- સરપંચ અને ગ્રામજનોએ પાઠવ્યું આવેદન પત્ર…
ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના કડોદરા ગામ ની જમીનમાં આવેલ યુ.પી.એલ. – ૧૨ યુનિટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસદારોને નોકરી આપવવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ગામ ના સરપંચ અને આગેવાનોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી 30 દિવસમાં કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે..
વાગ્રા તાલુકાના કડોદરાના સરપંચ સહિતના ગ્રામજનોએ આવેદનપત્ર માં જણાવ્યું છે કે કડોદરા ની સીમમાં ગામના ધરતીપુત્રો ખેતીની જમીન ધારણ કરતા હતાં . પરંતુ આ જમીન જી.આઈ.ડી.સી. દ્વારા સને -૨૦૧૧ માં સંપાદન કરવામાં આવેલ છે . જી.આઈ.ડી.સી. અને ખેડૂત ખાતેદારો વચ્ચે સ્પષ્ટતા થયા મુજબ આ જમીનમાં જે તે કંપની આવશે તેમાં જમીન ગુમાવનાર અથવા તેમના વારસદારને નોકરી આપવામાં આવશે .
આ જમીનમાં યુ.પી.એલ. – ૧૨ યુનિટ કંપનીએ છેલ્લા બે – ત્રણ વર્ષથી પ્લાન શરૂ કરી તેઓનું પ્રોડકશન શરૂ કરી દીધેલ છે. જેથી જમીન ગુમાવનાર ખેડૂતોએ નોકરી મેળવવા માટે કંપનીને તેમજ વિવિધ સ્તરે રજુઆત પણ કરી હોવા છતાં પણ જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસરદારોને કંપની દ્વારા કોઇ નોકરી આપવામાં આવી નથી જેથી યુ.પી.એલ. યુનિટ -૧૨ ને હુકમ કરી દિન -૩૦ માં જમીન ગુમાવનાર કે તેઓના વારસદારને રોજગારી અપાવવા યોગ્ય હુકમ કરવાની માંગણી કડોદરાના લેન્ડલુઝર્સોએ કરવા સાથે વાગરા ધારાસભ્યને પણ મધ્યસ્થી બની ન્યાય કરાવવા જાણ કરી હતી.