મહાવીર મિનરલ્સ કંપનીના માલિકને લૂંટી અને ખંડણી માંગનાર મુખ્ય આરોપી ઝડપાયો

0
72

ભરૂચની નર્મદા ચોકડી પરથી મહાવીર મીનરલ્સના કંપની માલિકને વડોદરા જીપ્સમ અપાવવાના બહાને હાલ અંકલેશ્વર ભાડે રહેતા હરિયાણાના ભીમસિંગે પૈસાની જરૂરિયાતને લઈ 15.48 લાખની લૂંટ અને ખંડણી ચલાવી હોવાની  વિગતોનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ભીમસીંગ સોરેન ઉર્ફે ભીમો માનસીંગ ચોરાનને રાજસ્થાનના ચરૂ ખાતેથી દબોચી લીધો છે.

હાલ મુંબઈ રહેતા ભોલાવના અપૂર્વ શાહની સુરત અને દહેજમાં મહાવીર મિનરલ્સ કંપની આવેલી છે. તેઓ જીપ્સમની દલાલી કરતા ભીમો ઉર્ફે ભીમસિંગના સંપર્કમાં હતા. મૂળ હરિયાણાનો ભીમો અંકલેશ્વર ભાડેથી રહેતો હતો. પૈસાની જરૂર હોઈ ભીમાએ હરિયાણાના ગુંડા આઝાદસિંઘ સાથે મળી અપૂર્વ પાસેથી નાણાં પડાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જે મુજબ નર્મદા ચોકડીથી તેની જ કારમાં તેને વડોદરા જીપ્સમ માટે લઈ જઈ પોર પાસે આઝાદસિંગ અને અન્ય 5 સાગરીતો સાથે મળી દેશી પિસ્તોલની અણીએ રોકડા 15.48 લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી.

ભરૂચ ડીવાયએસપી વિકાસ સુંડા, સી ડિવિઝન પી.આઈ. ડી.પી. ઉનડકટ, પોસઇ ટાપરિયા સહિત ટીમે મુખ્ય આરોપી ભીમસીંગ સોરેન ઉર્ફે ભીમો માનસીંગ ચોરાનને રાજસ્થાનના ચરૂથી દબોચી લીધો છે. જ્યારે રોકડા અને અન્ય આરોપીઓ આઝાદસીંગ, અમિત ઉર્ફે મીતા, પ્રકાશ, ડરીયા ઉર્ફ રાધેને ઝબ્બે કરવા વધુ તપાસ ચલાવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here