આમોદની સમાં ચોકડી પાસે ગત રોજ બપોરના સમયે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક સવાર મહિલાને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.આમોદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદની સમાં ચોકડી પાસે કરજણ તાલુકાના શનાપુર ગામથી બાઇક લઈને આમોદ તાલુકાના કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળેલા મંગેતર અમિષાબેન વસાવા તથા સુનિલભાઈ વસાવાની મોટર સાઈકલને ટ્રક નંબર HR 74 A 6445 ના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી.જેથી બાઇક ઉપર સવાર અમિષાબેન વસાવાને જમણા પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેમજ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.ત્યાર બાદ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત અમિષાબેન વસાવાને સૌપ્રથમ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે ઇજાગ્રસ્ત અમિષાબેનના ભાઈ રાજેશ રમેશ વસાવાએ મોડી રાત્રે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાઇક સવાર અમિષાબેનની સગાઈ વાગરા તાલુકાના અલાદરા ગામે રહેતા સુનિલ વસાવા સાથે થઈ હતી.જે બંને મંગેતર બાઇક લઈને કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જતાં હતાં તે વેળા આમોદની શમાં ચોકડી પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here