- સરકાર દ્વારા મુખ્યમંત્રી યોજના અંતર્ગત શરૂ કરાયું છે ફરતું દવાખાનું
જેમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે.જેમાં નજીકના ૧૦ ગામ આવરી લેવામાં આવેલ છે.
તા.૦૪/૦૨/૨૦૨૨ ના રોજ થવા ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડો.તનવીર ભટ્ટ તથા પાયલોટ અનિલભાઈ સોલંકી તથા ડો. અપૂર્વ પટેલ તથા પાઇલોટ નિકુલ ચૌહાણને કાકડકુઈ ગામના વતની રમેશભાઈ વસાવાએ તાત્કાલિક સારવાર માટે સવારે ૧૧:૦૫ કેસ નોંધાવ્યો હતો. ત્યારે 1962 ના પશુ ચિકિત્સક ડો તનવીર ભટ્ટ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા. વાછરડાની તપાસ કરતા પાછળ ના બંને પગ ભાંગી ગયા હોવાનું જાણવા મળ્યું ત્યારે વાછરડા ને બચાવવા માટે ડો.તનવીર ભટ્ટ તથા ડો. અપૂર્વ પટેલ અને પાયલોટ અનિલભાઈ સોલંકી તથા નિકુલભાઈ ચૌહાણ એમ સાથે મળીને બે કલાકની મહેનતથી વાછરડા નો જીવ બચાવી લેવા માં આવ્યો હતો.હાલ વાછરડું સુરક્ષિત છે.