જંબુસર બીએપીએસ મંદિર ખાતે આયુષ્યમાન ભારત ના સ્વસ્થ પરિવાર ખુશહાલ પરિવાર સ્લોગન સાથે બ્લોક હેલ્થ આરોગ્ય મેળો જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર મુનીરા શુકલાના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો જેમાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી માજી આરોગ્ય ચેરમેન નટવરસિંહ જીલ્લા પંચાયત સદસ્ય સંજય સિંહ યાદવ મામલતદાર જંબુસર ડોક્ટર તુષાર પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.
આરોગ્ય મેળા દ્વારા આયુષ્યમાન કાર્ડ ગુજરાત એ સંજીવની સહિતની આરોગ્યલક્ષી યોજનાઓ તાલુકા માટે ખુબ જ અગત્યની બની રહેશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવી સરકારની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની માહિતી આપી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોની ઘટ સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી પડે છે તે વહેલી તકે પૂરવી જોઇએ જેથી કરીને જનતાને આરોગ્યલક્ષી સેવાઓનો સારી રીતે સરળ રીતે લાભ મળી શકે જરુરિયાતમંદોને વડોદરા ભરૂચ જવું ના પડે તેમ પોતાના વક્તવ્યમાં ટકોર કરી હતી.
આ મેળામાં હેલ્થ આઈડી હોમિયોપેથિક દાંતના સર્જન રસીકરણ ટેલીમેડિસિન સ્ત્રીરોગ શહીદ ડોક્ટરોએ સેવાઓ આપી હતી અને મોટી સંખ્યામાં લોકોએ વિવિધ તબીબી સેવાનો લાભ લીધો હતો.આ બ્લોક હેલ્થ મેળામાં આશા આંગણવાડી બહેનો સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર