The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

વાગરા:દયાદરા ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે એન.આર.આઈ. સદગૃહસ્થોનું કરાયું સન્માન

દયાદરા ખાતે આવેલ ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે મૂળ ભારતીય અને હાલ વિદેશમાં વસવાટ કરતા એન.આર.આઈ.મહાનુભાવો નું માદરે વતન ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ દેશભકતી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

મૂળ ભારતીય અને વિદેશ થી માદરે વતન પધારેલા એન.આર.આઈ. મહેમાનો ને આવકારતા શાળા ના સિનિયર શિક્ષક મુસ્તાક તાંદરજાવાલા એ વિદેશમાં રહી દેશ પ્રત્યે પ્રેમ આદર અને વફાદારી ધરાવતા મહાનુભાવો ને શાબ્દિક આવકાર આપ્યો હતો.તેઓએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે

તમામ નાગરિકો માટે પ્રજાસત્તાક દિન અતિ મહત્વ નો દિવસ છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે

આખા વિશ્વ માં અનોખું બંધારણ ભારત દેશનું છે.બંધારણ શુ છે તેને સમજવું જોઈએ.બંધારણ ની રક્ષા માટે વિદ્યાર્થીઓ એ આગળ આવવું પડશે.સાથે જ પાયાના શિક્ષણ ને મજબૂત બનાવવા માટે છાત્રો સહિત વાલીઓએ પણ આગળ આવવું પડશે તેમ કહ્યું હતું.વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ શિક્ષણ માં આગળ રહેતી હોય છે તે બાબત ને છાત્રો માટે ચિંતાજનક ગણાવી હતી.આ બાબતે છાત્રોએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

વિદ્યાર્થીઓ સક્રિય થશે તો સમાજ જાગૃત થશે. વિદ્યાર્થીઓએ કારકિર્દી નું ઘડતર કરવા માટે સખત પરિશ્રમ કરવાની જરૂર છે.શિક્ષણ થકી જ બેરોજગારી દૂર કરી શકાશે,બંધારણ ની સાચવણી અને દેશની રક્ષા માટે સ્વયં પોતાની જાત ની રક્ષા કરવાની તાતી જરૂરીયાત છે.તેઓએ ક્વોલિટી શિક્ષણ મેળવી ઉચ્ચ જીવન ધોરણ થકી સમાજ ને ઉપયોગી થવા આહવાન કર્યો હતો.બંધારણ આજ ના દૌર માં ખતરામાં પડ્યો છે.ત્યારે આપણે જાગૃતિ કેળવી તેની રક્ષા માટે આગળ આવવું જ પડશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.આ તબક્કે છાત્રો ને સંબોધતા શિક્ષક ઇલયાસ ચીંથરા એ કહ્યું હતું કે

વિદ્યાર્થીઓ આ દેશના આવતી કાલના નગરિકો છે તેમ જણાવી દેશનું ભવિષ્ય ગણાવતા  હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક સાથે સારું પરિણામ મેળવવા છાત્રો ને ખાસ અનુરોધ કર્યો હતો. શિષ્ત જીવનમાં અતિ જરૂરી છે. પ્રગતિ નો પાયો અનુશાસન જ છે તેમ કહેવું જરાય ખોટું નથી.માઇક ટાઈશને જીવનમાં થી શિષ્ત ગુમાવતા મહાન બોક્સર ને જેલ ભોગવવા નો વારો આવ્યો હતો.કરોડપતિ માંથી રોડપતિ  બનેલા મહાન બોક્સર ના જીવનમાં એક સ્થિતિ એવી આવી હતી કે તેઓને કોઈ ભાડે ઘર આપવા પણ તૈયાર ન હતું.જેથી જીવનમાં ડીસીપ્લીન સાચવવી ખુબ જ જરૂરી હોવાનું ઇલયાસ ચિથરાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દયાદરા હાયર સરકન્દ્રી સ્કૂલ ના આદ્ય સ્થાપક અને આજીવન પ્રમુખ મરહુમ હાજી દાઉદ મુસાબાજી ભાઈ ના જીવન ઝરમર પર સંભારણા રૂપે લખેલી કાવ્ય  રચના સફરી દાઉદ પ્રેમીએ રજૂ કરી તેઓ ને ખીરાજે અકિદત પેશ કરી હતી.સાથે જ તેઓએ ગ્રામપંચયત માં ચૂંટાયેલ નવી બોડી ને વાદ વિવાદ વિના ગામને વિકાસ ના પંથે આગળ લઇ જવા ખાસ અપીલ કરી હતી.

દયાદરા એજ્યુકેશનલ સોસાયટી ના પ્રમુખ હાજી શબ્બીર ઘંટીવાલા એ સફરી ભાઈઓ ને આવકાર સહિત સન્માન કર્યો હતો.વધુમાં તેઓના ગ્રામ તેમજ સમાજના વિકાસમાં યોગદાન બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.આ તબક્કે તમામ ને બે મિનિટ ઉભા રહી અલ્હમદુ શરીફ ની સુરત પઢી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા જણાવતા સર્વે એ ઉભા થઇ મરહુમ દાઉદ મુસા બાજીભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે વર્લ્ડ ભરુચી વ્હોરા પટેલ ફાઉન્ડેશન ના પ્રમુખ ઐયુબ વલી અકુજી(ઝાંબીઆ),દાઉદ પ્રેમી,સાદિક પટેલ,દયાદરા ના સરપંચ નફીસા જાવેદ રુડી,શાળા ના ટ્રસ્ટી ઇબ્રાહિમ બાજીભાઈ.મુસ્તાક અકુજી,ઇકબાલ નવીયા

ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગ્રામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઈમ્તિયાઝ મોદી દ્વારા કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!