The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 123

ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ઘરમાં દેહ વેપલો ચલાવતા માતા-પુત્ર ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા નાઓ દ્વારા ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તીઓને શોધી કાઢવાની સુચના આપેલ હતી.

જે આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ. કે.ભરવાડ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક તથા પો.સ.ઈ ડી.આર.વસાવા પેરોલ ફર્લો સ્કોડ, ભરૂચ તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ ટીમને માહીતી મળેલ કે, ભરૂચ શહેરના બરાનપુરા વિસ્તારની કોહિનુર ગેસ સર્વિસ નામની દુકાન પાછળ આવેલ રહેણાક મકાનમાં છોકરીઓ મંગાવી ગેરકાયદેસરનો દેહ વ્યાપાર ચલાવવામાં આવે છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ બે યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતી મહિલા લતાબેન વસાવા તથા તેઓનો પુત્ર જીગ્નેશ ઉર્ફે રાજુ નટવરભાઇ વસાવા હાજર મળી આવતા જરૂરી પુરાવાઓ એકત્ર કરી તેઓ બન્ને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.સાથે પોલીસ ટીમે મોબાઇલ નંગ -૦૧ કી.રૂ .૫૦૦૦ /રોકડા રૂપીયા ૫૨૦૦/મળી કુલ કિંમત રૂપીયા ૧૦,૨૦૦/ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મહાવીર મિનરલ્સ કંપનીના માલિકને લૂંટી અને ખંડણી માંગનાર મુખ્ય આરોપી ઝડપાયો

ભરૂચની નર્મદા ચોકડી પરથી મહાવીર મીનરલ્સના કંપની માલિકને વડોદરા જીપ્સમ અપાવવાના બહાને હાલ અંકલેશ્વર ભાડે રહેતા હરિયાણાના ભીમસિંગે પૈસાની જરૂરિયાતને લઈ 15.48 લાખની લૂંટ અને ખંડણી ચલાવી હોવાની  વિગતોનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ભીમસીંગ સોરેન ઉર્ફે ભીમો માનસીંગ ચોરાનને રાજસ્થાનના ચરૂ ખાતેથી દબોચી લીધો છે.

હાલ મુંબઈ રહેતા ભોલાવના અપૂર્વ શાહની સુરત અને દહેજમાં મહાવીર મિનરલ્સ કંપની આવેલી છે. તેઓ જીપ્સમની દલાલી કરતા ભીમો ઉર્ફે ભીમસિંગના સંપર્કમાં હતા. મૂળ હરિયાણાનો ભીમો અંકલેશ્વર ભાડેથી રહેતો હતો. પૈસાની જરૂર હોઈ ભીમાએ હરિયાણાના ગુંડા આઝાદસિંઘ સાથે મળી અપૂર્વ પાસેથી નાણાં પડાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જે મુજબ નર્મદા ચોકડીથી તેની જ કારમાં તેને વડોદરા જીપ્સમ માટે લઈ જઈ પોર પાસે આઝાદસિંગ અને અન્ય 5 સાગરીતો સાથે મળી દેશી પિસ્તોલની અણીએ રોકડા 15.48 લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી.

ભરૂચ ડીવાયએસપી વિકાસ સુંડા, સી ડિવિઝન પી.આઈ. ડી.પી. ઉનડકટ, પોસઇ ટાપરિયા સહિત ટીમે મુખ્ય આરોપી ભીમસીંગ સોરેન ઉર્ફે ભીમો માનસીંગ ચોરાનને રાજસ્થાનના ચરૂથી દબોચી લીધો છે. જ્યારે રોકડા અને અન્ય આરોપીઓ આઝાદસીંગ, અમિત ઉર્ફે મીતા, પ્રકાશ, ડરીયા ઉર્ફ રાધેને ઝબ્બે કરવા વધુ તપાસ ચલાવાઇ રહી છે.

વાગરાના સુવાના લોકોએ દહેજ-ભરૂચને જોડતા માર્ગ ઉપર કર્યો ચક્કાજામ

  • ગૌચર જમીન અને લેન્ડલુઝર્સ માટે નોકરીની માંગ કરી

વાગરા તાલુકાના સુવા ગામે દહેજ જીઆઈડીસીમાં ખાનગી જમીન સાથે ગૌચરની જમીન પણ સંપાદિત કરી લેવામાં આવી હતી. ગ્રામજનોના ગૌચર માટે 200 એકર જમીન અને લેન્ડલુઝર્સને કંપનીમાં કાયમી નોકરીની વખતો વખત રજૂઆતો રહી હતી. જો કે સત્તાધીશો કે કંપનીઓ દ્વારા ગ્રામજનોની માંગણીઓ ઉપર ધ્યાન નહિ અપાતા આજે સોમવારે સુવા ચોકડી નજીક ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

ભરૂચ-દહેજને જોડતા માર્ગ ઉપર બેસી જઇ ચક્કાજામ કરતા તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામજનોના રસ્તા રોકો આંદોલનને લઈ ભરૂચ-દહેજ માર્ગ ઉપર વાહનોની કતારો જોતજોતામાં સર્જાઈ ગઈ હતી. વિરોધ નોંધાવી રહેલા લોકોને પોલીસ કાફલાની સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરાતા આખરે થંભી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

ભરૂચના મકતમપુરની પુષ્પ્કુંજ સોસાયટીમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાઓ તરફથી પ્રોહી/જુગારને અસમાજીક પ્રવુતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ડી.પી.ઉનડકટ પોલીસ ઈન્સ્પેકટર ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે તારીખ ૨૪/૦૪/૨૦૨૨ ના રોજ સાંજના સમયે મકાન નંબર ૩૨ પુષ્પ્કુંજ સોસાયટી તુલસીધામ પાસે મકતમપુર તા જી ભરૂચ ખાતે પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા કુલ પાંચ (૦૫) જેટલા ઈસમોને ઝડપી પાડી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સી ડીવિઝન પોલીસે જુગાર રમતા મુકેશભાઈ વિહિતલાલ પારેખ ઉ.વ-૬૫ રહે- મ.નં-૩૨ પુષ્પકુંજ સોસાયટી મકતમપુર તા જી ભરૂચ, પંકજભાઈ રમણલાલ કાયસ્થ ઉ.વ-૪૨ રહે- મકાન નં-૬૫૩ આનંદ નગર સોસાયટી શક્તિનાથ પાસે ભરૂચ, યોગેશભાઈ સુરેન્દ્રભાઈ મોદી ઉ.વ-૪૭ રહે મકાન નં-૧૯ અપનાઘર સોસાયટી, આશ્રય સોસાયટી પાસે નંદેલાવ રોડ ભરૂચ,રાજુભાઈ સોમાભાઇ રાણા ઉ.વ-૬૬ રહે મકાન નંબર બી/૦૪ ધનીક્ષ પાર્ક સોસાયટી ત્રીમુર્તી હોલની બાજુમા શક્તિનાથ પાસે ભરૂચ, વિજયભાઈ પુંજભાઈ પટેલ ઉ.વ-૪૮ રહે મકાન નં-બે/૨૩૯ નવચોકી હેઠાણા લલ્લુ ભાઈ ચકલા ભરૂચને રોકડા રૂપીયા તથા મોબાઈલ તેમજ જુગાર રમવાના સાધનો સાથે કુલ રૂપીયા ૪૩૨ર૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુંબઈ ખાતે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી PM મોદીને કરાયા સન્માનિત

પીએમ મોદીને રાજકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પહેલો લતા દીનાનાથ એવોર્ડ આપવામાં આવ્યો છે. માસ્ટર દીનાનાથ પ્રતિષ્ઠાન અને મંગેશકર પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી કલાકારોને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ હવેથી લતા મંગેશકરના નામ પર આપવામાં આવનાર પહેલો એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. લતા દીનાનાથ નામનો આ પુરસ્કાર દર વર્ષે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર આપવામાં આવશે.

પીએમ મોદીએ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમણે આશા ભોંસલે, ઉષા મંગેશકર, આદિત્યનાથ મંગેશકરના હાથે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. વડાપ્રધાન મોદીએ આ એવોર્ડ દેશના લોકોને સમર્પિત કર્યો. તેમણે કહ્યું કે લતા દીદી લોકોના છે. તેથી, હું આ એવોર્ડ દેશના લોકોને સમર્પિત કરું છું. પીએમે કહ્યું કે તેઓ સામાન્ય રીતે કોઈ એવોર્ડ સ્વીકારતા નથી, પરંતુ આ એવોર્ડ અલગ છે. જેમાં બહેનનું નામ છે. મંગેશકર પરિવારના પ્રેમનું પ્રતિક છે. મંગેશકર પરિવારનો મારા પર અધિકાર છે. તેથી, હું આ એવોર્ડ સ્વીકારવાની તક ગુમાવી શકું નહીં.

આ અવસર પર લતા દીદીને યાદ કરતાં પીએમે કહ્યું કે આ પહેલું રક્ષાબંધન હશે જ્યારે દીદી તેમની વચ્ચે નહીં હોય. પીએમ મોદી આ એવોર્ડ સ્વીકારવા માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતથી સીધા મુંબઈ પહોંચ્યા હતા. તેઓ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા.

પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર સ્વીકાર્યા બાદ પીએમ મોદીએ શ્રી સરસ્વત્ત્યે નમઃ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આદરણીય હૃદયનાથ મંગેશકરજી પણ આવવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવી શક્યા ન હતા. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. હું સંગીતનો જાણકાર નથી, પણ હું જાણું છું કે સંગીત પણ એક પૂજા છે અને એક લાગણી પણ છે.

સંગીતનો સ્વર તમને અલગતાનો અહેસાસ આપી શકે છે. સંગીત તમને માતૃત્વની અનુભૂતિ કરાવી શકે છે. સંગીત તમારામાં ફરજ અને દેશભક્તિની ભાવના જાગૃત કરી શકે છે. લતા દીદીને સાંભળવાનો લહાવો અમને મળ્યો છે. લતા દીદી સાથેનો મારો પરિચય ચાર-પાંચ દાયકા પહેલાનો છે. સુધીર ફડકેજીએ મારી ઓળખાણ કરાવી હતી. હું તેને ગર્વથી દીદી કહું છું અને તે મને નાના ભાઈનો પ્રેમ આપતા હતા.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘હું આ એવોર્ડ ભારતના લોકોને સમર્પિત કરું છું. જેમ તે લોકોની હતી, તેવી જ રીતે તેમના નામે મને આપવામાં આવેલો આ એવોર્ડ પણ લોકોને સમર્પિત છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું, દેશ માટે જે યોગદાન આપ્યું છે તેના માટે અમે બધા મંગેશકર પરિવારના ઋણી છીએ. અંતમાં પીએમ મોદીએ કહ્યું, કોરોના સમયગાળા દરમિયાન દેશમાં ગરીબો માટે કામ કરતી હોસ્પિટલોની સંખ્યામાં પુણેની મંગેશકર હોસ્પિટલનો મોટો ફાળો હતો. હું મંગેશકર પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે દીદીના નામે આ પ્રથમ એવોર્ડ માટે મને પસંદ કર્યો.

લાલ કિલ્લા ઉપરથી PM નું આહવાન ભરૂચ વહીવટી તંત્રે કર્યું દેશમાં સાર્થક

આઝાદી કા અમૃતમહોત્સવ 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશ જોગ સંબોધન. અને તેમના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું. આજે વિધવા, નિરાધાર અને વૃદ્ધ સહાયની 4 યોજનામાં 12856 લાભાર્થીઓને શોધી 100 ટકા લાભ અપાવવા સાથે ભરૂચ જિલ્લો આ પહેલના અમલીકરણમાં દેશમાં પેહલા સ્થાને પોહચી ગયો છે.

PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021 ના રોજ 75 માં સ્વાતંત્ર્ય પર્વ ઉપર દિલ્હીના લાલ કિલ્લા પરથી સરકારી યોજનાઓનો દરેક જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે સૌના સાથ, સૌના વિકાસ હેઠળ કામગીરી કરવા આહવાન કર્યું હતું.

PM ના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું હતું. જાન્યુઆરી 2022 થી 3 મહિના માટે ઉતકર્ષ પહેલ જિલ્લા વહીવટી તંત્રે શરૂ કરી હતી. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ નગર, 9 તાલુકા અને 645 જેટલા ગામોમાં આ પહેલ હેઠળ તબક્કાવાર આયોજન ગ્રાઉન્ડ લેવલ સુધી ઘડી કઢાયું હતું.

ભરૂચ જિલ્લામાં સરકારની 4 યોજનાઓ વિધવા સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ યોજના અને કુટુંબ આર્થિક સહાયનો લાભ અપાવવા ઉતકર્ષ પહેલ શરૂ કરાઇ હતી.

જેમાં જરૂરિયાતમંદ લોકો સુધી પોહચી શકાય અને 100 ટકા લોકોને આવરી લેવાય તે માટે ઇનસેન્ટીવ પણ સામેલ કરાયું હતું. યોજનામાં સહાય લાયક લોકોને શોધવા, ફોર્મ ભરાવવા, ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શિક્ષિત બેરોજગરોને પેહલા ₹250 નું ઇનસેન્ટીવ બાદમાં ₹500 નું ઇનસેન્ટીવ ફોર્મ દીઠ અપાયું હતું.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની રિધ્ધી ફાર્મા કંપની વર્કશોપમાં આગ

અંકલેશ્વર ખાતે બે દિવસમાં જ આગ લાગવાની બીજી ઘટના બનવા પામી છે. જેમાં જી.આઇ.ડી.સી.ની એશિયન પેઇન્ટસ ચોકડી નજીક આવેલ રિદ્ધિ ફાર્મા કંપનીના વર્કશોપમાં એકાએક આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામી હતી.

રિદ્ધિ ફાર્મા કંપનીના વર્કશોપમાં કોઇ કારણોસર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અડધો કિલોમીટર દૂરથી જ આગના ગોટેગોટા જોવા મળતા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. આ આગની ગરમી ના પગલે કંપની નજીક ચાની કીટલી પર રહેલ ગેસનો બોટલ ફાટતા બે વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.આગની જાણ કરાતા જ આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવા માટે પ્રયાસ શરૂ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગને પગલે કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારો ની બેઠક યોજાઇ

ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની બેઠક દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.

કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી, તેમજ કોરોના કાળમાં જે પત્રકારોનું અવસાન થયું હતું , તેઓના માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું,

ઉપસ્થિત મહેમાન  મંચસ્થ મહાનુભવો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ ને આગળ વધારતા પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પોતાના શાબ્દિક ઉદ્દબોધન માં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર 2019 નાં દિવસે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક યોજાઇ હતી અને આજ દિન સુધીમાં ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં બીજા અને ત્રીજા તબક્કાની બેઠકો યોજી સંગઠન ને મજબૂત કરવાનું કાર્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. અને નજીકના સમયમાં માત્ર બાકીના 4 જિલ્લાઓની સંગઠન ની કારોબારીની રચના કરી પૂર્ણ ગુજરાત માં 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠન ની કારોબારી પૂર્ણ કરી પત્રકાર એકતા સંગઠનનાં પ્રયોજક અને સ્વપ્ન દ્રષ્ટા મર્હુમ સલીમભાઈ બાવાણીને સાચી શ્રધ્ધાંજલી આપી એક મહા અધિવેશન નું પણ આયોજન કરવાનું જણાવાયુ હતું,

ત્યાર બાદ ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા સંગઠન નાં તેમના જિલ્લામાં અને સંગઠન સાથેના અનુભવો હાજર પત્રકાર મિત્રો સાથે વહેચતા પત્રકાર એકતા સંગઠન સાથે જોડાઈ અને પત્રકારો ને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

વિશેષ ઉપસ્થિત પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠન નાં કાર્યો વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકાર મિત્રોને વિવિધ રૂપે મદદરૂપ થયા છે અને સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ માંગણીઓ પૈકીની મહત્તમ માંગણીઓ  એક મહા અધિવેશન આગામી દિવસોમાં યોજી અને સરકાર નાં પ્રતિનિધિ પોતે જ મંચ પરથી જાહેરાત કરશે.કાર્યક્રમના અંતે સૌ પત્રકાર મિત્રોએ પ્રિતી ભોજન લઈ સહર્ષ છુટ્ટા પડ્યા હતા.

પત્રકાર એકતા સંગઠનમાં નર્મદા જિલ્લા કારોબારીની નિમણૂક કરી અને જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાવા જવાબદારી સોંપાઈ હતી.

પ્રમુખ :સુનિલભાઈ વર્મા

*ઉપ પ્રમુખ :અય્યાઝ આરબ

રાજેન્દ્ર ચૌહાણ

જયેશ પારેખ

અરુણાબેન વસાવા

*મહામંત્રી :સર્જન વસાવા

જયદિપ વસાવા

દિનેશભાઇ સોની

હેમલતાબેન વસાવા

*મંત્રી           :ગૌરાંગભાઈ સોની

જેસિંગ વસાવા

મનિષ પારેખ

અમૃત વસાવા

*સહમંત્રી       : વસીમ મેમણ

તાહિર મેમણ

મનોજ પારેખ

ઇરફાન સોલંકી

*ખજાનચી      :  ભરતભાઇ વર્મા

*આઈ.ટી. સેલ :  અરબાઝ  આરબ

* રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ગેલ કંપની દ્વારા ઈંધણ બચાવના સૂત્ર સાથે 3 કિમીની વોકેથોન યોજાઈ

ભરૂચ ખાતે ગેઈલ ઇન્ડિયા કંપની દ્વારા પેટ્રોપેદાસોની જન જાગૃતિને લઇ સક્ષમ વોકાથોન 2022નું આયોજન કરાયું હતું

ભારત દેશના નાગરિકો ઇંધણનો વપરાશ ઓછો કરતા થાય તે માટે ગેઈલ ઇન્ડિયા દ્વારા દર વર્ષે જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ગેઈલ ટાઉનશીપ ખાતે સક્ષમ વોકાથોન 2022નું આયોજન કરાયું હતું. જે વોકાથોનનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને જીલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.

વોકાથોનમાં વિવિધ શાળાના બાળકો,વિવિધ ગામોના પ્રતિનિધિઓ અને કંપનીના કર્મચારીઓ જોડાયા હતા અને જન જાગૃતિ ફેલાવી હતી આ વોકાથોનમાં ગેઈલ કંપનીથી પંડિત ઓમકારનાથ હોલ સુધી યોજાઈ હતી આ વોકાથોનમાં ગંધાર ગેઈલ કંપનીના ચીફ જનરલ મેનેજર સંજય મુસલગાંવક, બી.એલ. જાજમે અને અધિકારીઓ તેમજ દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના કોલેજ રોડ વરસાદી કાસમાં રિક્ષા ખાબકી

ભરૂચના કોલેજ રોડ ઉપર ડી માર્ટ સામે રવિવારે એક રીક્ષા ચાલક આવ્યો હતો. રોડને અડીને આવેલી વરસાદી કાંસના સ્લેબ ઉપર તે રીક્ષા પાર્ક કરી ઉભો રહ્યો હતો. જે વેળા ધડાકા સાથે સ્લેબ તૂટી પડવા સાથે આખે આખી રીક્ષા કાંસમાં ગરક થઈ ગઈ હતી.

રીક્ષા ચાલકે બુમરાણ મચાવતા અને ઘટનાના અવાજથી આસપાસ ટોળે ટોળાં ભેગા થઈ ગયા હતા. રીક્ષા સાથે જ મસમોટા ભુવામાં પડેલા રીક્ષા ચાલકને લોકોએ હેમખેમ બહાર કાઢ્યો હતો. જેને નાની મોટી ઇજા થઇ હતી. જોકે સદનસીબે તેનો બચાવ થયો હતો.

મોટા ભુવામાં ઉતરી ગયેલી રીક્ષાને બહાર કાઢવા ક્રેન બોલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા હલકી કક્ષાની કામગીરીના કારણે આજે એક વ્યક્તિનો જીવ જતા બચી ગયો હતો. આજે રવિવારે કોલેજ રોડ ઉપર ખાણી પીણી ને લઈ ભારે ભીડ ઉમટતી હોય જો સાંજે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શક્ત તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

error: Content is protected !!