નબીપુર નજીક રેલ વ્યવહાર ખોરવાઈ જતા બે કલાકથી વધુ સમય માટે એ લાઈનનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. 8ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો ઉપર અટકાવવાની ફરજ પડી હતી જયારે એક ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ રેલેવના ડિવિઝનલ રેલવે મેનેજરે ટ્વિટ દ્વારા સમારકામ પૂર્ણ કરી રેલવ્યવહાર શરૂ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યાના અરસામાં નબીપુર અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે 25000 વોલ્ટના ઓવરહેડ કેબલમાં ક્ષતિ સર્જાઈ હતી. ટેક્નિકલ ફોલ્ટના કારણે વીજપુરવઠો ઠપ્પ થતા વડોદરાથી મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. લગભગ ૨ કલાક સુધી ટ્રેન મંઝિલ દોડવામાં સક્ષમ ન રહેતા અલગ – અલગ 8 ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશનો ઉપર થોભાવી દેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ક્ષતિગ્રસ્ત ઓવરહેડ કેબલના સમારકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.

બે કલાકની જહેમત બાદ મેઈન લાઈનના ઓવર હેડ કેબલના સમારકામને પૂર્ણ કરાયું હતું. સફળ ટ્રાયલ બાદ રેલ વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનો બે કલાક સુધી મોડી પડી હતી જેને પ્રાથમિકતાના આધારે રવાના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here