ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લામા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ ઉત્પાદન, વેચાણ કરતા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરેલ હતા.

દરમ્યાન ગઇકાલ તા-૧૮/૦૪/૨૦૨૨ ના રોજ એલ.સી.બી ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળેલ કે  નેશનલ હાઇવે નં -૪૮ પર અંકલેશ્વર થી સુરત જતા ટ્રેક ઉપર આવેલ હોટલ  પલ્સ પાછળ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની સીમમાં શિવદર્શન રેસીડન્સીમાં નવા બનતા એક મકાનમાં ગેરકાયદેસર બાયોડીઝલ ઉત્પાદન સારૂ રૉ મટીરીયલ (જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી જથ્થો) નો સંગ્રહ કરી રાખેલ છે.

જે હકીકત આધારે એલ.સી.બી ટીમ દ્વારા રેઇડ કરતા નવા બનતા મકાનમાં શંકાસ્પદ પ્રવાહી તથા અન્ય બાયોડીઝલ ઉત્પાદન અંગે ઉપયોગી સાધન સામગ્રી મળી આવી હતી. જેથી એફ.એસ.એલ અધિકારી તેમજ મામલતદાર અંક્લેશ્વરને સ્થળ ઉપર બોલાવી આ જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી ભરેલ મળી લોખંડના ૦૫ બેરલ જેમાં ૧૦૦૦ લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી કિ ૩.૬૦,૦૦૦ / – તથા સંગ્રહ કરવા સારૂ રાખેલ પ્લાસ્ટીકની મોટી ટાંકી જેમાં આશરે ૧૦ લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી કિં રૂ .૬૦૦ / – તથા ત્રણ નાની ખાલી ટાંકી તેમજ બાયોડીઝલ બહાર કાઢવા માટે ડીઝલ ફીડીંગ પંપ વીગેરે સાધન સામગ્રી સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.

આ  શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ૧૦૧૦ લીટર જેની કી.રૂ.૬૬,૬૦૦૪ તથા તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ કિં રૂ.૧,૧૯,૪૦૦ /- નો મુદ્દામાલ જ્પ્ત કરી અને સ્થળ ઉપરથી પકડાયેલ બન્નેવ આરોપી મહેશ ઉર્ફે ઘુઘો રાજાભાઇ મેવાડા (ભરવાડ) રહેવાસી ૨૭૮, ડાહ્યાપાર્ક લંબે હનુમાન રોડ લાભેશ્વર વરાછા, સુરત શહેર અને લાલજી ઉર્ફે લાલો કાનાભાઇ મેવાડા રહેવાસી મ.નં.- ૨૩૮ ડાહ્યાપાર્ક , લંબે હનુમાન રોડ લાભેશ્વર સુરત મુળ રહેવાસી ગામ – સીમરણ તા . સાવરકુંડા જી.અમરેલી તથા આ જથ્થો આપનાર ઇસમ યોગેશભાઇ રહેવાસી.સુરત વિરૂધ્ધમાં અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here