અંકલેશ્વરના યુવાન અને આધેડે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી લગાવી મોતની આખરી છલાંગ

0
99
  • આધેડ ઘરેથી ચાલ્યા ગયા બાદ બ્રિજ પર બાઇક અને ચપલ મળવા સાથે CCTV માં ચાલતા દેખાયા

અંકલેશ્વરના અંદાડા ગામના યુવાન અને ત્યાગી નગરના આધેડે અગમ્ય કારણોસર નર્મદા મૈયા બ્રિજ પરથી ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરબ્રિગેડની ભારે શોધખોળ વચ્ચે ઘટનાના 24 થી 48 કલાક બાદ બન્નેના મૃતદેહ શનિવારે મળી આવ્યા હતા.

શુક્રવારે સવારે અંકલેશ્વરના ત્યાગી નગરના 50 વર્ષીય રાજેન્દ્ર પરમાર કોઈ કારણોસર ઘર છોડી ચાલ્યા ગયા હતા. પરીવારજનો દ્વારા શોધખોળ કરતા જાણવા મળેલ કે નર્મદા મૈયા બ્રિજ પર કોઈક અજાણ્યા પુરુષે નર્મદા નદીમાં છલાંગ લગાવી છે. અને તેની બાઇક અને ચંપલ બ્રિજ પર મુકેલ છે.

જે આધારે અને સીસીટીવી પરથી રાજેન્દ્રભાઇ બ્રિજ પર ચાલતા જતા નજરે પડ્યા હતા. પરિવારજનો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ અને અંકલેશ્વરના ફાયર ફાઈટરો નર્મદા નદીના દક્ષિણ છેડે પોહચી નર્મદા નદીમાં શોધખોળ આરંભી હતી.

જ્યારે ગુરૂવારે અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતા 28 વર્ષીય સંતોષ મીઠા મકવાણા કોઈ કારણોસર રાત્રીના સમયે ઘરેથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પર પોહચ્યા હતા. પરિવારજનોને હું આત્મહત્યા કરું છું એમ ફોન કર્યો હતો. પોતાનો છેલ્લો ફોટો વોટ્સઅપ કરી મોત ની છલાંગ લગાવેલ હતી.

ફાયર ફાઈટરોની બે દિવસથી શોધખોળ બાદ શનિવારે અંકલેશ્વર નગરપાલિકા તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યા હતા. અંકલેશ્વર પોલીસે બન્ને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આત્મહત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ ફાયર ફાઈટરની ટીમના મેહુલ પટેલ, અનિલ વસાવા સહિતનો ભીની આંખે આભાર વ્યક્ત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here