફુટેજનો અભ્યાસ કર્યા બાદ પોલીસ સ્ટાફ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં અલગ-અલગ બાતમીદારો તથા રોડ ટ્રાન્સપોર્ટની ઓફીસોમાં ફુટેજ દેખાડવા સારૂ વિરતારમાં હતા.

તે દરમ્યાન બાતમી મળેલ કે “ UPL કંપની પાસે થયેલ ચોરીમાં વપરાયેલ સફેદ અને ગ્રે કલરનો ટેમ્પો યોજ નો ટેમ્પો ચોરેલ મુદામાલ વેચવા હોટલથી વાલીયા ચોક્ડી આવે છે. જે બાતમી આધારે સુરત થી અંકલેશ્વર ને.હા ૪૮ ઉપરથી વાલીયા ચોકડી નીચે ઉતરવાના કટ ઉપર અલગ- અલગ જગ્યા પર વોચમા રહી બાતમી મુજબનો ટાટા કે ટાટા ટેમ્પો આવતા તેને સાથેના પોલીસ માણસો દ્વારા કોર્ડન કરી રોડની સાઈડમાં ઉભો રખાવી રજીસ્ટેશન નંબર જોતા GJ – 16 – AU – 3497 નો હતો અને ટેમ્પાના પાછળના ભાગે ચેક કરતા સાત મીણીયા થેલામાં સફેદ પાઉડર ભરેલ મળી આવેલ. પોલીસે આ મુદામાલ બાબતે ઝડપાયેલ બે આરોપીઓને પુછપરછ કરતા આજથી છ દિવસ અગાઉ UPL – ૧ કંપનીના ગેટ પાસેથી આઇસર ટેમ્પામાંથી પાઉડરના બોક્ષ બીજા ત્રણ ઈસમો સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરી હતી. પોલીસે મુદામાલ કબ્જે કરી આ ગુનાના કામે બે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વડાપ્રધાન મોદી વિકાસ યાત્રા પર ગુજરાત આવી પહોંચ્યાં, સીએમ અને રાજ્યપાલે કર્યું સ્વાગત

પીએમ મોદી વિકાસ યાત્રા પર ગુજરાત આવી પહોંચ્યાં હતા.અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળકીઓ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો સામે પીએમ મોદીએ પણ બાળકીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દિપપ્રાગટ્ય કર્યું અને સમીક્ષા કરી. તો કેન્દ્રમાં તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું.

ગુજરાતના શૈક્ષણિક કાર્યો સાથે આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન સ્ટાફ અને 2.5 લાખ કરતા વધારે કર્મચારીઓ જોડાયેલા છે. આ તમામનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ પર સતત ધ્યાન રાખવા અને તેમાં સુધારણા કરવા માટે 2019માં શિક્ષણ વિભાગે દેશમાં પ્રથમ ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા ઉભી કરી હતી.

આજના કાર્યક્રમ પછી 19મી એપ્રિલે વડાપ્રધાન મોદી જામનગર જશે અને અહીં વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન, વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનના ડિરેક્ટર જનરલ, આયુષ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.. આ ભારત સહિત ગુજરાત માટે મહત્વની બાબત બની રહેશે.

પોતાના પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 20મી એપ્રિલના રોજ વાડપ્રધાન સવારે 10.30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ત્રિ દિવસીય આયુષ સમિટને ખુલ્લો મૂકશે. અહીંથી તેઓ 3.30 વાગ્યે દાહોદ જશે અને અહીં પાણી પુરવઠા, દાહોદ સ્માર્ટ સિટી, પીએમ આવાસ યોજના, જેટકોના સબ સ્ટેશન, પંચાયતના ભવનો અને આંગણવાડી સહિતની પરિયોજનાઓનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

આખરે પાલિકાએ જૂના ભરૂચમાં શ્રેયસ હાઈસ્કુલને ઉતારવાની શરૂ કરી કામગીરી

જુના ભરૂચ વિસ્તારમાં આવેલા ભોઈ પંચની વાડીની ઉપર ચાલતી શ્રેયસ હાઈસ્કુલના જર્જરિત મકાનને આજે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા 77 વિદ્યાર્થીઓના જીવના જોખમમાંથી મુકત કરાવ્યાં હતા.

ભરૂચના જાદવ સમાજની વાડીની ઉપરના ભાગે વર્ષોથી શ્રેયસ હાઈસ્કુલ કાર્યરત હતી. આ શાળામાં 77 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું અને ગમે ત્યારે પડી જવાની ભીતિ હતી. જો મકાન પડે તો 77 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેમ હતા.

આ અંગે જાદવ સમાજ દ્વારા અનેક વાર સ્કૂલના ટ્રસ્ટીઓને રજૂઆત કરવામાં આવી હતી અને મકાન ઉતારી લેવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટીઓ આંખ આડા કાન કરી રહ્યા હતા આખરે ગત રાતે આ મકાનના ઉપરના પત્રનો એક ભાગ અને દીવાલ ધરાશાયી થઈ હતી. જે અંગેની જાદવ સમાજના અગ્રણીઓને જાણ થતા તેઓએ નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી અને તેઓની સાક્ષીમાં પંચનામું કરી આ મિલકત ઉતારી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આ જોખમી મિલકતને ઉતારી લેવામાં આવી હતી. જાદવ સમાજ દ્વારા નગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!