આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંદિરના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવાં આવ્યું હતું.ગાયત્રી પરિવારના બહેનોએ વેદ ઋચાઓ સાથે મહાયજ્ઞનું સંચાલન કર્યું હતું.વિશ્વ શાંતિ તેમજ એકવીસમી સદીના ઉજ્જવળ ભવિષ્ય માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાયજ્ઞ દરમિયાન હિન્દૂ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનમાં આવતા ૧૬ સંસ્કારોની પણ જાણકારી આપવામાં આવી હતી.તેમજ બાળકના ગર્ભાધાન સંસ્કાર,નામકરણ સંસ્કાર,વિદ્યારંભ સંસ્કાર વિગેરનું પણ સિંચન કરવામાં આવ્યું હતું.ગાયત્રી પરિવાર તરફથી યોજાયેલા મહાયજ્ઞમાં અનેક નવદંપતિ સહિત આવેલા મહેમાનોએ પૂજન તેમજ આહુતિનો લાભ લીધો હતો.ત્યાર બાદ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
- વિનોદ પરમાર, ન્યુઝલાઇન,આમોદ