અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.જેમાં લોકલ ક્રાઇમબ્રાન્ચે ગણતરીના કલાકોમાં બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીને ગત તારીખ-28મી એપ્રિલના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા એસ.એસના રોડ અને રિંગો મળી કુલ 1.84 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે જી.આઈ. ડી. સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં થયેલી ચોરીનો સામાન રાજપીપલા રોડ ઉપર આવેલા મીરા નગરમાં છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાથી પોલીસને એસ.એસ.નો તમામ ચોરી થયેલો સામાન મળી આવ્યો હતો. પોલીસે મૂળ યુપીના અને હાલ મીરા નગરમાં રહેતો વિકાસ ઉર્ફે ટેણી ચુનીલાલ કુશવાહા અને વિક્રમસીંગ રામાઅશરે પ્રજાપતિને રીક્ષા સાથે ઝડપી પાડી કુલ 2.34 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here