જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની ધરપકડના વિરોધ દર્શાવવા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રભુદાસ મકવાણાની આગેવાનીમાં મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવેદન પત્ર માં જણાવ્યું હતું કે વડગામ બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક ટ્વિટમાં વડાપ્રધાનને ગોડસેને ભગવાન માને છે તેવું કહ્યું હતું અને શાંતિની અપીલ કરવા જણાવ્યું હતું એટલે વડાપ્રધાનને ખુશ કરવા આસામ પોલીસે જિગ્નેશ મેવાણી સામે કોકરા ઝારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ આ કેસમાં ૨૦/૪/૨૨ ના રોજ પાલનપુર સર્કીટ હાઉસમાંથી રાત્રે ધરપકડ કરેલી આ કેસમાં તેમને જામીન મુક્ત કરવા કોર્ટે આદેશ કરેલો પરંતુ તે સમયે આસામ પોલીસે બારપેટા પોલીસ એ બીજા કેસમાં એરેસ્ટ કરેલ છે મહિલા પોલીસ અધિકારીએ ધક્કો મારવાની તથા ફરજમાં રૂકાવટ કરવાનો આકેશ કરેલ ભારતીય જનતા પક્ષની સરકારના આ પગલાનો સખત વિરોધ કરી સરકાર બંધારણનો ભંગ કરી અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક પણ છીનવવા માગે છે.
જિજ્ઞેશ મેવાણીને ખોટા કેસ કરી ડરાવવા ધમકાવવાનું કરવામાં આવ્યો છે.જે શરમજનક બાબત છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તાકીદે છોડવા અને કેસો પાછા ખેંચવા માગણી આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્ર આપવા નગરપાલિકા વિરોધપક્ષ નેતા સાકીર મલેક યુવા આગેવાન કીર્તિ રાજદરબાર ભરતભાઈ ગોહીલ સહિત શહેર તાલુકા હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ, ન્યુઝલાઇન,જંબુસર