ભરૂચ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદાર બહેને એક ધાર્મીક ટીવી ચેનલ ઉપર “ઇસ યુગકા સમાધાન” નામની જાહેરાત જોયેલ જેથી અરજદાર બહેનને સોસાયટીના કુતરાઓથી હેરાનગતી થતી હોય જેથી તેમાં જણાવેલ સંપર્ક નંબર ઉપર ફોન કરતા અરજદારને વિધી કરવાના તથા તેમના પુત્ર તેમજ પતિ ઉપર સંકટ દુર કરવાના બહાને અરજદાર પાસેથી કુલ ૨,૮૪,૭૮૦/- રૂપીયા ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ વધુ રૂપીયાની માગણી કરતા અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતા અરજદાર દ્વારા ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
જેથી ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ અરજદારે બેંક ઓફ બરોડા ઇલ્હાબાદ (યુ.પી) બ્રાંચના બેંક એકાઉટમાં રૂપીયા ટ્રાન્સફર કરેલ જે એકાઉટને બેંકમાં ઇમેલ કરી તાત્કાલિક ડેબીટ ફ્રિઝ કરાવેલ જેથી સામાવાળાની અમુક રકમ બ્લોક થઇ ગયેલ જેથી સામાવાળા નાઓએ અત્રેના પોલીસ મથક નો સંપર્ક કરી અરજદારના ખાતામાં કુલ રૂ.૨,૪૮,૭૮૦/- બેંક એકાઉન્ટમાં પરત કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે .
ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેન્કમાંથી માહીતી માટે ફોન આવેતો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાં જઇ માહીતી મેળવવી અને જોજરૂર જણાય સાઈબર ક્રાઈમ સેલ ભરૂચ અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવા અપીલ કરાઇ છે.