મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે ૭૩માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મન્શી ટ્રસ્ટના સિનિયર પટાવાળા યુનસ મુસા પટેલના વરદ હસ્તે ઘ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દાઉદ મન્શી વિજ્ઞાન પ્રવાહના લેબ આસિ. પૂનમ પઢિયારે ભારતના સ્વતંત્રતા ચળવળના આગેવાનોના બલિદાનોને યાદ કર્યા હતા. તથા આઝાદી અને ગલામી વિશે વકતવ્ય રજૂ કર્યું હતું. તથા મુન્શી ટ્રસ્ટનો વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટની તમામ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
પ્રજાસત્તાક પર્વની ખુશાલીમાં વિદ્યાર્થીઓને લાડુ વ્હેંચી મોઢું મીઠુ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં હાજી એહમદ મુન્શી આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલે આભારવીધી કરી હતી.