અંકલેશ્વર ખાતે બે દિવસમાં જ આગ લાગવાની બીજી ઘટના બનવા પામી છે. જેમાં જી.આઇ.ડી.સી.ની એશિયન પેઇન્ટસ ચોકડી નજીક આવેલ રિદ્ધિ ફાર્મા કંપનીના વર્કશોપમાં એકાએક આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામી હતી.
રિદ્ધિ ફાર્મા કંપનીના વર્કશોપમાં કોઇ કારણોસર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અડધો કિલોમીટર દૂરથી જ આગના ગોટેગોટા જોવા મળતા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. આ આગની ગરમી ના પગલે કંપની નજીક ચાની કીટલી પર રહેલ ગેસનો બોટલ ફાટતા બે વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.આગની જાણ કરાતા જ આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવા માટે પ્રયાસ શરૂ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગને પગલે કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.