The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 116

ભરૂચની ઝનોર NTPC ટાઉનશીપમાં બે મકાનોમાં રૂ.4.33 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચ તાલુકાના ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી ટાઉનશીપમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્ચા હતા. મકાનમાંથી રોકડા 1.50 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 4.33 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

મૂળ ઝઘડિયા તાલુકાના અને હાલ ભરૂચ તાલુકાના ઝનોર નજીક આવેલા ઉર્જા નગર એન.ટી.પી.સી ટાઉનશીપમાં રહેતા રતિલાલ જેઠાભાઇ વસાવા આઈ.ટી.ડિપાર્ટમેન્ટમાં સબ ઓફિસર તરીકે નોકરી કરી છે. જેઓએ ગત તારીખ-1લી મેના રોજ ડભોઇના પીઆઇ ખાતે રહેતી તેઓની સાળીની તબિયત સારી ન હોવાથી તેઓના ઘરે પોતાનું મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ રતિલાલ વસાવાના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1.50 લાખ મળી કુલ 4.33 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે ટાઉનશીપમાં રહેતા ગિરીશકુમાર નટવર પટેલના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે, આ મકાનમાંથી કેટલાની ચોરી થઈ તેની કોઈ વિગત સામે આવી નથી. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના ચિંગસપુરામાં જૂની પાણીની લાઈનોનું ખોદકામ શરૂ કરાતા ખુશહાલી

ભરૂચ શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પાણી નહી મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હૈયા વરાળ ઠાલવી હતી. પાલિકામાં સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા લોકોના ઘરે જ પાલિકા પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છેના આક્ષેપો પણ કરાયા હતા.

ભરૂચ નગરમાં ઉનાળાની બળબળતી ગરમીમાં શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પાણી નહી મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હૈયા વરાળ ઠાલવી હતી. વર્ષો જૂની પાણીની લાઈનોના કારણે પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી. મોટર મુકવા છતાં પાણી નહી ચઢતું હોવાની મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટરો, પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરી છતાં પરિણામમાં ટીપું પાણી પણ મળ્યું ન હતું.

સ્થાનીકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા તંત્ર નવો રસ્તો હોવાથી તેને ખોદી લાઈનો બદલવા માંગતું નથી. હાલ તો પાલિકા તંત્ર દ્વારા કિરણ સોલંકીની રજુઆતને ધ્યાને રાખી સ્થળ તપાસ કરી કામ શરૂ કરી દેતા સ્થાનિકોમાં ખુશહાલી છવાઇ હતી. તેમણે તેમના સામાજિક આગ્રણી કિરણ સોલંકી સહીતનાઓનો આભાર માન્યો હતો.

વાલિયાના મેરા ગામ નજીકથી મળી આવ્યો દીપડીનો મૃતદેહ

  • કોઈએ ઝેરી દવા આપી દીધી હોવાથી દીપડીનું મોત થયું હોવાના આક્ષેપ થયા હતા
  • દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું

વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં આ દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી થોડા દિવસો અગાઉ એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ દીપડીનું મોત કોઈએ ઝેરી દવા આપી દીધી હોવાથી થયું હોવાના પણ આક્ષેપ થયા હતા. જોકે, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દીપડીનું મોત ડીહાઈડ્રેશન ના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે વન વિભાગના અધકારી મહિપાલ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દીપડીના મોત અંગે સવાલો ઉઠતા વન વિભાગ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કોઈ પણ ઝેરી પદાર્થના સેવનના કારણે મોત થયું હોય તેવું સામે આવ્યું નથી. આ અંગેનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે.

ભરૂચમાં શંભુ ડેરી સામે આવેલ વરસાદી કાંસમાં એક ગાય ખાબકતા કરાઇ રેશ્ક્યુ

ભરૂચ નગરમાં ખુલ્લા કાંસો પશુઓ સહિત માણસો માટે પણ જીવલેણ બની રહ્યા છે ત્યારે ભરૂચના શક્તિનાથ લિંક રોડ પર શંભુ ડેરીની સામે રોડની સાઇડ પર આવેલ એક તૂટેલ વરસાદી કાંસમાં એક ગાય ખાબકવાની ઘટના ઘટી હતી. જેની સ્થાનિકો દ્વારા નગરપાલિકા ફાયર ફાયટરોને ફોન કરી જાણ કરવામાં આવી હતી.

ગાય ખાબકી હોવાનો કોલ મળતા જ પાલિકાના ફાયર ફાયટરો સહિત ગૌરક્ષકો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે કાંસનો સ્લેબ તોડી, સળિયા કાપીને ભારે જહેમત બાદ રેસ્કયુ કરી ગાય ને હેમખેમ બહાર કાઢી હતી.નોંધનીય છે કે, ભરૂચ શહેરમાં ગત ચોમાસામાં તૂટેલી કાસો અને ખુલ્લી ગટરોમાં માણસોના પડી જવાના બનાવો સામે

આવ્યા હતા ત્યારે ફરી એક વખત આવનાર ચોમાસાને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા આ તૂટેલા કાંસ અને ખુલ્લી ગટરો નું વહેલી તકે સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ભરૂચ જુની મામલતદાર ઓફીસની સામે જય ઝેરોક્ષ માંથી વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અનધક્ષક ડો.લીના પાટીલ તરફથી જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર ”એ“ ડીવીઝન દ્વારા પ્રોહી/જુગાર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.

તે દરમિયાન સવેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે જુની મામલતદાર ઓફીસની સામે હનુમાનજી મંદીરની બાજુમાં આવેલ દુકાન.નં ૧૩/૧૩૨૭, નર્મદા એપાર્ટમેન્ટ જય ઝેરોક્ષ નામની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવેલ છે. જે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની મોટી બોટલ નંગ-૨૩, કી.રૂ. ૧,૭૩,૯૨૦ /-ના મુદ્દામાલ સાથે હીમાંશુ ઉફે શન્ની વિજયભાઇ ચોરસીયા ઉં.વ.૨૭ રહે. મ.નં.એ/૨, આનંદમંગલ સોસાયટી, ગુજરાત ગેસ પંપની બાજુમાં, કોર્ટ રોડ, ભરૂચને ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વાગરાના ઓરા ગામેથી જુગાર રમતા ૯ ઝડપાયા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી ડો. લીના પાટીલ તરફથી જીલ્લામા પ્રોહી/જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને વી.એ.રાણા પો.સબ.ઇન્સ વાગરાની સુચના મુજબ વાગરા પોલીસ સ્ટાફ દ્વારા મળેલ બાતમી આધારે ઓરા ગામે સ્મશાનની બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાં રેઇડ કરી હતી.

જેમાં વાગરા પોલીસે રૂપિયાથી હારજીતનો જુગાર રમતા નવ ઇસમો ઇનાયત ઉદેસંગ રાજ રહે,સુડી તા.આમોદ જી.ભરૂચ,સમીરશા કાલુશા દદવાન રહે.વસ્તીખંડાલી તા.વાગરા જી.ભરુચ, ઇરફાન જલાલ્લુદીન રાજ રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચ, ઇમ્તીયાઝ બશીરભાઇ રાજ રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચ,જાવીદ સલીમ શેખ રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચ,સુનીલ ઇબ્રાહીમ રાણા રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચ,સસદીક બદરૂદીન મલેક રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચ,ઝાકીર દાઉદ ખોખર રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચ,સવશાલભાઇ જીતુભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ રહે.વાગરા તા.વાગરા જી.ભરૂચને જુગાર રમતા ઝડપી પાડી આ ઇસમોની અંગ ઝડતીના તથા દાવ ઉપરના મળી રોકડા રૂપીયા.૧૧,૪૧૦/- તથા મોબાઇલ નંગ.૦૨ કિ.રૂ.૩,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૪,૪૧૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રેલવે વ્યવહાર સંપૂર્ણ શરૂ ન કરાતા અપડાઉન કરતાં નોકરિયાતોને હાલાકી!

ભરૂચ જિલ્લામાંથી સુરત,વડોદરા,અંકલેશ્વર નોકરી ધંધા માટે જતાં  70 હજારથી વધુ લોકો અપડાઉન કરે છે.જેમાં મોટો વર્ગ ટ્રેનનો  ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે પરંતુ કોરોના મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.હવે ધીરે-ધીરે ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ અપડાઉન કરતાં લોકો માટે ટ્રેનોની સુવિધા અપૂરતી છે.જેને કારણે અપડાઉન કરતા વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ અને સુરતની વચ્ચે રાબેતા મુજબ ટ્રેનો શરૂ ન થતાં હજી ઘણા મુસાફરો અને રોજિંદા અપડાઉન કરનારા લોકોએ ખાનગી વાહનો અથવા બસ સેવાનો ઉપયોગ કરવો પડે છે.સરવાળે આ કારમી મોંઘવારીમાં લોકોએ વધુ પૈસા ખર્ચીને નોકરીએ જવું પડી રહ્યું છે.

ભારતીય રેલવે અર્થતંત્રની નસોમાં લોહી બનીને દોડે છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા અમુક ટ્રેનો હજી સુધી શરૂ ન કરાતા ક્યારેક મુસાફરી કરનારાને તો વાંધો નથી આવતો પરંતુ રોજિંદા મુસાફરોની તકલીફ વધી ગઈ છે. ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો હાલ અપ ડાઉન કરવા માટે અંદાજિત ૭૦ હજારથી વધુ લોકો રોજ સુરત અને અંકલેશ્વર,વડોદરા જેવા શહેરોમાં રોજગારી માટે જાય છે.હવે જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ટ્રેનોને ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરે તો આ મુસાફરો અને પાસ હોલ્ડરોની તકલીફ ઓછી થાય

જંબુસરના નહાર ગામે પૂર્વ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરતાં સસરાની યુવકને ધમકી

જંબુસરના નહાર ગામે રહેતાં એક યુવાનને ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, યુવતિના પરિવારે તેના અન્યત્ર લગ્ન કરાવી દીધાં હતાં. જોકે, યુવતિને તેના પતિ સાથે ન બનતાં તેણે છુટાછેડા લઇ લીધાં બાદ યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધાં હતાં. દરમિયાનમાં બન્ને તેમના ગામમાં ધાર્મિક પ્રસંગમાં જતાં તેના સસરાએ તેની સાથે ઝડઘો કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

નહાર ગામે રહેતાં સિદ્ધરાજસિંહ રણજીતસિંહ મોરીને તેના ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતિના પિતાએ તેના લગ્ન અન્ય ગામમાં કરાવી દીધાં હતાં. લગ્ન બાદ પણ યુવતિ સિદ્ધરાજસિંહને ફોન કરી તેને સાસરીમાં હેરાનગતિ હોવાનું જણાવતી હતી. દરમિયાનમાં યુવતિ પાદરાના એક દવાખાને ગયાં હતી. જ્યાંથી તે સિદ્ધરાજ સાથે જતી રહી હતી. બાદમાં યુવતિના છુટાછેડા થઇ જતાં તેમણે આમોદના ભાથિજી મંદિર ખાતે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. અને તેની આમોદ નગરપાલિકામાં નોંધણી પણ કરી લીધી હતી.

લગ્ન બાદ તેઓ પિલુદરા ગામે રહેતાં હતાં. દરમિયાનમાં નહાર ગામે સિદ્ધરાજસિંહના ઘરે કથા રાખી હોઇ તેઓ બન્ને નહાર ગામે તેના ઘરે ગયાં હતાં. અરસામાં યુવતિના પિતાને જાણ થતાં તેમણે ત્યાં આવી બન્નેને તમે ગામમાં કોને પુછીને આવ્યાં, તમારા હાથ પગ ભાંગી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી કે, તે નોકરીએ જતો હશે ત્યારે રસ્તામાં તેને મારી નાંખશે. જમાઇએ સસરા વિરૂદ્ધ કાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આજે અખાત્રીજના અવસરે ભગવાન દ્વારકાધીશને કરાયો ચંદનનો મનમોહક શ્રુંગાર

જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ જગત મંદિરને આંગણે આજે અખાત્રીજના પવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ભગવાન દ્વારકાધીશને ચંદન લેપ અને પુષ્પનો શણગાર કરાયો હતો. આ પ્રસંગે ભક્તોનો દરિયો ઘૂઘવ્યો હતો.

દર વર્ષની પરંપરા મુજબ દ્વારકાધીશ મંદિરે અખાત્રીજની ઉજવણી કરાઇ હતી. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ચંદન લેપ અને પુષ્પના વિશિષ્ટ શ્રુંગાર કરવામાં આવ્યા હતા. ગરમીની મોસમ દરમિયાન ભગવાન દ્વારકાધીશને સારી સુખાકરી મળી રહે તેવા ભાવ સાથે ચંદનનો લેપ લગાવાયો હતો અને મંદિરના પૂજારિયો દ્વારા ફૂલના વસ્ત્રથી ભગવાનને મનમોહક શણગાર કરવામાં આવ્યા હતા. ફૂલના વસ્ત્રથી ભગવાનને સજાવાયા હતા. ભોગ પણ ધરાયા હતા. આ સાથે ઉનાળાના આકરા તાપમાં શ્રજીને રાહત મળે તેવા ભાવને લઈને  અષાઢ સુદ એકમ સુધી દ્વારકાધીશને પુષ્પવસ્ત્ર પહેરાવવામાં આવશે.

અખાત્રીજ નિમિતે દ્વારકા  જગત મંદિર ખાતે ભક્તોએ ઉમટી પડી ભગવાનની વિશેષ આરતી અને પુષ્પ શૃંગાર દર્શનનો લાભ લઈ  પ્રભુને લાડ લડાવી ધન્યતા અનુભવી હતી.

નબીપુર નજીક બે કલાકથી વધુ સમય માટે રેલવે વ્યવહાર થયો પ્રભાવિત

નબીપુર નજીક રેલ વ્યવહાર ખોરવાઈ જતા બે કલાકથી વધુ સમય માટે એ લાઈનનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. 8ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો ઉપર અટકાવવાની ફરજ પડી હતી જયારે એક ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ રેલેવના ડિવિઝનલ રેલવે મેનેજરે ટ્વિટ દ્વારા સમારકામ પૂર્ણ કરી રેલવ્યવહાર શરૂ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યાના અરસામાં નબીપુર અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે 25000 વોલ્ટના ઓવરહેડ કેબલમાં ક્ષતિ સર્જાઈ હતી. ટેક્નિકલ ફોલ્ટના કારણે વીજપુરવઠો ઠપ્પ થતા વડોદરાથી મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. લગભગ ૨ કલાક સુધી ટ્રેન મંઝિલ દોડવામાં સક્ષમ ન રહેતા અલગ – અલગ 8 ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશનો ઉપર થોભાવી દેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ક્ષતિગ્રસ્ત ઓવરહેડ કેબલના સમારકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.

બે કલાકની જહેમત બાદ મેઈન લાઈનના ઓવર હેડ કેબલના સમારકામને પૂર્ણ કરાયું હતું. સફળ ટ્રાયલ બાદ રેલ વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનો બે કલાક સુધી મોડી પડી હતી જેને પ્રાથમિકતાના આધારે રવાના કરવામાં આવી હતી.

error: Content is protected !!