The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 125

દેડીયાપાડા તાલુકાના શહિદ સૈનિકોનાં પરીવારની મુલાકાત લઈ તેમને કરાયા સન્માનિત

આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે દેડીયાપાડા તાલુકાના શહિદ સૈનિકોનાં પરીવારની મુલાકાત લઈ તેમને સન્માનિત કરવામાં આવ્યા.

દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વાસવાની આગેવાની તાલુકાના મા ભોમની રક્ષા માટે ફરજ દરમ્યાન શહીદ થયેલા સૈનિકોના પરિવારની મુલાકાત કરી પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા નિવાલ્દા ગામના સ્વ. રમેશચંદ્ર જાતરીયા વસાવા કે જેઓ CRPF માં પંજાબ ખાતે શહિદ થયા હતા. તેમના પરીવાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે મોટાસુકાઆંબા ગામનાં સ્વ.રમેશભાઈ છગનભાઇ વસાવા કે જેઓ Army માં  ચંદીગઢ ખાતે શહિદ થયા હતા. તેમના પરીવાર ની મુલાકાત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોતિલાલ વસાવા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન  શાંતાબેન વસાવા, જીલ્લા પંચાયત સભ્ય ખાનસીંગ વસાવા, મંડળ પ્રમુખ ઇશ્વરભાઈ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઇ,  જીલ્લા એસ.સી.મોરચા મહામંત્રી જીવણભાઈ પરમાર, સંગઠન મહામંત્રી ધરમસિંગભાઈ તથા મનસુખભાઇ, સામાજીક આગેવાન પ્રતાપભાઈ, રોહિતભાઈ, રાકેશભાઈ વગેરે હાજર રહ્યા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

જંબુસર ખાતે કરાયું નવનિર્મિત બે સર્કલનું લોકાર્પણ

જંબુસર તાલુકાના મગણાદ સ્થિત આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જંબુસર નગરના બે સર્કલનું નિર્માણ કરાયું  જેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ તથા બીએપીએસ સંસ્થાના અટલાદરા કોઠારી ભાગ્યસેતુદાસ સ્વામીના હસ્તે કરાયું હતું.

મગણાદ ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી દ્વારા તાલુકાના અનેક ગામોમાં વખતોવખત સમાજ ઉપયોગી શૈક્ષણિક  આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા તત્પર રહેતા હોય છે  કંપની સંચાલકો દ્વારા અગાઉના સમયમાં  ૨૦૦૭ માં જંબુસર નગરના પ્રવેશદ્વાર ડાભા ચોકડી તથા પ્લાઝા પાસે બે મોટા સર્કલોનુ નિર્માણ  કરાયું હતું . હાલ કંપની દ્વારા જંબુસર નગરના એસટી ડેપો તથા ટંકારી ભાગોળ સર્કલનું નવનિર્માણ કરાયું  બન્ને સર્કલનુ ભૂમિપૂજન અગાઉ બીએપીએસ સંસ્થાના સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

જે હાલ અંદાજે દસ લાખના ખર્ચે સુંદર બે સર્કલો તૈયાર થતા તેનું લોકાર્પણ આજરોજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભાવેશભાઇ રામી તથા બીએપીએસ સંસ્થાના અટલાદરા કોઠારી  ભાગ્યસેતુદાસ સ્વામીના વરદ હસ્તે મંત્રોચ્ચાર વિધિ સહિત કરવામાં આવ્યું હતું  અને આ નવીન સર્કલ ડેપો ખાતે લોકાર્પણ કરાયું તે સુપર સોલ્ટ સર્કલ   અને ટંકારી ભાગોળ ખાતે લોકાર્પણ કરાયું તે પ્રમુખસ્વામી સર્કલ નામાભિકરણ કરવામાં આવ્યું  આ પ્રસંગે જ્ઞાનવીર દાસ સ્વામી કંપની ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ  આસિસ્ટન્ટ મેનેજર કિરણભાઈ પટેલ  હેમેન્દ્રભાઈ યાદવ એચ આર  ડિપાર્ટમેન્ટ રાકેશભાઈ ગાંધી માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા નગરપાલિકા સદસ્યો સહિત કંપની સ્ટાફ અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચ પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રીકોને રજીસ્ટ્રેશન માટે ધરમધક્કા!

કોરોના કાળના બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીકોએ પ્રથમ પંજાબ નેશનલ બેંકમાંથી રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા હોય, છેલ્લા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતા છેલ્લા ૭ દિવસથી દુર દુરથી કામધંધો છોડી રજીસ્ટ્રેશન કરાવવા આવનાર યાત્રાળુઓને બેંકમાં ધરમધક્કા ખાવાનો વારો આવતા નિરાશા છવાઇ છે.

યાત્રા વાંન્છુકોના જણાવ્યાનુસાર તેઓ છેલ્લા ૭ દિવસથી ભરૂચ સોનેરી મહેલ સ્થીત પંજાબ નેશનલ બેંકમાં રજીસ્ટ્રેશન માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે. તેઓ સવારથી સાંજ સુધી તાપ અને ભૂખ વેઠી બેસી રહે છે, પણ ના તો બેંક કર્મીઓ કોઇ સરખો જવાબ આપે છે કે ના તો બેંક મેનેજર હાજર મળે છે. જેના પગલે યાત્રા માટે જવા ઉત્સુક શ્રદ્ધાળુઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના પગલે આજે કંટાળીને યાત્રાળુઓએ બેંક ઉપર હલ્લાબોલ કરી તેમના રજીસ્ટ્રેશન અંગે સત્વરે કાર્યવાહી થાય અને જો ના થાય તેમ હોય તો યોગ્ય જવાબ આપેની રજૂઆત બેંક કર્મીઓને કરી હતી.

ભરૂચ ન્યુ કસક નવી નગરીમાં મકાનના બાંધકામ મુદ્દે બે પરિવારો સામસામે,૬ ઘાયલ

ભરૂચ શહેરના ન્યુ કસક નવી નગરીમાં રહેતા ઇસ્માઇલ યાકુબ પટેલના બાજુના મકાનમાં રહેતા માજીભાઈ નવું મકાન બનાવતા હોવાથી કે જે સિંગલ પિટિશનની દીવાલનું હોવાથી પાડોશીએ તમે ઉંચુ મકાન બનાવો છો તે પડી જવાની શક્યતા છે એમ કહ્યું હતું. ઉપરાંત તેનાથી જાનમાલને ખતરો હોવાનું કહેતા માજી, સોનુ, શરીફાબેન, રઈશાબેન અને રેસુદ્દીન ઇસ્માઇલ પટેલના ઘરમાં મારક હથિયારો સાથે ધસી ગયા હતા. તેમજ તેમના પુત્ર અને જમાઈ સહીત તેમને અપશબ્દો ઉચ્ચારી છરીના ઘા ઝીંકી ત્રિકમ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામે પક્ષે યાસીન હાજી મહંમદ શેખે સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની બાજુમાં રહેતા ઇસ્માઇલ યાકુબ પટેલે યાસીન શેખની માતા સાથે મકાનના બાંધકામ કરતા હોવાથી રેતી, કપચી તેમના મકાન ઉપર પડતું હોવાનું કહી ઝઘડી કર્યો હતોય જે અંગે પુત્ર યાસીન શેખે માતા સાથે ઝઘડો કરનારા ઇસ્માઇલ યાકુબ પટેલને ઠપકો આપતા ઇસ્માઇલ પટેલ, તેમનો પુત્ર, જમાઈ તેમજ માસુમ અને સાહેલ નામના લોકોએ મારક હથિયારો લઇ ઘરમાં ઘુસી આવી ઝઘડો કરી યાસીન શેખ અને તેઓના ભાઈ તેમજ બહેનને માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

ઇજાઓને પગલે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. છે. મારામારી અંગે સી ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આમોદની સમાં ચોકડી નજીક ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારતાં મહિલા ગંભીર

આમોદની સમાં ચોકડી પાસે ગત રોજ બપોરના સમયે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક સવાર મહિલાને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.આમોદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદની સમાં ચોકડી પાસે કરજણ તાલુકાના શનાપુર ગામથી બાઇક લઈને આમોદ તાલુકાના કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળેલા મંગેતર અમિષાબેન વસાવા તથા સુનિલભાઈ વસાવાની મોટર સાઈકલને ટ્રક નંબર HR 74 A 6445 ના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી.જેથી બાઇક ઉપર સવાર અમિષાબેન વસાવાને જમણા પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેમજ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.ત્યાર બાદ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત અમિષાબેન વસાવાને સૌપ્રથમ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે ઇજાગ્રસ્ત અમિષાબેનના ભાઈ રાજેશ રમેશ વસાવાએ મોડી રાત્રે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાઇક સવાર અમિષાબેનની સગાઈ વાગરા તાલુકાના અલાદરા ગામે રહેતા સુનિલ વસાવા સાથે થઈ હતી.જે બંને મંગેતર બાઇક લઈને કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જતાં હતાં તે વેળા આમોદની શમાં ચોકડી પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૬ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા છ શિક્ષકોએ પાંચ વર્ષ પૂર્ણ કરતા તેમને પુરા પગારમાં સમાવેશ કરતા ઓર્ડર અર્પણ કાર્યક્રમ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાયો હતો.

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પટેલ, મિનેશભાઈ કોંકણી, ભૂમિકાબેન પટેલ, અંબિકાબેન વસાવા, દર્શનાબેન વસાવા અને રિબકાબેન વસાવાએ પોતાની પાંચ વર્ષની ફરજ પૂર્ણ કરતા તેમને પુરા પગાર ધોરણ હેઠળ સમવાયા હતા. જેના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન ઈન્દિરાબેન રાજ, વાઇસ ચેરમેન જગદીશ પરમાર, ઇન્ચાર્જ શાસનાધિકારી નિશાંત દવે તથા પૂર્વ હેડક્લાર્ક હસમુખભાઈ સુતરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના પદાધિકારી અને અધિકારીના હસ્તે છ શિક્ષકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી તેના કર્મ અને ધર્મને નિષ્ઠા પૂર્વક નિભાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષા ઇન્દિરાબેન રાજ, ઉપાધ્યક્ષ જગદીશભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી નિશાંત દવે, ભૂતપૂર્વ હેડ ક્લાર્ક હસમુખભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્તે 6 વિદ્યાસહાયક શિક્ષકોને  પુરા પગાર નો ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.

જંબુસર બીએપીએસ મંદિર ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

જંબુસર બીએપીએસ મંદિર ખાતે આયુષ્યમાન ભારત ના સ્વસ્થ પરિવાર ખુશહાલ પરિવાર સ્લોગન સાથે  બ્લોક હેલ્થ આરોગ્ય મેળો જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર મુનીરા શુકલાના માર્ગદર્શન હેઠળ  બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો જેમાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી માજી આરોગ્ય ચેરમેન નટવરસિંહ જીલ્લા પંચાયત સદસ્ય સંજય સિંહ યાદવ મામલતદાર જંબુસર ડોક્ટર તુષાર પટેલ  સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

આરોગ્ય મેળા દ્વારા આયુષ્યમાન કાર્ડ ગુજરાત એ સંજીવની સહિતની આરોગ્યલક્ષી યોજનાઓ  તાલુકા માટે ખુબ જ અગત્યની બની રહેશે  તેમ ઉપસ્થિતો દ્વારા જણાવી સરકારની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની માહિતી આપી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોની ઘટ સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી પડે છે તે વહેલી તકે પૂરવી જોઇએ જેથી કરીને જનતાને આરોગ્યલક્ષી સેવાઓનો સારી રીતે સરળ રીતે લાભ મળી શકે જરુરિયાતમંદોને વડોદરા ભરૂચ જવું ના પડે તેમ પોતાના વક્તવ્યમાં ટકોર કરી હતી.

આ મેળામાં હેલ્થ આઈડી હોમિયોપેથિક દાંતના સર્જન રસીકરણ ટેલીમેડિસિન સ્ત્રીરોગ  શહીદ ડોક્ટરોએ સેવાઓ આપી હતી અને મોટી સંખ્યામાં લોકોએ વિવિધ તબીબી સેવાનો લાભ લીધો હતો.આ બ્લોક હેલ્થ મેળામાં આશા આંગણવાડી બહેનો સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપરના બીગ બોસ સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સ્પા.ની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવાની અપાયેલ કડક સૂચના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા પોલીસ ટીમે બાતમી મળી હતી કે ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કેડમાં આવેલ બીગબોસ સ્પા ની આડમાં બહારની છોકરી મંગાવી દેહ વ્યાપાર ચલાવે છે.

જે બાતમી આધારે એ ડિવિઝન ટીમે છાપો મારવા એક ખાનગી વ્યક્તિને ગ્રાહક તરીકે તૈયાર કરી બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ રેઇડમાં દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ છ યુવતિઓ તથા બિગબોસ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક રાકેશ મનુભાઇ વાળંદ રહે-એ/૮ વિશ્વભર કોમ્પલેક્ષ, એમઆર.એફ. શો રૂમની પાછળ, નંદેલાવ ભરૂચ હાજર મળી આવતા પોલીસે જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે સ્પામાંથી બે મોબાઇલ અને કાઉન્ટર ઉપરથી રોકડા ૭૫૦૦ મળી કુલ રૂ. ૧૩૫૦૦/- કબ્જે કરી દુકાન માલીક વિરુધ્ધ ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઘણાં લાંબા સમયથી સ્પાની આડમાં ચાલતા આ દેહ વેપારમાં સ્પામાં રખાયેલ રૂપ લલનાઓ ક્યાંની હતી? જો બહારની હતી તો તેમના પાસપોર્ટ છે કે કેમ? તેમજ ભરૂચ જ્યાં તેઓને રાખવામાં આવી તે મકાન માલિકે પોલીસ વેરીફીકેશન કરાવ્યું છે  કે કેમ જેવા સવાલોના જવાબ હજુ સુધી પોલીસે અકબંધ રાખવા સાથે મેટ્રો સીટીમાં ઝડપાતા દેહવેપારમાં રૂપ લલનાઓ,ગ્રાહક તેમજ માલીક અને સંચાલકોના ફોટો વિડીયો સાથે વિગત પ્રકાશીત કરાય છે. જ્યારે ભરૂચમાં માત્ર રૂ.૧૩૫૦૦ના મુદ્દામાલ સાથે પકડાયેલ સ્પાના માલીકનો ફોટો જ પ્રસારણ માટે આપી એ ડિવિઝન પોલીસ કેમ ભીનું સંકેલી રહી છે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.

અંકલેશ્વરની શુભમ રેસીડેન્સીમાં બીમારીથી કંટાળેલા યુવાને કર્યો આપઘાત

અંકલેશ્વરની શુભમ રેસીડેન્સી માં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન દોરી ટુંકાવી લીધી હતી. મગજ ની બીમારી થી કંટાળેલા 36 વર્ષીય રાજુ સુથાર આપઘાત કર્યો હતો. માનસિક રીતે પડી ભાગેલા યુવાને બેડરૂમ જઇ આપઘાત કરી લીધો હતો.

અંકલેશ્વર તાલુકા સેવા સદન ની સામે આવેલ શુભમ રેસીડેન્સી માં મકાન નંબર E-103 માં રહેતા 36 વર્ષીય રાજુભાઈ દેવકિશન સુથાર મગજ ની બીમારી થી પીડાય રહ્યા હતા અને કામ ની ચિંતા ના કારણે તેઓ માનસિક સ્થિતિ બગડી હતી દરમિયાન ગત રાત્રી તેઓ પરિવાર સાથે મકાન માં મુખ્ય રૂમ માં સુતા હતા.

દરમિયાન રાત્રી ના 2 વાગ્યા બાદ પત્ની અને બાળકો ગાઢ નિદ્રા માં હતા તે દરમિયાન બેડરૂમ ના તેવો ગયા હતા જ્યાં પંખા ના હુક માં ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો. સવારે તેમની પત્ની પથારી માં પતિ ને ના જોતા શોધવા નીકળતા બેડરૂમ નો દરવાજો ખોળતાંજ પતિ રાજુભાઈ સુથાર ને આપઘાત કરેલી હાલતમાં લટકતી જોવા મળ્યા હતા.

તેઓ પાડોશી ને જાણ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને નીચે ઉતરી પી.એમ અર્થે ખસેડાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પી.એમ. કરાવ્યું હતું.

અંકલેશ્વરના ખરોડ -બાકરોલ વચ્ચે દારૂલઉલુમ નજીક દીપડો દેખાતાં ફફડાટ

અંકલેશ્વરના ખરોડ -બાકરોલ વચ્ચે આવેલ દારૂલઉલુમ માં દીપડો દેખા દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. દારૂલઉલુમ ના સંચાલક ના જણાવ્યા અનુસાર દીપડા દ્વારા 5 થી 6 વાર આંટાફેરા માર્યા હતા.4 થી વધુ વખત મરઘા નો શિકાર કર્યો હતો. કાપોદ્રા, બાકરોલ, ખરોડ, ગામમાં દીપડો દેખાયો હોવાની જાણ કરી હતી.અંકલેશ્વર તાલુકાના ખરોડ અને બાકરોલ ગામ ના આંતરિક રસ્તા પર આવેલા દારુલ ઉલુમ માં ગત રાત્રી માં દીપડા એ આતો મારી 4 થી વધુ મરઘા નો શિકાર કર્યો હતો જે દીપડા ને દીવાલ પર બેસેલો દારુલ ઉલુમ ના સંચાલકોએ નિહાળતા આ અંતે અંકલેશ્વર વન વિભાગને જાણ કરતા વન વિભાગે સ્થળ તપાસ કરી હતી.

જો કે દારૂલઉલુમ ના વડા ની ફરિયાદ આધારે પાંજરું મુકવામાં આવ્યું હતું. વન વિભાગ ના વિસ્તરણ અધિકારી દિનેશ ડામોર એ જણાવ્યું હતું કે હાલ ફરિયાદ મળી છે જે આધારે અમે પાંજરા મુક્યા છે.ખેતરો માં દીપડા ની હયાતી ના નિશાન ચકાસી રહ્યા છે. જો કે નિશાન મળ્યા નથી. આ અંગે દારુલ ઉલુમ સંચાલક મંડળ દ્વારા જણાવ્યું હતું કે અગાવ 5 થી 6 વાર દીપડો આવી ગયો છે. જેમાં 4 થી વધુ વાર દીપડો અહીં આવી અત્યાર સુધી 15 થી વધુ મરઘા નો શિકાર કર્યો છે.

error: Content is protected !!