નર્મદાના જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી મુદ્દામાલ રીકવર કરવાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો જીલ્લાની અનડીટેક્ટ ચોરીઓ ડીટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા.
દરમ્યાન રાજપીપલા પોલીસ મથકના ગુનાના કામે ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી દરમ્યાન મધ્ય પ્રદેશ રાજયના કેલસીંગ ઉમાનભાઇ અનારે ઉ.વ. ૨૦ તથા સંજયભાઇ બાયસીંગભાઇ અનારે ઉ.વ .૧૯ બન્નેવ રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશનાઓને રાજપીપલા વડીયા ગામ ખાતેથી ચોરી કરેલ હોંડા સાઇન બાઇકસાથે ઝડપી પાડવામાં આવેલ .
પોલીસે તેમની વધૂ પુછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે (૧) સુરૂભાઇ બાયસીંગ અનારે રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ (ર) ફુલસીંગ લક્ષ્મણભાઇ અનારે રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશનાઓ સાથે ભેગા મળી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓ જેમાં દાહોદ વડોદરા જીલ્લા ભરૂચ, સુરત નર્મદા વિગેરે જીલ્લાઓમાંથી બાઇકચોરી કરેલ હોવાની હકીકત જણાવતા પોલીસે આ જીલ્લાઓમાંથી ચોરી થયેલ બાઇકઢેલવાણી ગામેથી એલ.સી.બી. ની ટીમ કોમ્બીંગ કરી કબજે કરવામાં આવેલ છે .