The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 115

અંકલેશ્વર શહેરના તાડ ફળિયા વિસ્તારમાં સટ્ટા બેટિંગ કરતા 11 ખેલીઓ ઝડપાયા

અંકલેશ્વર શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસે બાતમી ના આધારે તાડ ફળયાની ઝુપડપટ્ટી માં દરોડા પડતા વિજય દલપત વસાવા પોતાના ઝૂંપડાની પાછળ ના ભાગે આવેલા તળાવ ની પાળે ખુલ્લી જગ્યા પર કેટલાક ઈસમો ને બેસાડી સટ્ટા બેટિંગ અને જુગાર રમાડતો નજરે પડતા પોલીસે એક્શનમાં મોડમાં આવી દરોડા પાડતા દાવ પર લાગેલા રોકડા રૂપિયા અને મોટરસાયકલ મળી 1 લાખ ઉપરાંત ના મુદામાલ સાથે દલપત વસાવા સહિત 11 આરોપી ને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પર થી એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થતા પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળ ની તપાસ હાથધરી હતી.

* ઝડપાયેલ આરોપીઓ …

(૧) નરેશભાઇ ઉર્ફે બેરો ૨મણભાઇ વસાવા ઉ.વ.૩૪ ૨હે,પુનીતભગ૨,ચૌટાનાકા પાસે, અંક્લેશ્વર શહે૨(૨) હરેશકુમા૨ ગો૨ધનભાઇ પાટણવાડીયા ઉ.વ.૩૪ ૨હે,નવા બોરભાઠા પટેલ ફળીયું, તા.અંક્લેશ્વર જ.ભરૂચ (૩) સોકતઅલી જાફ૨અલી સૈયદ ઉવ.૨૭ ૨ઠે,કમલપાર્ક સોસા. સ્ટેશન રોડ, અંકલેશ્વ૨ શહે૨ (૪) ફરીદ ૨શીદ શેખ ઉવ.૭૨ ૨હે,ધોબી તળાવ,મહમંદપુરા પાસે,ભરૂચ (૫) કાળીયાભાઇ છનાભાઇ વસાવા ઉવ.૪૭ રહે,સુરતી ભાગોળ,વાવ પાસે તા.અંકલેશ્વ૨ (૧) હસમુખભાઇ હીરાલાલ ટાંક ઉવ.૧૫ એ/૧૧, રાધેક્રિષ્ણા સોસા. શ્રીનિવાસ સ્કુલ પાસે,જી.આઇ.ડી.સી. અંકલેશ્વ૨ તા (૭) રામ સ્નેહી ગિલુવા વર્મા ઉવ.૫૮ ૨હે,ભરૂચ,રેલ્વે સ્ટેશન પાસે,હેંગ્રી હોટલની બાજુમાં,સંજેરી ગેસ્ટ હાઉસમાં ભાડેથી, મુળ યુ.પી (૮) શંભુરામ મગનરામ ઉવ.૩૩ હાલ ૨હે,નવાદીવા,સ્કુલ પાસે,અર્જુન વસાવાના મકાનમાં મુળ ૨હે,યુ.પી (૯) રાજકુમા૨ ગણેશભાઇ ચૌહાણ ઉવ.૪૮ ૨હે.નીલકંઠ મહાદેવ મંદી૨ પાસે આવેલ ઝુપડપટ્ટીમાં,સેવાશ્રમ રોડ,ભરૂચ (૧૦) જીતેશકુમા૨ અમૃતતલાલ સોલંકી ઉવ.૩૮ રહે,એ-૩૮, નારાયણ નગ૨-૪ ,લિંક રોડ, ભરૂચ (૧૧) પરિમલદાસ મોહનદાસજાતે-દાસ ઉવ.૬૦ રહે. ગુજરાત ગેસ કંપની પાસે આવેલ મંદી૨માં,ઉમ૨વાડા રોડ,અંકલેશ્વ૨ શહે૨ તા.અંક્લેશ્વ૨ જી.ભરૂચ

વોન્ટેડ આરોપી:- (૧) વિજયભાઇ દલપતભાઇ વસાવા રહે,તાડ ફળિયા,અંકલેશ્વ૨

વાગરાના ઓરા ગામ નજીકથી ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશ મળી

વાગરા તાલુકાના ઓરા ગામ નજીકથી એક ઈસમની લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

વાગરા તાલુકાના ઓરા ગામ ખાતે રહેતા સંજયભાઈ ગણપતભાઇ વસાવા આજ રોજ સવારના નવ વાગેથી સાંજના સાતેક વાગ્યા પહેલા કોઈપણ સમય દરમિયાન કામ ધંધા અને નોકરીના ટેન્શનમાં વસ્તી ખંડાલી ગામના ઝાકીર ભાઈના ખેતરમાં આવેલ લીમડાના ઝાડ પર નાઈલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. લીમડાના ઝાડ સાથે લાસ લટકતી જોઈ વાગરા પોલીસને જાણ કરાતા વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવી વાગરા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

અંકલેશ્વરની UPL કંપનીના યુનીટ-૧ માં આગ ફાટી નીકળતા દોડધામ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે.આ ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે.

પ્રાથમિક તબક્કે આ આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી . સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને બુઝાવવા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા. પ્લાન્ટમાં અંદરથી ધુમાડાના ગોટા ઉડતા દૂર સુધી દેખાયા હતા. આ આગમાં પાંચ જેટલા કામદારો દાઝી જતા હાલ તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

અંકલેશ્વર જીઆઇડીસીની યુપીએ કંપનીમાં આગની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા સર્જી હતી. એક તરફ આગ બુઝાવવો ફાયર ફાઇટિંગ ટિમ માટે પડકાર સમાન હતો તો તો બીજી તરફ આગનાધુમાડા કંપની નજીક આવેલ રહેણાંક વિસ્તારને ઢાંકી દેતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.8 થી 10 ફાયર ટેન્ડર પાણીનો મારો ચલાવી રહ્યા છે. 5 કામદાર ઈજાગ્રસ્ત છે જેમને સારવાર આપવામાં આવી રહી છે.

ભરૂચ:વિધવા આદિવાસી મહિલાને મારમારી અપાઇ જાનથી મારી નાંખવાની ધમકી

  • ભરૂચના ભોલાવની ટ્રાન્સફોર્મર કંપનીનો બનાવ
  • સી.સી.ટી.વી ફૂટેજ આવ્યા સામે
  • મહીલાએ યુવક ઉપર કરી ફરીયાદ

ભરૂચ ના ભોલાવ માં આવેલ ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી ઉપર રહેલી બે સંતાનની વિધવા માતા ઉપર વિધર્મી યુવકે ધસી આવી સુપરવાઇઝરને બહાર બોલાવ તેવી ધમકી આપી આદિવાસી યુવતીને માર  મારતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ છેડતી, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર ફરીયાદી વિધવા મહિલા ભરૂચના ભોલાવ ની તુષાર ટ્રાન્સફોર્મર  કંપનીમાં નોકરી કરે છે અને તે નોકરી ઉપર હતી તે દરમિયાન તેના વિધર્મી મિત્રએ આવી તારી સુપરવાઇઝરને બોલાવ કહી ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધર્મી યુવકે આદિવાસી ફરિયાદી વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને તમાચા મારવા લાગેલ. જેના કારણે કંપનીમાં ખળભળાટ મચી ગયો હતો

હવે કંપની સત્તાધીશોએ સમગ્ર ઘટનાની જાણ ૧૮૧ અભયમ ને કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.વિધવા મહિલા જ્યાં નોકરી કરતી હતી તે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં હારૂન હુસેન રજાક નામનો યુવક આદિવાસી વિધવા મહિલાને તે કંઈ બોલે તે પહેલાં તેને તમાચા મારવા લાગેલ ત્યાંથી તેનો ગુસ્સો ન અટકતા વિધવા મહિલાને તેનો હાથ ખેંચી તેણીને ગાલ ઉપર તમાચા મારી રહ્યો હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.

વિધવા મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવક હારૂન હુસેન રજાક સામે છેડતી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હારૂન હુસેન રજાકને ઝડપી પાડયો હતો.

અંકલેશ્વરના પીરામણમાં સસરાએ અન્યો સાથે મળી કર્યો જમાઈ પર હુમલો

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં પટેલ વાડી ખાતે રહેતા ૪૫ વર્ષીય ઇમરાન દિવાને પોતાના રીક્ષાના ઘંઘા પરથી આવી પોતાના ઘરે સુતો હતો તે દરમિયાન ઝઘડાની રીસ રાખી તેના સાસુ,સસરા,પત્ની,સાળી અને સાળીના પતીએ ભેગા મળી ઘરની બારી તોડી ઘરમાં ધુસી ઇમરાન દિવાનને લાકડી અને પાઇપના સપાટા મારતા તેને સારવાર અર્થે ૧૦૮ મારફત ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો.

ભરૂચ સિવિલ હોસ્પીટલના બિછાને સારવાર લઈ રહેલ ઘાયલ ઇરાન દિવાને તેની સાથેની વાતચીતમાં તે વહેલી સવારે રીક્ષા ચલાવી આવી ઘરે જ્યારે સુતો હતો.તેના ઘરની બારી તોડી શબ્બીરશા,. નસીમબાનુ., સહેજાદશા., સબીહાબાનું, ઐયુબભાઈનાઓએ ભેગામળી ઇમરાન દિવાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કર્યો હતો.એટલું જ નહીં ઇમરાને પોતાના  ઘરમાં રીક્ષા ચલાવી બચત કરેલા રૂપિયા 50.000 પણ લઈ ગયા હોવાનું તેમજ તેની ઊભેલી રિક્ષાને પણ તોડફોડ કરી હોવાનું જણાવવા સાથે આ અગાઉ પણ ઇમરાન જ્યારે પીરામણ ગામમાંથી પોતાની રિક્ષા લઈને પસાર થતા હતા ત્યારે કેટલાક ઇસમો દ્વારા તેમની રિક્ષા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાની કેફીયત વર્ણવી હતી.

હાલ તો આ ઘટના અંગે વર્ધી જતા અંકલેશ્વર શહેર પોલીસે ઇમરાન દિવાનની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર કીમથી ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી માટે સુચના આપી ઝુંબેશ શરૂ કરાવી છે. જે અભિયાનના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ નાસતા – ફરતા આરોપીઓ ઝડપી પાડવા એલ.સી.બી ભરૂચની અલગ – અલગ ટીમો બનાવી વોન્ટેડને જેલભેગા કરવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે. આ દરમ્યાન એલ.સી.બી ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલ ડી.પી ચોરીના અલગ – અલગ કુલ -૧૦ ગુનાઓમા છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બરકતઅલી કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે આવનાર છે.

બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે પોલીસે વોન્ટેડ આરોપી બરકતઅલી મળી આવતા તેની અટકાયત કરી હતી. આરોપીને તપાસ પુછપરછ અર્થે અંક્લેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો . અંક્લેશ્વર શહેર પોલીસ મથકના ડી.પી ચોરી ના કુલ -૧૦ ગુનાઓમા વોન્ટેડ આરોપી બરકતઅલી હોવાનું સ્પષ્ટ થતા ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરી આરોપીને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા ચોરી માટે વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે. જરૂરિયાતના સમયે વીજળી ન મળતા ખેડૂતોને ખેતીમાં પણ નુકસાનોનો સામનો કરવો પડતો હોય છે.

નેત્રંગના ઝરણાવાડી ગામેથી જુગાર રમતા ૫ ઝડપાયા,૬ ફરાર

  • પોલીસે કુલ કિં.રૂ .૧,૫૩,૦૬૦ / -ના મુદામાલ જ્પ્ત કર્યો

નેત્રંગ પોલીસ ટીમ તેમના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝરણાવાડી ગામે વસાહતની પાછળ આવેલ નરોત્તમભાઇ ઘીયાભાઇ શેરડીનાં વાવેતર વાળા ખેતરનાં શેઢા ઉપર આવેલ લીમડાના ઝાડ નીચે મૌઝા ગામનો ગોનજીભાઇ કુરીયાભાઇ ચૌધરીનો ગામનાં તેમજ અલગ અલગ ગામનાં ઇસમોને ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી આધારે પોલીસ ટીમે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ -૦૫ આરોપી ગોનજીભાઇ કુરીયાભાઇ ચૌધરી ઉ.વ .૬૦, રહે મૌઝા ચીતરા ડુંગર ફળિયુ, તા.નેત્રંગ , જી.ભરૂચ, રાજેશભાઇ ઉર્ફે આજો મનજીભાઇ વસાવા ઉ.વ .૪૦ રહે.ઝરણાવાડી નવીવસાહત તા.નેત્રંગ જી.ભરૂચ,નરોત્તમભાઇ માધીયાભાઇ વસાવા ઉં.વ .૫૦ રહે.ઝરણાવાડી નિશાળ ફળિયુ , તા.નેત્રંગ જી.ભરૂચ,દિનેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા ઉ.વ ૩૦ રહે.ઝરણાવાડી નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ,લક્ષ્મણભાઇ પુનિયાભાઇ વસાવા ઉ.વ .૪૫ રહે.ઝરણાવાડી ખાડી ફળિયુ , તા.નેત્રંગ જી.ભરૂચ પકડાઈ ગયેલ તે પાંચેવ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬૭૬૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ .૫૩૦૦/- મળી કુલ રોકડા ૨,૧૨,૦૬૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ .૫ કુલ કિં.રૂ .૧૬,૦૦૦ / તથા મોટર સાયકલ નંગ -૪ કિં.રૂ .૧,૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ .૧,૫૩,૦૬૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે આ ગુનામાં પોલીસે ૬ આરોપી સુમનભાઇ ગુલાબભાઇ વસાવા રહે ઝરણાવાડી તા નેત્રંગ જી.ભરૂચ,ચીમનભાઇ મગનભાઇ વસાવા રહે હાથાકુંડી તા.વાલીયા જી.ભરૂચ,રાજુભાઇ દિનેશભાઇ વસાવા રહે.પિંગોટ તા.નેત્રંગ જી.ભરૂચ, સુભાષભાઇ ગુમાનભાઇ વસાવા રહે. ઝરણાવાડી નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ, મુકેશભાઇ અર્જુનભાઇ વસવા રહે.હાથાકુંડી તા , નેત્રંગ જી.ભરૂચ અને અલ્પેશભાઇ ચૌધરી રહે.જુની જામુની તા.નેત્રંગ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

દેડીયાપાડા તાલુકાના પાટવલી,દેવમોગરા,નાની બેડવાણ, ગારદા બાદ ફરી કોકમ ગામે ધરોમાં આગ લાગવાની ધટના સામે આવી છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ હતી. તેમના કહેવા મુજબ સરપંચને વારંવાર જાણ કરવા છતાં હજુ પણ ગારદાના ગ્રામજનોની મુલાકાતે સુદ્ધાં આવ્યા નથી, જેથી ગ્રામજનોમાં ભારે નારાજગીનો માહોલ ફેલાયો છે.

દેડીયાપાડાના સામાજીક આગેવાન અને પત્રકાર સર્જન વસાવાની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવી કરાયેલ રજૂઆતમાં દેડીયાપાડા તાલુકામાં આવી અનેક વાર ઘટનાઓ બનતી હોય છે થોડા દિવસ અગાઉ જ ગારદા ગામે ડુંગર વિસ્તારમાં આગ લાગી હતી, જેમાં ખેડૂતોના ખેતીના સાધનો તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ગણતરીના કલાકોમાં જ ફરી પાછી કોકમ ખાતે ઘરમાં અચાનક આગ લાગતાં 3 પરિવારો ઘર વિહોણા બન્યા છે.તંત્ર દ્વારા મુકપ્રેક્ષક બનવાના સ્થાને પીડીતોની સહાય કરાઇ તેવી માંગ ઉઠવા પામી છે. હવે જોવું રહયું તંત્ર દ્વારા આવેદનપત્ર ને લઈને લોકોને ન્યાય મળે છે કે નહી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે બે શખ્સોને સળિયાથી ફટકાર્યા

ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે આવેલી એક કેબીન પર બે શખ્સો ફ્રીજને અડીને ઉભા હોઇ કેબિન ચલાવનાર મહિલાના ભાણેજે તેમને પાઇપના સપાટા માર્યાં હતાં. જ્યારે સામે પક્ષમાં ફરિયાદ નોંધાઇ હતી કે, બંન્નેવ જણાએ યુવાન પર પથ્થર ફેંકતાં તેમને કહેવા જતાં તેમણે યુવાનને માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવા પામી છે.

ભરૂચ શહેરમાં આવેલા આલી માતરિયા ઝૂપડપટ્ટી ખાતે રહેતાં રાકેશ મોહન વસાવાની માસી કલ્પના બીટીએમ મીલ કમ્પાઉન્ડ પાસે કેબીન ધરાવે છે. તેમજ તે તેમની કેબીન પાસે જ ઇંડાની લારી ચલાવે છે. તેની માસીની કેબીન પર અંકુર સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉર્ફે લાલો રમેશ વસાવા તેમજ તેનો ભાઇ કલ્પેશ અને તેના મિત્રો ત્યાં બેસવા માટે આવતાં હતાં.

જેના પગલે તેમની અને રાકેશ વચ્ચે તકરારો ચાલતી હતી. દરમિયાનમાં ગઇકાલે સાંજે કલ્પેશ તેમજ પ્રકાશ સહિતનાઓ ત્યાં આવેલાં હોઇ પ્રકાશ કેબીન પાસેના ફ્રીજને અડીને ઉભો હોઇ રાકેશે ફ્રીજને અડીને કેમ ઉભો છે કહીં ઝઘડો કરી રાકેશ તેમજ તેના સાગરિતો લક્ષ્મણ ચંદુ વસાવા તેમજ ઉમેશ મોહન વસાવાએ તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે કલ્પેશે રાકેશ તેમજ તેના સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં રાકેશ મોહન વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આશ્રમના સંતોની માંગ:ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ કાર્યભાર સંભાળે

ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલ મુખ્ય ઉત્તરાધીકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ વધી છે. નર્મદાના ગરુડેશ્વરના ગોરા ગામે નર્મદા કિનારે જાણીતા સંત મહામંડલે 1008 પૂ.ભારતી બાપુનો આશ્રમ આવેલો છે. ભારતી બાપુના નર્મદા ઘાટ ગોરા,જૂનાગઢ, સરખેજ, લંબે નારાયણ, ભાગ્યભાડ ખાંભા સહિત અનેક આશ્રમોની કરોડો સંપત્તિ છે.

આ સંપત્તિને લઈને વિવાદ 2021 માં ભારતી બાપુ બ્રહ્મલીન થયાના એક મહિના પહેલાનો થઈ ગયો હતો. ભારતી બાપુએ તેમના ઉત્તરાધિકારી તરીકે મહામંડલેશ્વર પૂ. હરિહરાનંદ સ્વામીજીને જાહેર કર્યા તેમના નામે વિલ પણ બનાવવામાં આવ્યું આ બધું જાહેરમાં થયું છતાં ગુરુભાઈ એવા ઋષિ ભારતીએ બોગસ વિલ બનાવી ઉત્તરાધિકારી જાહેર કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક સંતો કરી રહ્યા છે. ત્યારે ભારતી આશ્રમના સંતો અને ગુરુભાઈઓ ને જે બિલકુલ પસંદ નથી એમ કહી રહ્યા છે. તેઓ ગાદીપતિ તરીકે પૂ.હરિહરાનંદજી બિરાજમાન થાય તેવી ઈચ્છા કરી રહ્યા છે.

આ બાબતે ગોરા ભારતી આશ્રમના એક સંત રામચરણ ભારતીએ જણાવ્યું હતું કે, અમારા આશ્રમના ઉત્તરાધિકારી એવા અમારા ગુરુ હરિહરાનંદજી મળી ગયા છે ત્યારે ભારતી આશ્રમના તમામ સંતો હરિહરાનંદજી ને ગાદી પર જોવા માંગે છે. અમે તમામ સંતો તેઓ સંપૂર્ણ આશ્રમોનો વહીવટ કરે એવી માંગ કરી રહ્યા છે.ગુરુભાઈ એવા ઋષિ ભારતીને કોઈ સત્તા સોંપવામાં નહીં. સાથે અમારા ગુરુજીને જે ગુંડાઓએ ટોર્ચર કર્યા છે કે તેઓ સામે સરકાર પગલાં ભારે એવી માંગ છે.

error: Content is protected !!