ભરૂચના શક્તિનાથ રેલવે ગરનાળા પાસે આવેલા મહાદેવ નગરમાં રહેતાં 59 વર્ષીય ગણેશ રમણ રાણા કલેક્ટર કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત તેમના ઘર પાસે આવેલાં નગરપાલિકાના ગાર્ડનની પણ દેખભાળ અને રાખે છે.
રાત્રે તેઓ ગાર્ડનનો દરવાજો બંધ કરતાં હતાં. દરમિયાનમાં ગઇકાલે રાત્રીના સમયે તેઓ ગાર્ડનનો દરવાજો બંધ કરવા જતાં નજીકમાં જ રહેતાં ધ્રુવિલ કાયસ્થ તેમજ બીજા શખ્સો બાળકોના હિચકા પર બેસી મસ્તી કરતાં હોઇ ગણેશભાઇએ તેમને બાળકોના હિંચકા પર ન બેસવા કહેતાં ધ્રુવિલ સહિત રાજ કાયસ્થ, પ્રકાશ ઉર્ફે મુન્નો કાયસ્થ, પ્રથમ કાયસ્થ તેમજ પ્રશાંત કાયસ્થ નામના પાંચ શખ્સોએ તેમના પર હૂમલો કરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.