ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ શ્રવણ ચોકડી તથા મઢુલી સર્કલ ખાતેથી અલગ અલગ ચાર બાઇકોની ચોરી થવા પામી હતી. જે બાઇક ચોરી બાબતે અત્રેના ભરૂચ શહેર “એ” ડી.વી. પો.સ્ટે. ખાતે અલગ અલગ ચાર ગુનાઓ રજીસ્ટર કરવામા આવેલ, તાજેતરમા આવા બાઇક ચોરીના ગુનાઓ બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, જેથી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તરફથી આવા વાહન ચોરીના બનાવો બાબતેના ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ આપવામાં આવી હતી.
જેથી પો.ઇન્સ. એ.કે.ભરવાડની સુચનાથી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ગુનોઓ શોધી કાઢવા માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમા લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ “રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલ” નો ઉપયોગ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે આ ગુનાઓમા સંડોવાયેલ એક રીઢા ગુનેગાર અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદ ઇસ્માઇલ પટેલ ઉ.વ. ૪૨ રહે. નવીનગરી, કુરચણ ગામ,તા.આમોદ, જી.ભરૂચને પકડી ચારેવ ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.