જંબુસર તાલુકાના મગણાદ સ્થિત આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જંબુસર નગરના બે સર્કલનું નિર્માણ કરાયું જેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ તથા બીએપીએસ સંસ્થાના અટલાદરા કોઠારી ભાગ્યસેતુદાસ સ્વામીના હસ્તે કરાયું હતું.
મગણાદ ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી દ્વારા તાલુકાના અનેક ગામોમાં વખતોવખત સમાજ ઉપયોગી શૈક્ષણિક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા તત્પર રહેતા હોય છે કંપની સંચાલકો દ્વારા અગાઉના સમયમાં ૨૦૦૭ માં જંબુસર નગરના પ્રવેશદ્વાર ડાભા ચોકડી તથા પ્લાઝા પાસે બે મોટા સર્કલોનુ નિર્માણ કરાયું હતું . હાલ કંપની દ્વારા જંબુસર નગરના એસટી ડેપો તથા ટંકારી ભાગોળ સર્કલનું નવનિર્માણ કરાયું બન્ને સર્કલનુ ભૂમિપૂજન અગાઉ બીએપીએસ સંસ્થાના સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.
જે હાલ અંદાજે દસ લાખના ખર્ચે સુંદર બે સર્કલો તૈયાર થતા તેનું લોકાર્પણ આજરોજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભાવેશભાઇ રામી તથા બીએપીએસ સંસ્થાના અટલાદરા કોઠારી ભાગ્યસેતુદાસ સ્વામીના વરદ હસ્તે મંત્રોચ્ચાર વિધિ સહિત કરવામાં આવ્યું હતું અને આ નવીન સર્કલ ડેપો ખાતે લોકાર્પણ કરાયું તે સુપર સોલ્ટ સર્કલ અને ટંકારી ભાગોળ ખાતે લોકાર્પણ કરાયું તે પ્રમુખસ્વામી સર્કલ નામાભિકરણ કરવામાં આવ્યું આ પ્રસંગે જ્ઞાનવીર દાસ સ્વામી કંપની ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ આસિસ્ટન્ટ મેનેજર કિરણભાઈ પટેલ હેમેન્દ્રભાઈ યાદવ એચ આર ડિપાર્ટમેન્ટ રાકેશભાઈ ગાંધી માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા નગરપાલિકા સદસ્યો સહિત કંપની સ્ટાફ અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર