ભરૂચ તાલુકાના ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી ટાઉનશીપમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્ચા હતા. મકાનમાંથી રોકડા 1.50 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 4.33 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

મૂળ ઝઘડિયા તાલુકાના અને હાલ ભરૂચ તાલુકાના ઝનોર નજીક આવેલા ઉર્જા નગર એન.ટી.પી.સી ટાઉનશીપમાં રહેતા રતિલાલ જેઠાભાઇ વસાવા આઈ.ટી.ડિપાર્ટમેન્ટમાં સબ ઓફિસર તરીકે નોકરી કરી છે. જેઓએ ગત તારીખ-1લી મેના રોજ ડભોઇના પીઆઇ ખાતે રહેતી તેઓની સાળીની તબિયત સારી ન હોવાથી તેઓના ઘરે પોતાનું મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ રતિલાલ વસાવાના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1.50 લાખ મળી કુલ 4.33 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે ટાઉનશીપમાં રહેતા ગિરીશકુમાર નટવર પટેલના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે, આ મકાનમાંથી કેટલાની ચોરી થઈ તેની કોઈ વિગત સામે આવી નથી. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here