The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 122

અંકલેશ્વરથી ગુમ 4 બાળકો હેમખેમ મળી આવતાં પરિવારમાં ખુશીનો માહોલ

અંકલેશ્વ૨ શહે૨ પોલીસ મથક વિસ્તારમાં ગઈ તા.૧૮/૦૪/૨૦૨૨ ના રોજ વાલીયા ચોકડી ખાતેથી બપો૨ના એકાદ વાગ્યા દ૨મ્યાન ૪ બાળકો કોઈને કાંઈ કહ્યા વગ૨ ક્યાંક ચાલ્યા ગયેલ છે જે બાબતે અંકલેશ્વ૨ શહે૨ પોલીસ મથકે ૨૫/૦૪/૨૦૨૨ ના રોજ બાળકો ગુમ થયાની ફરીયાદ દાખલ થયેલ હતી.

જે ગુમ ૪ બાળકો બાબતે અંકલેશ્વ૨ શહે૨ પોલીસ દ્વારા અલગ-અલગ ચા૨ ટીમોભી ૨ચના કરવામા આવી જેમાં ટીમ-૧ ને બાળકોના પરિવા૨ અને  અન્ય લોકો સાથે પુછપરછ ક૨વા જણાવેલ તથા ટીમ-૨ ને અંકલેશ્વરમાં ઝુપડપટ્ટીઓમાં તથા ભીખ માંગતા બાળકોની પુછપ૨છ તથા તપાસ ક૨વાની કામગીરી કરવા જણાવેલ તથા ટીમ-૩ વાલીયા ચોકડી તથા તેની આજુબાજુના વિસ્તારોમા ગુમ બાળકો બાબતે પોસ્ટરો લગાડવા, પ્રચા૨ અને શોધખોળની કામગીરી કરવા જણાવેલ

જે પૈકી ટીમ-૨ બે તપાસ દરમ્યાન જાણવા મળેલ કે બાળકો ફ૨વા જવા સારૂ ખુબ ઉત્સાહી હતા અને વારંવા૨ ફ૨વા જવાના હોવાનું કહેતા હોય તેવુ જાણવા મળતા બાળકો કઈ દીશામા ગયા હોવાની શોધખોળ કરતા બાળકોના પરીવા૨વાળા મૂર્તીઓ તથા કટલલરીનો વ્યવસાય કરતા હોય અને પરીવા૨ અલગ-અલગ વિસ્તારોમાં પડાવો નાંખી ૨હેતા હોય એમને કઈ કઈ જગ્યાએ પડાવ નાંખેલ અને બાળકોને કયાં પડાવમા રહેવાની વઘુ મજા આવતી હોય જે આધારે ટીમ-૪ એ સુરત ખાતે પરીવા૨ના પડાવો તપાસ કરવા ૨વાના કરવામા આવેલ હતા.

જેમાં પોલીસ ટીમને કડોદરા ચોકડી પાસે આવેલ હનુમાનજીનાં મંદી૨ પાસે ચારેવ બાળકો નજરે પડતા ફોટા આધારે બાળકોને વેરીફાઈ કરતા ચારેવ બાળકો મળી આવ્યા હતા. જેથી પોલીસ ટીમે  ચારેવ બાળકોને અંકલેશ્વ૨ શહે૨ પોલીસ મથકે લાવી બાળકોના પરીવારને બોલાવી તેમની સાથે સુ:ખદ મિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. બાળકો મળતા પરીવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ચારેવ બાળકો હેમખેમ મળતા પરીવારે પોલીસનો આભાર માન્યો હતો.

2.71 લાખના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે સપ્લાયર અંક્લેશ્વર નજીકથી ઝડપાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાંથી પકડાયેલા એમ.ડી. ડ્રગ્સ મામલામાં સપ્લાયરને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી રીઝવાન અબ્દુલ સતાર સૈયદ, સુરીફ ઉર્ફે સદામ ઐયુબ ચૌહાણ તથા એમ.ડી. ડ્રગ્સ લાવનાર આરોપી સાદાબોદિન ઉર્ફે સાદાબ સીરાજુદિન શેખને 2.73 લાખની કિમતના 27 ગ્રામ 380 મિલી ગ્રામ એમ.ડી.ડ્રગ્સ તેમજ એક કાર મળી કુલ 5.30 લાખની મત્તા કબજે કરવામાં આવી હતી. આ ડ્રગ્સ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળા નામના ઇસમ પાસેથી લાવ્યું હોવાનું આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ બનાવમાં ભરૂચ એસઓજી પોલીસે સુરત એસઓજી પોલીસ સાથે સંકલન સાથે આરોપી બાબતની માહિતી આપી હતી. આ બનાવમાં તપાસ કરી રહેલી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ડ્રગ્સનો જત્થો આપનાર ઇસમ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાલા ઇસમનું સાચું નામ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળો અબ્દુલર સતાર શેખ અને તે લાલગેટ સ્થિત આઈપીમિશન સ્કુલ પાસે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પોતે મુંબઈ ખાતેથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી છૂટકમાં વેચાણ કરતો હોય અને આજથી બે મહિના પહેલા ભરૂચ ખાતે રહેતા હતાં. તેના ઓળખીતા બે મિત્રોને ડ્રગ્સ આપ્યું હતું. પરંતુ તેઓ બંને ભરૂચ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અને તે કેસમાં આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેથી તે ઘરેથી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે અન્ય કોણ કોણ સામેલ છે. તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

ભરૂચ વડદલા પાટિયા નજીક સુરત પાસીંગની કારને નડ્યો અકસ્માત, ૩ ઘાયલ

ભરૂચ નેશનલ હાઇવે પર વડદલા પાટીય નજીક સુરત પાસીંગની એક કારને ગમક્વાર અકસ્માત નડતા ૩ વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને પગલે એક સમયે નેશનલ હાઇવે જામ થવા પામ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે ઉપર સુરત પાસીંગની કાર નં. GJ-05-JK-8552ને આજે સાંજે વડદલા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં કારના આગળના ભાગના ફૂડચા ઉડી ગયા હતા. જયારે કારમાં સવાર ૩ વ્યક્તીઓને ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ૧૦૮ મારફતે ખસેડાયા હતા. ઘટનાના પગલે આસપસના રહીશો એકત્રીત થયા હતા. આ અકસ્માતના પહલે હાઇવે જામના દ્રષ્યો સર્જાવા પામતા પોલીસ પણ દોડી આવી હતી. જેમને થોડા સમયમાં ટ્રાફીક યથાવત કરી વધુ તપાસ હાથધરી હતી.

અંકલેશ્વર બાકરોલ બ્રિજ ઉપર ટેલર પાછળ રીક્ષા ભટકાતા ૩ ઘાયલ

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ટેલર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક સહિત અન્ય બે વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 બાકરોલબ્રિજ ઉપર ટેલર નં GJ. 06. AV. 9461 જઈ રહ્યું હતું દરમીયાન તેની પાછળ રિક્ષા GJ.16.Y.252 ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાના આગળના ભાગનો ખુરદો થઈ જવા પામ્યો હતો. અકસ્માત ના પગલે રિક્ષા ચાલક સહિત એક યુવક અને યુવતી ને ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ વડે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હત.આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ગારદાનાં ડુંગરમાં એકા એક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી

દેડીયાપાડાના ગારદા નાં ડુંગરમાં એકા એક અંદાજિત ભરબપોરે ૧૨ વાગ્યાની આસપાસ વિકરાળ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના બાદ ગારદા નાં ગ્રામજનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતાં. બીજી બાજુ આગ લાગવાની જાણ સરપંચ અને તલાટીકમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને કરતાં તલાટીકમ મંત્રી જાદવભાઈ વસાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીના ટેન્કર ની વ્યવસ્થા કરી ગ્રામજનો સાથે આગ બૂઝાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા.

ગારદા નાં ડુંગર પર બપોરે અચનાક જ આગ લાગી હતી. જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી તરફ આ ઘટના દરમિયાન ગરમ અને સૂકા પવનોની ગતિ વધતાં આગની જાળ વધુ વિકરાળ થવા પામી હતી. મહત્વનું છે કે, આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને ચાર કલાક બાદ જેમતેમ આગ ને કાબૂમાં લીધી હતી. તેમજ (૧)પટેલ વિલ્પા રિશી નો સોલર પેનલ, પાઇપો, ઘાસચારો ૪૦,૦૦૦/- (૨)વસાવા બિપીન.રતિલાલ, નો ઘાસ ચારો ૩૦૦૦/- , (૩)પટેલ દિલીપ વાલજી નો ઘાસ ચારો ૨૦૦૦/-, (૪)વસાવા દાનિયેલ નવજી નો ઘાસ ચારો ૨૮૦૦/-, તેમજ (૫)વસાવા વિજય ફતેસિગનો ઘાસ ચારો ૨૦૦૦/- નો સળગીને ખાક થઇ ગયો હતો. જે મળીને કુલ ૪૯,૮૦૦/- નું નુકશાન થયું છે.

જો કે, આ સમગ્ર મામલે શરૂઆતમાં સ્થાનિક તંત્રના કર્મીઓ નિષ્ક્રીય પણ રહેતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ આ આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જંબુસર શહેર અને તાલુકાની જનતાને યોગમય બનાવવા અંગે બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય યોગબોર્ડ ભરૂચ જિલ્લા કો ઓર્ડિનેટર ભાવિની ઠાકર  દ્વારા જંબુસર નગર અને તાલુકાની જનતામાં યોગ અંગે જાગૃતિ આવે  અને આગામી ૩૦/૪/૨૨ ના રોજ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હોય  જે અંગે બેઠક યોજાઈ જેમાં અલગ અલગ મુદ્દાઓ પર  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

૨૧ જૂન એટલે ઇન્ટરનેશનલ યોગ દિવસ જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે  આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યોગને મહત્ત્વ આપી સમાજના દરેક વ્યક્તિ યોગ કરતા થાય  તથા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને યોગમય બનાવવા પ્રયત્નો હાથ ધરાયા છે  ત્યારે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તાર સહિત  છેવાડાનો માનવી યોગમય બની દરેક વ્યક્તિ યોગ કરી યોગ થકી વ્યક્તિને  શારીરિક માનસિક આધ્યાત્મિક  ફાયદા થાય છે તે માટે ગુજરાતને યોગ બનાવવા ના ભાગરૂપે  ગુજરાત રાજ્ય    યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લા કોર્ડીનેટર ભાવિની ઠાકર દ્વારા  સરસ્વતી વિદ્યાલય ખાતે જંબુસર શહેરના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં યોગ લીડર અર્પણા બિલ્લોરે  શીતલ પ્રજાપતિ કોમલ ઓઝા કૌશિક પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.જંબુસર શહેર અને તાલુકાની કઇ રીતે યોગમય બનાવી જનજાગૃતિ અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જંબુસર પંથકને સોટકા યોગમય બનાવીશું તેવો સંકલ્પ કરાયો હતો તથા જંબુસર શહેર અને તાલુકામાં કોચ અને ટ્રેનરની નિમણુકો કરવાની હોય તે અંગે વાતચીત કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિલેશભાઇ ભાવસાર મનનભાઈ પટેલ વિશાલભાઇ પટેલ સંજયભાઈ પટેલ  કૌશલ્યાબેન દુબે અર્ચના પુરાણી સહિત  અગ્રણી ભાઈ બહેનો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

પૈસા ભર્યા વિના સુધારેલ માર્કસીટ આપવાની માંગ સાથે NSUIએ આપ્યું આવેદન

ભરૂચમાં યુનિવર્સીટીની ભુલ છતાં સુધારેલ માર્કશીટ મેળવવા વિદ્યાર્થીઓ પાસે રૂપિયા માંગતા એ.એસ.યુ.આઇ.એ વિરોધ સાથે સુધારેલ માર્કશીટ કોઇપણ રૂપિયા વિના આપવાની માંગ સાથે આવેદન આપ્યું હતું.

જેમાં ઉલ્લેખાયા મુજબ F.Y Bsc માં covid 19 ના કારણે માસ પ્રમોશન મળ્યું હતું એ આધારે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને આગળ અભ્યાસ કરી Bsc પૂર્ણ કર્યું પરંતુ જ્યારે છેલ્લી માર્કશીટ આવી એની અંદર AtKt અને SGPA, cancel stratificat નો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

જે યુનિવર્સિટીની ભૂલ છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવાનો જણાવેલ છે તેમાં પણ યુનિવર્સિટી દ્વારા ધમાકા ઓફર આપવામાં આવેલ છે જો માર્કશીટ તાત્કાલિક જોઈતી હોય 3000, પંદર દિવસમાં જોતી હોય 1500 અને મહિનાની અંદર માર્કશીટ જોતી હોય તો 500 રૂપિયાની રકમ ભરવાનું જણાવેલ છે

યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે આ રીતની પૈસાની ઉઘરાણી કરવી કે કેટલું યોગ્ય ..? યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ખાડે ગયેલું છે વિદ્યાર્થીઓના હિતમાં ભરૂચ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા જેપી કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના સેનેટ સભ્ય એન એમ પટેલને સંબોધી આવેદન પત્ર આપવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓને જલદીમાં જલદી સુધારેલી માર્કશીટ પૈસા ભર્યા વગર મળી રહે એજ એનએસયુઆઇ દ્વારા માંગ કરવામાં આવી હતી.

આખરે ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ શાકમાર્કેટ પર ફેરવાયું બુલ્ડોઝર

ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ શાકમાર્કેટ મુદ્દે શાકભાજી વિક્રેતાઓ અને નવી જગ્યાના વિરોધમાં સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઝાડેશ્વરના તુલસીધામ ખાતે ભરાતા શાકમાર્કેટને લઈ સ્થાનિકોએ ટ્રાફિક, ગંદકી અને અકસ્માત સાથે હરાયા ઢોરની સમસ્યાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા શાકભાજીવાળાઓને નોટિસો અપાઈ હતી.આખરે આજે સાંજે પોલીસને સાથે રાખી શાકમાર્કેટ ઉપર બુલ્ડોઝર ફેરવાયું હતું.

વિવાદ વકરતાં પંચાયતે તુલસીધામમાંથી શાકમાર્કેટ ખસેડી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી. જો કે તેની સામે જગ્યા નાની હોઇ 600 શાકભાજી વાળાઓએ વિરોધ નોંધાવી આજે સોમવારે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે તુલસીધામ શાકમાર્કેટનું સ્થળ નહિ બદલવવા આજીજી કરી હતી.તો બીજી તરફ નવી વૈકલ્પિક જગ્યા સામે ત્યાંના 10થી વધુ સોસાયટીના રહીશોએ સ્કૂલો, પ્લે ગ્રુપ, જવા આવવાના માર્ગ પર ટ્રાફિક, રખડતા ઢોર, ગંદકી અને અકસ્માતને લઈ પોતાનો વિરોધ કલેક્ટર સમક્ષ વ્યક્ત કર્યો હતો. હવે તુલસીધામ શાક માર્કેટનો ઘેરો બનતા વિવાદ સાથે આજે મોડી સાંજે પોલીસ પ્રોટેકશન સાથે શાક માર્કેટ પર બુલ્ડોઝર ફેરવાયું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય મેવાણીની અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધરણા પ્રદર્શન યોજાયું હતું અને ખોટા કેસો બંધ કરોના સૂત્રોચ્ચાર કરી જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડવા માંગ કરી છે.

આ ધરણા પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, સમસાદ અલી સૈયદ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની હાઈકલ કેમિકલ્સ કંપનીમાં લાગી આગ

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં એક તરફ આભમાંથી આગ વરસી રહી છે અને બીજી તરફ છેલ્લા 3 દિવસથી આગની ઘટનાઓ ઘટી રહી છે. સોમવારે સમી સાંજે પણ પાનોલીની હાઈકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. જેમાં 4 કામદારો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સોમવારે સમી સાંજે પણ પાનોલી GIDC માં આવેલી હાઈકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. કંપનીના 3 નંબરના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એકાએક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા.

અચાનક ઉપરના માળે આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC અને પાનોલીના 5 ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અડધો કલાકથી વધુની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. આગને પગલે 4 કામદારો દાઝી જવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીપીસીબી, પોલીસ અને ફેકટરી ઇન્સ્પેક્ટરે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!