ભરૂચમાં રમત ગમતની પ્રેક્ટિસ માટે મેદાન ઉભું કરવાની માંગ સાથે ખેલાડી પોતાના મેળવેલા મેડલ કલેકટરના ટેબલ પર મૂકી વિરોધ નોંધાવ્યો હતો. રમત ગમત માટે ખિલાડીઓ જાહેરમાર્ગો પર વાહનોના અકસ્માત ના ભય વચ્ચે રમત ગમત માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં ૧૫ વર્ષથી એથેલટીક ચલાવી રહ્યા છે અને ખેલાડીઓને પ્રેક્ટીસ પણ કરાવી રહ્યા છે અને ભરૂચ શહેરમાં વસતા વિવિધ ખેલાડીઓને વિના મુલ્યે એથલેટીક રમતોનું પ્રશિક્ષણ પણ કરાવી રહ્યા છે.પણ ભરૂચ શહેરમાં રમત ગમત અંગે ની પ્રેક્ટીસ માટેનું કોઈ મેદાન ન હોવાના કારણે ભરૂચના એથલેટીક કોચની આગેવાની હેઠળ તમામ ખેલાડીઓને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવી મેદાનની માંગ કરાઈ છે.
ભરૂચ શહેરના એથેલટીક કોચ વિઠ્ઠલભાઈ શિંદે છેલ્લા ૧૫ વર્ષથી શહેરમાં એથેલટીક ચલાવી રહ્યા છે અને કેટલાક રમતવીરોના પ્રતિનિધત્વ જિલ્લાકક્ષા,રાજ્યકક્ષાએ પણ રમત ગમતમાં તેઓના રમતવીરો એ ભાગ મેળવી મેડલો,ગોલ્ડ મેડલો,ટ્રોફી અને સન્માન પત્રો પણ મેળવ્યા છે અને હજુ પણ ખેલાડીઓએ પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં વસતા વિવિધ ખેલાડીઓની પ્રેક્ટિસ માટે સરકાર તરફથી કોઈ કાયદેસર ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યો નથી.
ત્યારે એથ્લેટિક ટ્રેક પ્રમાણે સ્ટાન્ડર પ્રેક્ટિસ ન હોવાથી ૦૦,૪૦૦,૮૦૦,૧૫૦૦,૩૦૦૦ મીટર ની દોડ માટેનું પ્રશિક્ષણ આપી ન શકતા હોય જેના કારણે રમતવીરોને જાહેરમાર્ગો ઉપર જ વાહનોના ભય વચ્ચે પણ દોડ કરાવવામાં આવી રહી છે અને કોઈપણ રમતવીર અકસ્માતનો ભોગ પણ બની શકે તેવો ભય હોવાના કારણે ભરૂચ શહેરના રમતવીરો માટે એક કાયદેસરનું ગ્રાઉન્ડ ફાળવવાની માંગ સાથે રમતવીરોએ અત્યાર સુધીમાં મેળવેલા મેડલો કલેકટરના ટેબલ ઉપર ખડકી દઈ રમતવીરો માટે ગ્રાઉન્ડ ફાળવવાની માંગ કરી છે.