આમોદ તાલુકાના આછોદ ગામે ગત રોજ પત્તા પાનાં વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીને આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના આછોદ ગામે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આછોદ ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટની પાછળ તળાવની પાળ ઉપર કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા પાનાં વડે પૈસાથી પોતાના ફાયદા માટે હાર જીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા આછોદ ગામના જુગાર રમતાં ત્રણ ઈસમો નામે (૧) જુબેર ઇસ્માઇલ યુસુફ બુસીયા (૨) સઈદ વલી યુસુફ ઈદીયા (૩) યાસીન યાકુબ અલી ગોરી સહિતના લોકોને ઝડપી પાડી તેમની પાસેથી અંગ ઝડતીના ૫૦૦૦ રોકડા તેમજ દાવ ઉપરના ૭૨૦ મળી કુલ ૫૭૨૦ ના મુદ્દામાલ સાથે ત્રણેય સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ