ભારતના 73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ શાળાની પરંપરા મુજબ ધોરણ 10 માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીના પિતાના પિતા પ્રકાશ ભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં સંસ્કારદીપ ટ્રસ્ટના અધ્યક્ષ એન.કે નાવડિયા, ટ્રસ્ટ ના માનદમંત્રી હિતેનભાઈ આનંદપુર તથા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંકુલ નિયામક સુધા વડગામા અને આચાર્યા દીપ્તિ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા જયશ્રીબેન રાજ્યગુરુએ કર્યું હતું. શાળાના સમગ્ર શિક્ષકોએ આપેલ કાર્યભાર સંભાળીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તો આ કાર્યક્રમમાં A.I.A Present રમેશભાઈ ખાસ હાજર રહ્યા હતા.