The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 121

ભરૂચમાં રમત ગમતની પ્રેક્ટિસ માટે મેદાન ઉભું કરવા મેડલ મૂકી મેદાન ફાળવવા કરી માંગ

ભરૂચમાં રમત ગમતની પ્રેક્ટિસ માટે મેદાન ઉભું કરવાની માંગ સાથે ખેલાડી પોતાના મેળવેલા મેડલ કલેકટરના ટેબલ પર મૂકી વિરોધ નોંધાવ્યો હતો. રમત ગમત માટે ખિલાડીઓ જાહેરમાર્ગો પર વાહનોના અકસ્માત ના ભય વચ્ચે રમત ગમત માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ભરૂચ શહેર અને જીલ્લામાં ૧૫ વર્ષથી એથેલટીક ચલાવી રહ્યા છે અને ખેલાડીઓને પ્રેક્ટીસ પણ કરાવી રહ્યા છે અને ભરૂચ શહેરમાં વસતા વિવિધ ખેલાડીઓને વિના મુલ્યે એથલેટીક રમતોનું પ્રશિક્ષણ પણ કરાવી રહ્યા છે.પણ ભરૂચ શહેરમાં રમત ગમત અંગે ની પ્રેક્ટીસ માટેનું કોઈ મેદાન ન હોવાના કારણે ભરૂચના એથલેટીક કોચની આગેવાની હેઠળ તમામ ખેલાડીઓને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવી મેદાનની માંગ કરાઈ છે.

ભરૂચ શહેરના એથેલટીક કોચ વિઠ્ઠલભાઈ શિંદે છેલ્લા ૧૫ વર્ષથી શહેરમાં એથેલટીક ચલાવી રહ્યા છે અને કેટલાક રમતવીરોના પ્રતિનિધત્વ જિલ્લાકક્ષા,રાજ્યકક્ષાએ પણ રમત ગમતમાં તેઓના રમતવીરો એ ભાગ મેળવી મેડલો,ગોલ્ડ મેડલો,ટ્રોફી અને સન્માન પત્રો પણ મેળવ્યા છે અને હજુ પણ ખેલાડીઓએ પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં વસતા વિવિધ ખેલાડીઓની પ્રેક્ટિસ માટે સરકાર તરફથી કોઈ કાયદેસર ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યો નથી.

ત્યારે એથ્લેટિક ટ્રેક પ્રમાણે સ્ટાન્ડર પ્રેક્ટિસ ન હોવાથી ૦૦,૪૦૦,૮૦૦,૧૫૦૦,૩૦૦૦ મીટર ની દોડ માટેનું પ્રશિક્ષણ આપી ન શકતા હોય જેના કારણે રમતવીરોને જાહેરમાર્ગો ઉપર જ વાહનોના ભય વચ્ચે પણ દોડ કરાવવામાં આવી રહી છે અને કોઈપણ રમતવીર અકસ્માતનો ભોગ પણ બની શકે તેવો ભય હોવાના કારણે ભરૂચ શહેરના રમતવીરો માટે એક કાયદેસરનું ગ્રાઉન્ડ ફાળવવાની માંગ સાથે રમતવીરોએ અત્યાર સુધીમાં મેળવેલા મેડલો કલેકટરના ટેબલ ઉપર ખડકી દઈ રમતવીરો માટે ગ્રાઉન્ડ ફાળવવાની માંગ કરી છે.

અંકલેશ્વરમાં બાપુનગર ગાંધી માર્કટ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા અગાઉ નોંધાયેલ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે.લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓને હાલના સમયે રજીસ્ટર થતી ઘરફોડ ચોરીની ગુનાવાળી જગ્યાની તાત્કાલીક વિઝિટ કરી, સી.સી.ટી.વી. ફુટેજો મેળવી, આસપાસના વિસ્તારોમાં સર્ચ કરી ગુન્કાઓ શોધી કાઢવા પ્રયત્નો કરવા તથા અગાઉ રજીસ્ટર થયેલ મિલકત સંબંધી ગુન્હોઓ અંગે પણ અવગત થઇ ગુન્હોઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી.

આ દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે હકિકત મળેલ કે “ ડીસેમ્બર-૨૦૨૧માં અંકલેશ્વર GIDC માં આવેલ બાપુનગર ગાંધી માર્કેટ વિસ્તારમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીમાં દાહોદના પંકજ ઉફે પંકેશ પીધીયાભાઇ જાતે પલાસ હાલ રહેવાસી-મરોલી ગામ તાળવ પાસે તા.જી.અમદાવાદ મુળ રહેવાસી- આંબલી ખજુરીયા ખાડા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ હોય શકે છે અને તે પંકેશ પલાસ હાલ અમદાવાદ નજીક કોઇ ગામમાં મજુરી કરે છે ” જે મુજબની હકિકત આધારે એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલીક અમદાવાદ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને શંકાસ્પદ આરોપી પંકજ ઉફે પંકેશ ને ટેકનીકલ સર્વેલન્સ આધારે દસક્રોઇ તાલુકાના મરોલી ગામેથી ઝડપી પાડયો હતો.

જેને એલ.સી.બી.કચેરી લાવી સઘન પુછપરછ કરતા પંકજ ઉફે પંકેશ ભાંગી પડેલ અને ડીસેમ્બર- ૨૦૨૧માં અંકલેશ્વર GIDC માં બાપુનગર ગાંધી માર્કેટમાં પોતાના અન્ય બે સાગરીતો મિતેષ ભાભોર રહેવાસી-બીલીયા (સંગાસર માલ ફળીયુ) જી.દાહોદ, અપ્પી રહેવાસી-બીલીયા (સંગાસર માલ ફળીયુ) જી.દાહોદ સાથે બે મકાનના દરવાજા તોડી ઘરફોડ ચોરીને અંજામ આપેલાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ ક્રિમીનલ પ્રોસીજરની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે અંકલેશ્વર GIDC પો.સ્ટે. સોપવામાં આવેલ છે. આ આરોપીએ આ સિવાય અન્ય કોઇ ચોરીને અંજામ આપેલ છે કે કેમ ? તથા આરોપીના અન્ય બે સાગરીતોને સત્વરે પકડવા વિગેરે તપાસ અંકલેશ્વર GIDC પોલીસ ચલાવી રહેલ છે.

ભરૂચમાં બાઇક ચોરીના ગુનાઓનો એક રીઢો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ શ્રવણ ચોકડી તથા મઢુલી સર્કલ ખાતેથી અલગ અલગ ચાર બાઇકોની ચોરી થવા પામી હતી. જે બાઇક ચોરી બાબતે અત્રેના ભરૂચ શહેર “એ” ડી.વી. પો.સ્ટે. ખાતે અલગ અલગ ચાર ગુનાઓ રજીસ્ટર કરવામા આવેલ, તાજેતરમા આવા બાઇક ચોરીના ગુનાઓ બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, જેથી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તરફથી આવા વાહન ચોરીના બનાવો બાબતેના ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ આપવામાં આવી હતી.

જેથી પો.ઇન્સ. એ.કે.ભરવાડની સુચનાથી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ગુનોઓ શોધી કાઢવા માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમા લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ “રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલ” નો ઉપયોગ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે આ ગુનાઓમા સંડોવાયેલ એક રીઢા ગુનેગાર અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદ ઇસ્માઇલ પટેલ ઉ.વ. ૪૨ રહે. નવીનગરી, કુરચણ ગામ,તા.આમોદ, જી.ભરૂચને પકડી ચારેવ ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટમાં મળ્યા ૭ મોબાઇલ,ચાર્જર,ઇયરફોન

  • ચેકિંગ દરમ્યાન જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી કુલ-૦૭ મોબાઇલ તથા ચાર્જર,ઇયરફોન વીગેરે મળી કુલ ૧૨,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરાયો.

જીલ્લાઓમાં આવેલ જેલોમાં ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર બંધ થાય તે ઉદ્દેશથી જેલોની સરપ્રાઇઝ ચેકિંગ કરી ગે.કા.પ્રવૃતિ મળી આવે કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે. સ્પેશિયલ ઓપરેશન ગૃપ ભરૂચનાઓ મારફતે LCB અને SOGના અધિકારી/ કર્મચારીઓની સયુંક્ત ટીમો બનાવી, આજરોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ હાથ ધરવામાં આવેલ.

દરમ્યાન જેલની અલગ અલગ બેરકો તથા કાચા કામના કેદીઓ પાસેથી જેલમાં રાખવામાં આવેલ મોબાઇલ નંગ-૦૭ તથા ચાર્જર, ઇયરફોન મળી કુલ કિ રૂ. ૧૨,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા, કાચા કામના કેદીઓ ) જીયાઉર રહેમાન નિયાઝ અહેમદ અન્સારી ઉ.વ.૨૦ હાલ રહેવાસી. બેરેક નંબર ૦૬,જીલ્લા જેલ ભરૂચ મુળ રહેવાસી ઘર નં ૭૬૭ અનસાર રોડ કમલપુરા તા.માલેગાંવ,જી.નાશીક, શૈલેન્દ્ર દીપકભાઇ ગોસાવી ઉ.વ.૨૪ હાલ રહેવાસી.બેરેક નંબર સી/૨ જીલ્લા જેલ ભરૂચ,મુળ રહેવાસી.વાણીયાવિહાર તા.અક્ક્લકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર), સંજયભાઇ મંગળ ઉફે મંગાભાઇ વસાવા ઉ.વ.૨૪ હાલ રહેવાસી.બેરેક નંબર સી/ર,જીલ્લા જેલ ભરૂચ મુળ રહેવાસી.સોનતલાવડી ઝુપડપટ્ટી ગુજરાત ગેસ કંપની પાછળ ભરૂચ વિરૂધ્ધ પ્રિઝન એક્ટ મુજબની સલંગ્ન કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી.ને સોંપવામાં આવેલ છે

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.પ, ૬, ૭ મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે ૧૪ મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવોઓ, અધિક આરોગ્ય સચિવો, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો અને આરોગ્ય કમિશનરો તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરો ભાગ લેનાર છે.

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય – નવી દિલ્હીની ટીમ દ્વારા ચિંતન શિબિરના સુચારૂ આયોજન અને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે એક્તાનગર (કેવડિયા) ટેન્ટસિટી-૨ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આ ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ માટેના ચિંતન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિવાસ, ભોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત વગેરે બાબતોની તૈયારીની આ બેઠકમાં મુદ્દાવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડૉ. નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર રેમ્યા મોહન, એસ. એમ. વી. એસ. એમ. ના  મેજર જનરલ પ્રા.અતુલ કોટવાલ, એન.એચ.એસ.આર.સી.ના સીનિ. કન્સલ્ટન્ટ પદમ ખન્ના, ડૉ. આદિલ સફી, દિક્ષા રાઠી વગેરેએ ચિંતન શિબિરની સફળતા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.પ્રારંભમાં અધિક કલેક્ટર એ. કે. જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું જ્યારે એકઝીકયુટીવ ડાયરેક્ટર એસ.એચ.એસ.આર.સી. ડૉ. એ. એમ. કાદરીએ ચિંતન શિબિરની પૂર્વ તૈયારીઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

અંકલેશ્વરના બાકરોલ ગામે વીજ કરંટથી મોર અને દિપડાનું મોત

  • વીજ થાંભલા પર બેઠેલા મોરનો શિકાર કરવા જતાં દિપડાને લાગ્યો વીજ કરંટ, દીપડા અને મોરનું મોત

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં શિકારી દિપડો અને બચવા જતા મોર બન્નેવને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજયા છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા મોરનું મારણ કરવા જતાં વીજ કરંટ લાગવાથી દિપડો અને મોરનું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે વીજ થાંભલે મોર બેસેલો હતો. જેને પોતાનો ખોરાક બનાવવા ક્યાંકથી ત્રાટકેલા દિપડાએ પ્રયાસો હાથ ધર્યા હતા. વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દિપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને ભેટ્યા હતા.

વીજ કરંટ લાગવાથી મોતને ભેટેલા બંન્નેવ શિડયુલ એકના પ્રાણી અને પક્ષીના મૃતદેહ વન વિભાગે મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી. અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરી હતી. વીજ થાંભલા ઉપર ચઢવા જતા દિપડો જીવંત વીજ તારને અડકી જતા જમીન ઉપર પટકાયો હતો. જ્યાં સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે મોર પણ પોતાનો જીવ બચાવવા જતા વીજ કરંટ થી મોતને ભેટયો હતો.

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટકાર્ડ દ્વારા અપાશે લાભ

સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેન્કોના, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં લીડ બેંકના મેનેજર જીગ્નેશ પરમારે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે.પાક ધિરાણરૂા.૧.૬૦ લાખ સુધીની લોન માટે જમીન ઉપર બોજો કરવામાં આવશે નહીં પણ રૂા.૧.૬૦ થી વધુ ધિરાણ માટે જમીન ઉપર બોજો આવશ્યક છે. પાક ધિરાણ રૂા.૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના રૂા.૨ લાખ સુધીનું ધિરાણ મળવા પાત્ર થાય છે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તોજ અને જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.

આ બેઠકમાં કલેક્ટર તુષાર સુમેરાએ “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીગણને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી ભરૂચ જિલ્લામાં દરેક ખેડુતને આ યોજના અંતર્ગત આવરી લઇ લાભ આપવા માટે આહવાન કર્યું હતું.આ બેઠકમાં બેન્કોના વિવિધ અધિકારીઓ, સબંધિત વિભાગના અમલિકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની ધરપકડના વિરોધ દર્શાવવા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રભુદાસ મકવાણાની આગેવાનીમાં મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.

આવેદન પત્ર માં જણાવ્યું હતું કે  વડગામ બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક ટ્વિટમાં વડાપ્રધાનને  ગોડસેને ભગવાન માને છે તેવું કહ્યું હતું અને શાંતિની અપીલ કરવા જણાવ્યું હતું એટલે વડાપ્રધાનને ખુશ કરવા આસામ પોલીસે જિગ્નેશ મેવાણી સામે કોકરા ઝારા પોલીસ સ્ટેશનમાં  ગુન્હો દાખલ કરેલ આ કેસમાં  ૨૦/૪/૨૨ ના રોજ પાલનપુર સર્કીટ હાઉસમાંથી રાત્રે ધરપકડ કરેલી  આ કેસમાં તેમને જામીન મુક્ત કરવા કોર્ટે આદેશ કરેલો પરંતુ તે સમયે આસામ પોલીસે બારપેટા પોલીસ એ બીજા કેસમાં એરેસ્ટ કરેલ છે  મહિલા પોલીસ અધિકારીએ ધક્કો મારવાની તથા ફરજમાં રૂકાવટ કરવાનો આકેશ કરેલ ભારતીય જનતા પક્ષની સરકારના આ પગલાનો સખત વિરોધ કરી સરકાર બંધારણનો ભંગ કરી  અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક પણ છીનવવા માગે છે.

જિજ્ઞેશ મેવાણીને ખોટા કેસ કરી ડરાવવા ધમકાવવાનું કરવામાં આવ્યો છે.જે શરમજનક બાબત છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તાકીદે છોડવા અને કેસો પાછા ખેંચવા માગણી આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્ર આપવા નગરપાલિકા વિરોધપક્ષ નેતા સાકીર મલેક યુવા આગેવાન કીર્તિ રાજદરબાર ભરતભાઈ ગોહીલ સહિત શહેર તાલુકા હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન,જંબુસર

વેસદડા ગામની સીમના ખેતરમાં મગમાં ફૂટ્યા ફણગા અને નીકળ્યો વિદેશી દારૂ!

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર વોચ  રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શનના કારણે

તા- ૨૫/૦૪/૨૦૨૨ ના રોજ સાગર કવચ બંદોબસ્ત પોલીસ મથક વિસ્તારમાં હાજર હતા. દરમ્યાન બાતમીદારથી હકીકત મળેલ કે વેસદડા ગામની સીમમાં સીરાજ અલ્લી પટેલની વાડીની બાજુના ખેતરમાં કે જેનો માલીક ઇલ્યાસ યુસુફ ટીલ્લા (પટેલ) રહે- શેરપુરા મોટા ફળીયાના એ પોતાના માલીકીના ખેતરમાં મગના ભુસાના ઢગલામાં વિદેશી દારૂની પેટીઓ છુપાવેલ છે.

જે આધારે પોલીસ ટીમે તે જગ્યાએ રેઇડ કરતા ખેતરમાં સંતાડેલ નાની મોટી બોટલો નંગ- ૩,૫૨૮ કિ.રૂ. ૪,૫૮,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મગના ભુસાના ઢગલામાં ઢાંકીને મુકી રાખેલ મળી આવ્યો હતો. જેથી ભરૂચ રૂરલ પોલીસે ખેતર માલીક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આમોદ તાલુકાના આછોદ ગામે જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

આમોદ તાલુકાના આછોદ ગામે ગત રોજ પત્તા પાનાં વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીને આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના આછોદ ગામે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આછોદ ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટની પાછળ તળાવની પાળ ઉપર કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા પાનાં વડે પૈસાથી પોતાના ફાયદા માટે હાર જીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા આછોદ ગામના જુગાર રમતાં ત્રણ ઈસમો નામે (૧) જુબેર ઇસ્માઇલ યુસુફ બુસીયા (૨) સઈદ વલી યુસુફ ઈદીયા (૩) યાસીન યાકુબ અલી ગોરી સહિતના લોકોને ઝડપી પાડી તેમની પાસેથી અંગ ઝડતીના ૫૦૦૦ રોકડા તેમજ દાવ ઉપરના ૭૨૦ મળી કુલ ૫૭૨૦ ના મુદ્દામાલ સાથે ત્રણેય સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ
error: Content is protected !!